SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૨, ૨૩ તથા રૈવેયકાદિના દેવોનાં આસનો ચલાયમાન થાય છે, તે વખતે તે દેવો કે ઇદ્રો - બેઠેલા હોય, સૂતેલા હોય કે ઊભેલા હોય - તે જે આસન ઉપર હોય તે આસન કંપે છે, તેમાં પણ ભગવાનના શુભકર્મનો ઉદય કારણ છે અને લોકઅનુભાવ જ કારણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાનની પુણ્યપ્રકૃતિનો જ તેવો સ્વભાવ છે જેના કારણે તેની અસરથી તે આસનો કંપે. ભગવાનના પુણ્યનો તેવો સ્વભાવ અને આસન કંપનનો તેવો સ્વભાવ તે લોકસ્થિતિ જ કહેવાય. એથી લોકઅનુભાવથી આ સર્વ કાર્યો થાય છે. વળી લોકસ્થિતિથી દેવોનાં આસનો કંપે છે, તેનાથી ઉપયોગવાળા તેઓ ભગવાનની તીર્થકર નામકર્મથી ઉત્પન્ન થયેલી અસાધારણ ધર્મવિભૂતિને જાણીને તે ઇંદ્રાદિ દેવો સંવેગવાળા થયેલા, સદ્ધર્મ પ્રત્યે બહુમાનવાળા કેટલાક ભગવાન પાસે આવે છે અને ભગવાનની સ્તુતિ, વંદન, ઉપાસના અને હિતના શ્રવણથી આત્માના અનુગ્રહને કરે છે. વળી કેટલાક રૈવેયકાદિ તથા અનુત્તરવિમાનવાસી દેવતાઓ ત્યાં રહેલા ઊભા થઈને અંજલિ જોડીને પ્રણિપાત નમસ્કાર દ્વારા પરમ સંવેગવાળા, અત્યંત ઉલ્લસિત થયેલા નયન-વદનવાળા ભગવાનની ભક્તિ કરે છે. આનાથી એ ફલિત થાય કે અસંખ્યાતા સૂર્ય, ચંદ્રાદિ ઇંદ્રો છે. તે બધા ભગવાનના જન્માદિ પ્રસંગે સાક્ષાત્ આવતા નથી તોપણ તે સર્વનાં આસનોનો કંપ થવાથી ત્યાં રહેલા પણ તેઓ ભગવાનની ભક્તિ કરે છે. અનુત્તરવાસી અને રૈવેયકના દેવો પણ પ્રસ્તુત ભાષ્યવચનાનુસાર ભગવાનના જન્માદિના પ્રસંગે ઊભા થઈને અંજલિથી પ્રણામ, નમસ્કાર કરે છે અને ત્યાં રહીને ભગવાનની ભક્તિ કરે છે. Il૪/૨શા ભાષ્ય : अत्राह-त्रयाणां देवनिकायानां लेश्यानियमोऽभिहितः, अथ वैमानिकानां केषां का लेश्या इति ? । अत्रोच्यते - ભાષ્યાર્થ અહીં-વૈમાનિક દેવોના વર્ણનમાં, પ્રશ્ન કરે છે – ત્રણ દેવનિકાયન=ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ એ ત્રણ દેવનિકાયની, વેશ્યાનો નિયમ પૂર્વમાં કહેવાયો. હવે કયા વૈમાનિકદેવોને કઈ લેગ્યા છે? આ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – સૂત્ર: पीतपद्मशुक्ललेश्या द्वित्रिशेषेषु ।।४/२३।। સૂત્રાર્થ: બે, ત્રણ અને શેષમાં, પીત, પદ્મ અને શુક્લલેશ્યા છે=પ્રથમ બે દેવલોકમાં પીતલેશ્યા તેજલેશ્યા છે, ત્યારપછી ત્રણ દેવલોકમાં પડ્યૂલેશ્યા છે અને ત્યારપછી બધા દેવલોકમાં શુકલેશ્યા છે. I૪/૨૩
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy