SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર-૪૯ ભાષ્યાર્થ ઃ वैक्रियमिति ...... વા શિવમ્ । પૂર્વમાં શંકા કરેલ કે ઔદારિક આદિ શરીરને ઔદારિક ઇત્યાદિ સંજ્ઞાનો શું અર્થ છે ? તેથી પ્રથમ ઔદારિકશી૨માં વર્તતી ‘ઔદારિક’ સંજ્ઞાનો અર્થ સ્પષ્ટ કરેલ. હવે વૈક્રિયશરીરનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે . વૈક્રિયશરીરનું સ્વરૂપ બતાવે છે. વૈક્રિય શબ્દના પર્યાયવાચી શબ્દો કહે છે વિક્રિયા, વિકાર, વિકૃતિ, વિકરણ એ અનર્થાંતરો છે=વૈક્રિય શબ્દના પર્યાયવાચી શબ્દો છે. વિક્રિયા શબ્દની વ્યુત્પત્તિ સ્પષ્ટ કરે છે - વિવિધ કરાય છે=એક થઈને અનેક થાય છે, અનેક થઈને એક થાય છે; અણુ થઈને મહત્ થાય છે, મહત્ થઈને અણુ થાય છે; એક આકૃતિ થઈને અનેક આકૃતિ થાય છે, અનેક આકૃતિ થઈને એક આકૃતિ થાય છે; દશ્ય થઈને અદ્દેશ્ય થાય છે, અદૃશ્ય થઈને દશ્ય થાય છે; ભૂમિચર થઈને ખેંચર થાય છે=આકાશમાં જનાર થાય છે, આકાશમાં જનાર થઈને ભૂમિ ઉપર ચાલનાર થાય છે; પ્રતિઘાતિ થઈને અપ્રતિઘાતિ થાય છે, અપ્રતિઘાતિ થઈને પ્રતિઘાતિ થાય છે; એક સાથે આ ભાવોને=પૂર્વમાં વર્ણન કર્યું એ ભાવોને, અનુભવે છે=વૈક્રિયશરીર અનુભવે છે. એ રીતે શેષ શરીરો–વૈક્રિય સિવાયનાં અન્ય શરીરો, અનુભવતાં નથી. Ge - વળી વૈક્રિય શબ્દની અન્ય વ્યુત્પત્તિ બતાવે છે વિક્રિયામાં હોય છે, વિક્રિયામાં થાય છે, વિક્રિયામાં નિર્વર્તન થાય છે=નિષ્પાદન થાય છે અથવા વિક્રિયા જ વૈક્રિય છે. I ભાવાર્થ: ભવપ્રત્યયિક વૈક્રિયશરીર દેવોને અને નારકોને હોય છે તથા લબ્ધિપ્રત્યયિક વૈક્રિયશરીર મનુષ્યોને અને તિર્યંચોને હોય છે. તે શરીરને વૈક્રિય એ પ્રકારની સંજ્ઞા કેમ આપી ? તે સ્પષ્ટ કરવા અર્થે પ્રથમ વૈક્રિય શબ્દના પર્યાયવાચી શબ્દો બતાવે છે — વિક્રિયા, વિકાર, વિકૃતિ અને વિકરણ એ સર્વ અનર્થાંતરો છે=એક અર્થને બતાવે છે. તેથી આ પ્રકારના ભાવો વૈક્રિયશરીરમાં છે, અન્ય શ૨ી૨માં નથી. માટે દેવો આદિના શરીરને વૈક્રિયશરીર એ પ્રકારે સંજ્ઞા આપેલ છે. વિક્રિયા એટલે શું ? તે સ્પષ્ટ કરતાં કહે છે - વિવિધ પ્રકારે કરાય તે વિક્રિયા છે.
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy