SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પર તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર-૩૦, ૩૧ પહોંચી શકે તેમ ન હોય ત્યારે એક વિગ્રહવાળી ગતિ બે સમયથી થાય છે, બે વિગ્રહવાળી ગતિ ત્રણ સમયથી થાય છે અને ત્રણ વિગ્રહવાળી ગતિ ચાર સમયથી થાય છે. અહીં=વિગ્રહગતિના વિષયમાં, ભંગની પ્રરૂપણા કરવી જોઈએ. તે આ પ્રમાણે – નરકમાં જનારા જીવો ક્યારેક નરકમાં ઉત્પન્ન થતા હોય ત્યારે ક્યારેક વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે અને ક્યારેક અવિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે, તો વળી ક્યારેક નરકમાં ઉત્પન્ન થનારામાંથી કોઈ એક વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે, અન્ય અવિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. વળી જેઓ વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે તેઓમાં પણ કોઈ એક વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થનારા કેટલાક એક વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે અને કેટલાક બે આદિ વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. આ રીતે અનેક વિકલ્પરૂપ ભંગોની પ્રાપ્તિ થાય છે. વળી નરકને આશ્રયીને વિચારણા કરી, તેમ એકેન્દ્રિય-બેઇન્દ્રિયાદિ જીવોને આશ્રયીને પણ ઘણા વિકલ્પો થાય, તે સર્વ ભાંગાઓની અહીં પ્રરૂપણા કરવી જોઈએ, એ પ્રકારનું દિશા સૂચન ભાષ્યકારશ્રીએ કરેલ છે. I૨/૩૦ll અવતરણિકા : સૂત્ર-૨૫માં કહેલ કે સંશી જીવો મનવાળા હોય છે. તેથી પ્રશ્ન થયેલો કે જે જીવો વિગ્રહગતિમાં હોય છે, તેઓને કાયાનો, વચનનો અને મનનો યોગ નથી, તો પછી તેઓને કેવા પ્રકારનો યોગ સંભવે ? તેથી સૂત્ર-૨૬માં સ્પષ્ટતા કરી કે કાર્યણશરીરનો યોગ વિગ્રહગતિમાં હોય છે. ત્યાં પ્રશ્ન થયો કે વિગ્રહગતિની પ્રાપ્તિ કેમ થઈ ? તેથી ખુલાસો કર્યો કે પરભવમાં જતા જીવો અનુશ્રેણિથી ગમન કરે છે. તે અનુશ્રેણિ બતાવ્યા પછી સિદ્ધના જીવો અવિગ્રહગતિથી જાય છે, એમ બતાવ્યું અને સંસારી જીવોને ત્રણ વિગ્રહગતિ પ્રાપ્ત થાય છે, તેમ બતાવ્યું તથા સંસારી જીવોને એક સમયની અવિગ્રહગતિ પણ છે, એમ બતાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે વિગ્રહગતિમાં જનારા જીવો આહાર કરે છે કે નહીં ? તેથી કયા પ્રકારની વિગ્રહગતિમાં જીવો અનાહારક છે ? અને કયા પ્રકારની વિગ્રહગતિમાં જીવો આહારક છે ? તેનો બોધ કરાવવા અર્થે કહે છે સૂત્રઃ एकं द्वौ वाऽनाहारकः ।।२ / ३१ ।। સૂત્રાર્થ : વિગ્રહગતિમાં જીવ એક સમય અથવા બે સમય અનાહારક હોય છે. II૨/II ભાષ્યઃ विग्रहगतिसमापन्नो जीव एकं वा समयं द्वौ वा समयावनाहारको भवति, शेषं कालमनुसमयमाहारयति, कथमेकं द्वौ वाऽनाहारकौ न बहूनीति, अत्र भङ्गप्ररूपणा कार्या ।। २ / ३१।।
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy