SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમ ભાગ-૨) અધ્યાય-૪ | સૂત્ર-૨૨૧ ૨૧૭ માત્રામાં અને અલ્પકાળ સુધી છે, પરંતુ અસર્વેદના ક્યારેય પણ પ્રચુર માત્રામાં કે દીર્ઘકાળ સુધી પ્રાપ્ત થતી નથી. વળી તેઓને જે અસદના થાય છે, તે પણ અંતર્મુહૂર્તકાળ પ્રમાણ જ થાય છે, વધારે થતી નથી અર્થાત્ અલ્પકાળ જ થાય છે દીર્ઘકાળ થતી નથી. વળી સતત સર્વેદના દેવોને ઉત્કૃષ્ટથી છ મહિના સુધી હોય છે, ત્યારપછી અવશ્ય કાંઈક અસદના અલ્પકાળ માટે પણ થાય છે. વળી ઉપપાતને આશ્રયીને અન્યદર્શનના સંન્યાસીઓ આરણ-અર્ચ્યુત ઉપર=અગિયારમા–બારમા દેવલોકથી ઉપરમાં ઉત્પન્ન થતા નથી અને જૈન સાધુના વેષમાં રહેલા, ભિન્નસમ્યગ્દર્શનવાળા=સમ્યગ્દર્શન ગુણ જેઓએ અનાદિકાળથી ભેદી નાખ્યો છે તે અથવા પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનનો વિનાશ કર્યો છે તેવા, સંયમની ક્રિયાઓ દ્વારા રૈવેયક સુધી ઉત્પન્ન થાય છે. સમ્યગ્દષ્ટિ એવા સંયત સાધુઓ સંયમના બળથી પ્રથમ દેવલોકથી માંડીને સર્વાર્થસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે અને ચૌદપૂર્વધર સાધુઓ જઘન્યથી પાંચમા બ્રહ્મદેવલોકમાં અને ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે. આ કથનથી એ પ્રાપ્ત થાય કે અન્યદર્શનમાં રહેલા ત્યાગપ્રધાન જીવનારા અને ત્યાગને કારણે ચિત્તમાં તે પ્રકારના સંક્લેશની મંદતાને કારણે અગિયારમા–બારમા દેવલોક સુધી તે જીવો ઉત્પન્ન થઈ શકે છે. તેનાથી અધિક સંક્લેશની મંદતાવાળો પરિણામ અન્યદર્શનના ત્યાગના આચારોમાં થઈ શકતો નથી; કેમ કે વિપર્યાસને પ્રાપ્ત કરે તેવી સામગ્રી પણ છે અને સંયમની સૂક્ષ્મ શુદ્ધિ કરાવીને વિશેષ પ્રકારના શુભલેશ્યાને પ્રાપ્ત કરાવી શકે તેવી સામગ્રી નથી. બારમા દેવલોક પછી ઉપરના દેવલોકમાં જવા માટે જેવા પ્રકારની સંયમના આચારની સૂક્ષ્મ યતના ભગવાનના શાસનના આચારોને પાળનારા મિથ્યાદૃષ્ટિ પણ જીવો કરે છે અને તેનાથી જે વિશિષ્ટ કોટીની શુક્લલેશ્યા પ્રાપ્ત કરે છે તેવી શુક્લલેશ્યા અન્યદર્શનોના આચારોથી થતી નથી, પરંતુ બારમા દેવલોકની પ્રાપ્તિનું કારણ બને તેવી શુક્લલેશ્યા ત્યાં પ્રાપ્ત થઈ શકે છે. વળી જૈનદર્શનના આચારોને પાળનારા અને સંયમની સર્વ બાહ્ય ક્રિયા શુદ્ધ પાળનારા હોવાને કારણે જે જીવો શુક્લલેશ્યાવાળા છે, છતાં આત્માના પારમાર્થિક સ્વરૂપને જાણીને આત્માનો વીતરાગભાવ જ આત્મા માટે શ્રેય છે, આત્માનો અવીતરાગભાવ આત્માની કદર્થના છે, તે પ્રકારના બોધના સન્મુખભાવને પણ પામ્યા નથી તેવા અભવ્યના જીવો, ચરમાવર્તની બહારના જીવો કે સમ્યક્તથી ભ્રષ્ટ થયેલા જીવો સંયમના બાહ્ય શુદ્ધ આચારના બળથી છકાયના જીવો પ્રત્યે અત્યંત દયાળુ ભાવવાળા થાય છે, જેના કારણે શુક્લલેશ્યા પ્રગટે છે અને તે વિશુદ્ધ શુક્લલેશ્યાના બળથી રૈવેયક સુધી જઈ શકે છે. વળી રૈવેયકથી ઉપર અનુત્તરમાં જવા માટે જેવી શક્યુલેશ્યા જોઈએ તેવી શુક્લલેશ્યા મિથ્યાત્વ અવસ્થામાં સંયમ પાળનારા જીવોમાં ક્યારેય પ્રાપ્ત થતી નથી, પરંતુ સમ્યક્ત પામ્યા પછી જ વિશુદ્ધ સંયમના આચારના પાળનારા સાધુને તેવી શ્રેષ્ઠ કોટીની શુક્લલેશ્યા પ્રગટે છે, જેથી તેઓ સર્વાર્થસિદ્ધ સુધી જઈ શકે છે. વળી સમ્યગ્દષ્ટિ સંયમ પાળનારા સુસાધુ પણ જ્યારે અત્યંત વિશુદ્ધ ઉપયોગમાં હોય ત્યારે જ સર્વાર્થસિદ્ધને અનુકૂળ શુક્લલશ્યાને પ્રાપ્ત કરે છે, અન્યથા સર્વાર્થસિદ્ધથી નીચે યાવત્ સૌધર્મ દેવલોક સુધી
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy