________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર-૨૪, ૨૫
ભાષ્યઃ
कृम्यादीनां पिपीलिकादीनां भ्रमरादीनां मनुष्यादीनां च यथासङ्ख्यमेकैकवृद्धानीन्द्रियाणि भवन्ति यथाक्रमम् । तद्यथा—कृम्यादीनां अपादिकनूपुरकगण्डूपदशङ्खशुक्तिकाशम्बूकाजलूकाप्रभृतीनामेकेन्द्रियेभ्यः पृथिव्यादिभ्य एकेन वृद्धे स्पर्शनरसनेन्द्रिये भवतः, ततोऽप्येकेन वृद्धानि पिपीलिकारोहिणिकाउपचिकाकुन्थुतुंबुरुकत्रपुसबीजकर्पासास्थिकाशतपद्युत्पतकतृणपत्रकाष्ठहारकप्रभृतीनां त्रीणि स्पर्शनरसनघ्राणानि, ततोऽप्येकेन वृद्धानि भ्रमरवटरसारङ्गमक्षिकापुत्तिकादंशमशकवृश्चिकनन्द्यावर्तकीटपतङ्गादीनां चत्वारि स्पर्शनरसनघ्राणचक्षूंषि शेषाणां च तिर्यग्योनिजानां मत्स्योरगभुजङ्गपक्षिचतुष्पदानां सर्वेषां च नारकमनुष्यदेवानां पञ्चेन्द्रियाणीति ।।२ / २४ ।।
ભાષાર્થઃ
कृम्यादीनां પડ્યેન્દ્રિવાળીતિ ।। કૃમિ આદિને, પિપીલિકાદિને, ભ્રમરાદિને, મનુષ્યાદિને યથાસંખ્ય એક એક વૃદ્ધિવાળી ઇન્દ્રિયો યથાક્રમ થાય છે. તે આ પ્રમાણે – કૃમિ આદિને=અપાદિક, નુપુરક, ગંડુપદ, શંખ, શુક્તિકા, શંબુકા, જલૌકા વગેરેને, એકેન્દ્રિય એવા પૃથ્વીકાયાદિથી એક વડે વધેલી એવી સ્પર્શન, રસનેંદ્રિયરૂપ બે ઇન્દ્રિય થાય છે. તેનાથી પણ=બે ઇન્દ્રિયોથી પણ, એકથી વધેલી પિપીલિકા, રોહિણિકા, ઉપચિકા, કુંથુ, તંબુરુક, ત્રપુસબીજ, કર્પાસાસ્થિકા, શતપદી, ઉત્પતક, તૃણપત્ર, કાષ્ઠહારક વગેરે જીવોને સ્પર્શન, રસન, ઘ્રાણ આત્મક ત્રણ ઇન્દ્રિયો હોય છે. તેનાથી પણ=સ્પર્શન, રસન, પ્રાણરૂપ ત્રણ ઇન્દ્રિયોથી પણ, એક વડે વધેલી, ભ્રમર, વટર, સારંગ, મક્ષિકા, દંશ, મશક, વીંછી, લંઘાવર્ત, કીટ, પતંગાદિ જીવોને સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ આત્મક ચાર ઇન્દ્રિયો છે. અને શેષ એવા તિર્યંચયોનિના જીવોને=મત્સ્ય, ઉગ, ભુજંગ, પશ્મિ, ચતુષ્પદાદિ જીવોને અને સર્વ એવા નારક, મનુષ્ય અને દેવોને પાંચ ઇન્દ્રિયો છે.
‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ।।૨/૨૪ા
ભાવાર્થ:
સુગમ છે. II૨/૨૪॥
ભાષ્ય
.....
૪૧
-
अत्राह-उक्तं भवता - द्विविधा जीवाः - समनस्का अमनस्काश्चेति, तत्र के समनस्का इति ? अत्रोच्यते
ભાષ્યાર્થ:
અહીં=કયા જીવોને કઈ ઈન્દ્રિય છે ? તેનું કથન ગ્રંથકારશ્રીએ કર્યું ત્યાં, કોઈ પ્રશ્ન કરે છે –