SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ S તવાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨| સૂર-૧૭, ૧૮ છે; કેમ કે તે શક્તિ જીવને તે ઇન્દ્રિય દ્વારા બોધ કરવામાં ઉપકારક છે. તેથી ઉપકરણ શબ્દની વ્યુત્પત્તિને આશ્રયીને ઉપકરણઇન્દ્રિયના બે ભેદ ગ્રહણ કરેલ છે. વળી, નિવૃત્તિઇન્દ્રિયના બાહ્ય અને અત્યંતર બે ભેદો અન્યત્ર પ્રસિદ્ધ છે, તેને અહીં ગ્રહણ ન કરતાં નિવૃત્તિઇન્દ્રિયનો એક જ ભેદ ગ્રહણ કરેલ છે. જેમ જેને મતિજ્ઞાન હોય તેને નિયમા શ્રુતજ્ઞાન હોય છે તેવું વર્તમાનના ઉપલબ્ધ એવા અન્ય સર્વ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે, તેમ છતાં તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૧, સૂત્ર-૩૧માં કેટલાક જીવોને માત્ર મતિજ્ઞાન હોય છે, તેમ પણ સ્વીકાર્યું છે. તેથી અન્યત્ર ઇન્દ્રિય વિષયક પાઠો સાથે ભાષ્યકારશ્રીનો કોઈ મતભેદ નથી, ફક્ત તે પ્રકારની વિવક્ષાથી કથનભેદ છે. ર/૧ના અવતરણિકા: સર-૧માં કહેલ કે બેંદ્રિય અને ભાવેદિય એમ બે ઈન્દ્રિયો છે. તેમાંથી દ્રવ્યેદિયના બે ભેદ સૂત્ર-૧૭માં ગ્રંથકાશ્રીએ બતાવ્યા. હવે ભાવેદ્રિયના બે ભેદો બતાવે છે – સૂત્ર: लब्ध्युपयोगी भावेन्द्रियम् ।।२/१८।। સૂત્રાર્થ - લબ્ધિ અને ઉપયોગ ભાવેંદ્રિય છે. ll૨/૧૮II ભાષ્ય: लब्धिरुपयोगस्तु भावेन्द्रियं भवति, लब्धिर्नाम गतिजात्यादिनामकर्मजनिता तदावरणीयकर्मक्षयोपशमजनिता चेन्द्रियाश्रयकर्मोदयनिर्वृत्ता च जीवस्य भवति । सा पञ्चविधा । तद्यथा-स्पर्शनेन्द्रियलब्धिः, रसनेन्द्रियलब्धिः, घ्राणेन्द्रियलब्धिः, चक्षुरिन्द्रियलब्धिः, श्रोत्रेन्द्रियलब्धिरिति Ti૨/૧૮ાા ભાષ્યાર્થ: થિઃ ... શ્રોનિવરિથતિ છે વળી લબ્ધિ અને ઉપયોગ ભાવેદ્રિય છે. લબ્ધિ એટલે ગતિજાતિનામકર્મ આદિ નામકર્મ નિત, ત૬ આવરણીય કર્મના થોપશમ જનિત=જે ઈન્દ્રિયની લબ્ધિ હોય તેના આવરણીય કર્મના શયોપશમ જલિત, અને ઇન્દ્રિયના આશ્રય એવા કર્મના ઉદયથી નિવૃત એવી જીવની લબ્ધિ=શક્તિ છે. તે પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે – સ્પર્શનેંદ્રિયલબ્ધિ, રસનેંદ્રિયલબ્ધિ, ધ્રાણેટ્રિયલબ્ધિ, ચક્ષુરિટ્રિયલબ્ધિ અને શ્રોત્રંદ્રિયલબ્ધિ. ત્તિ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ર/૧૮
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy