SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર–૨૭, ૨૮ કે ચારે દિશામાં સમશ્રેણિથી જઈ શકે છે, વિષમશ્રેણિથી જઈ શકતો નથી. આથી જ મૃત્યુ પછીનું ઉત્પત્તિસ્થાન વિષમશ્રેણિમાં હોય ત્યારે વિગ્રહગતિની પ્રાપ્તિ થાય છે, તે વિગ્રહગતિ પણ સમશ્રેણિથી થાય છે, વિષમશ્રેણિથી ગતિ થતી નથી. જેમ મૃત્યુ પ્રસંગે જીવ મૃત્યુ દિશામાં જઈ શકે નહીં. II૨/૨૭ના સૂત્રાર્થ અવતરણિકા : પૂર્વસૂત્રમાં કહ્યું કે અનુશ્રુણિથી ગતિ થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે અનુક્ષેણિથી ગમન કરીને ગતિની પૂર્ણાહુતિ થાય છે કે પછી અનુશ્રેણિથી સ્થાનાંતર ગયા પછી વક્રગતિ પણ થાય છે ? તેથી કહે છે - પુદ્ગલોનો અનિયમ છે=પુદ્ગલો અનુશ્રેણિથી ગયા પછી વક્રગતિ પણ કરે છે. પુદ્ગલથી મુક્ત થયેલા સિદ્ધના જીવો એકાંતથી અવિગ્રહગતિ કરે છે એ બતાવવા અર્થે કહે છે મૂત્રઃ અવિપ્રજ્ઞા નીવણ્ય ।।૨/૮।। ° - ભાષ્યઃ ઉત્પત્તિ આ પ્રમાણે જઈ શકે છે, પરંતુ ॰ઉત્પત્તિ આ પ્રમાણે તિર્કી મૃત્યુ જીવની=પુદ્ગલના સંબંધ વગરના જીવની, અવિગ્રહગતિ છે. II૨/૨૮॥ सिद्ध्यमान सिद्ध्यमानगतिर्जीवस्य नियतमविग्रहा भवति ॥ २/२८ ।। ભાષ્યાર્થ ઃ મતિ।। જીવની સિધ્ધમાનગતિવાળા જીવની નિયત અવિગ્રહ ગતિ છે. ૨/૨૮/ ભાવાર્થ સર્વ કર્મથી મુક્ત થયેલા જીવો અનુશ્રેણિથી ગમન કરીને પોતે જે સ્થાનથી મૃત્યુ પામે છે તે સ્થાનના ઉપરમાં જઈને સ્થિર થાય છે, પરંતુ ઉપર પહોંચ્યા પછી વક્રગતિ કરતા નથી, તેથી ભાષ્યકારશ્રી કહે છે કે સિધ્યમાનગતિવાળા જીવની ઊર્ધ્વમાં નિયત અવિગ્રહવાળી ગતિ હોય છે. વળી, પુદ્દગલવાળા જીવો અને પુદ્ગલદ્રવ્યો જ્યારે ક્યારેક ઊર્ધ્વગતિ કરે, ક્યારેક અધોગતિ કરે, ક્યારેક તિર્ઝા ચારેય દિશામાંથી કોઈ એક દિશામાં ગમન કરે ત્યારે અનુશ્રેણિથી જાય છે. અનુશ્રેણિથી ગયા પછી વિગ્રહગતિ કરીને ઊર્ધ્વ તથા અધો દિશામાં પણ જાય છે. તેથી જે જીવને જે સ્થાનમાં ઉત્પન્ન થવાનું છે તે સ્થાન અનુશ્રેણિથી પ્રાપ્ત થાય
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy