SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ તત્વાર્યાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ સૂત્ર-૧પ નથી. તેથી તેઓ કહે છે “સમયનું પરમ નિરુદ્ધપણું છે અર્થાતુ અત્યંત અલ્પપણું છે. અત્યંત અલ્પપણાવાળા એવા તે કાલમાં ભાષાદ્રવ્યના ગ્રહણ અને નિસર્ગના કરણપ્રયોગનો અસંભવ છે અર્થાત્ બોલનાર કેવલી ભાષાદ્રવ્યના પુદ્ગલો પ્રતિસમય ગ્રહણ કરે છે અને નિસર્ગ કરે છે તોપણ અસંખ્યાત સમયના ગ્રહણ અને નિસર્ગ કરાયેલા ભાષા પુદ્ગલો શ્રોત્રંદ્રિય દ્વારા ગ્રહણ થાય છે. તેથી એક સમયના સ્વરૂપને બતાવવા માટે કોઈ ભાષાદ્રવ્ય સમર્થ નથી અર્થાત્ તે ભાષાદ્રવ્યના વર્ણન દ્વારા અત્યંત પટુ એવા ગણધરો પણ બે, ચાર, પાંચ આદિ અસંખ્યાત સમયોના સમૂહ કરતાં એક સમયનો જે વિભાગ છે તેનો નિર્ણય કરી શકતા નથી. જેમ બે-ત્રણ સેકન્ડ આદિ કરતાં એક સેકન્ડનો વિભાગ સામાન્યથી વર્તમાનમાં થઈ શકે છે તેવો વિભાગ સમયમાં છદ્મસ્થને કરવો અસંભવ છે. તેથી છદ્મસ્થને સમયના સ્વરૂપનો બોધ કરાવવા અર્થે કેવલીના કરણના પ્રયોગનો અસંભવ છે. જેમ શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવા પ્રકારનું છે ? તે કેવલજ્ઞાનના બળે પોતે સાક્ષાત્ આત્માને જોનારા એવા કેવલી પણ અન્યને બતાવવા માટે સમર્થ નથી. તેથી રૂપ નથી, ગંધ નથી ઇત્યાદિ વ્યતિરેક દ્વારા તેનું સ્વરૂપ બતાવવા માટે કાંઈક યત્ન શાસ્ત્રમાં કરાયેલ છે. શાસ્ત્રના બલથી શુદ્ધ આત્માનું અસ્પષ્ટ સ્વરૂપ ચૌદપૂર્વી ઘણું જાણી શકે છે; છતાં પ્રાતિજ્ઞાન વખતે તેમને કાંઈક સ્પષ્ટ થાય છે અને તેના બલથી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે શુદ્ધ આત્મા સંપૂર્ણ સ્પષ્ટ દેખાય છે. તે રીતે પ્રસ્તુતમાં પણ પરમાણુની જઘન્ય ગતિના બલથી સમયનું અસ્પષ્ટ સ્વરૂપ છદ્મસ્થને બતાવી શકાય છે, પરંતુ બે સમય કરતાં એક સમયનું સ્પષ્ટ સ્વરૂપ છમસ્થ જોઈ શકતો નથી. જ્યારે બે સમય કરતાં એક સમયનો વિભાગ સ્પષ્ટ કેવલી જોઈ શકે છે. વળી, એક સમયનું સ્વરૂપ બતાવ્યા પછી તેનાથી આગળના આવલિકા આદિનું સ્વરૂપ બતાવે છે – અસંખ્યાતા સમયની એક આવલિકા છે. સંખ્યાત આવલિકા પ્રમાણ એક ઉચ્છવાસ છે અને સંખ્યાત આવલિકા પ્રમાણ એક નિઃશ્વાસ છે. પટુઇન્દ્રિયવાળા, નીરોગી મધ્યમ વયવાળા બલવાન પુરુષના અને સ્વસ્થ મનવાળા પુરુષના ઉચ્છવાસ અને નિઃશ્વાસ એ પ્રાણ છે=એક ઉચ્છવાસ-નિઃશ્વાસ પ્રમાણ પ્રાણ છે. સાત પ્રાણનો એક સ્તોક છે. સાત સ્તોકનો એક લવ છે. સાડા આડત્રીસ લવની એક નાલિકા=ઘડી છે. બે નાલિકા=બે ઘડી, પ્રમાણ મુહૂર્ત છે. અને ત્રીસ મુહૂર્તનું અહોરાત્ર છે. પંદર અહોરાત્રનો એક પક્ષ છે. શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ આત્મક બે પક્ષ પ્રમાણ એક માસ છે. બે માસની ઋતુ છે. ત્રણ ઋતુનું એક અયન છે. બે અયનનો એક સંવત્સર છે. પાંચ સંવત્સરનો એક યુગ છે. અને તે યુગનાં વર્ષોનાં નામો ક્રમસર ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર અને અભિવર્ધિત છે. તેથી એ પ્રમાણ થાય છે કે ત્રણસો ચોપન દિવસ ઉપર બાંસઠનો બારમો ભાગ (૩૫૪) એટલા પ્રમાણ ચંદ્ર વર્ષ છે. અને તે ચંદ્ર વર્ષ પહેલું, બીજું અને ચોથું છે. જ્યારે અભિવર્ધિત નામનાં બે વર્ષો છે. જેનું પ્રમાણ ત્રણસો ત્યાંસી દિવસ અને બાસઠનો ચુમ્માલીસમો ભાગ છે. (૩૮૩); કેમ કે તે વર્ષમાં અધિક માસ આવે છે. આ અભિવર્ધિત વર્ષ ત્રીજું અને પાંચમું છે. તેથી એ પ્રાપ્ત થાય કે યુગના મધ્યમાં અને અંતમાં અધિક માસ આવે છે. વળી ચંદ્ર, ચંદ્ર આદિ પાંચ વર્ષોના સમુદાયરૂપ જે યુગ આવે છે, તે યુગનાં પાંચ નામો છે. સૂર્યયુગ, સાવનયુગ, ચંદ્રયુગ, નક્ષત્રયુગ અને
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy