________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪/ સૂત્ર-૧૧, ૧૨
૧૮૫ શ્યામ વર્ણવાળા, હસ્તિના ચિહ્નવાળા દિકકુમારો હોય છે. અને સર્વ પણ=દશે પ્રકારના ભવનવાસીઓ પણ, વિવિધ વસ્ત્ર, આભરણ, પ્રહરણ અને આવરણવાળા હોય છે. II૪/૧૧૫ અવતરણિકા :બીજી નિકાયના દેવોના ભેદો બતાવે છે –
સૂત્ર :
व्यन्तराः किन्नरकिम्पुरुषमहोरगगान्धर्वयक्षराक्षसभूतपिशाचाः ।।४/१२।। સૂત્રાર્થ :
વ્યંતરો - કિન્નર, કિંજુરુષ, મહોરગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એમ આઠ ભેજવાળા છે. ll૪/૧રી ભાષ્યઃ
अष्टविधो द्वितीयो देवनिकायः, एतानि चास्य विधानानि भवन्ति, अवस्तिर्यगूर्ध्वं च त्रिष्वपि लोकेषु भवननगरेषु आवासेषु च प्रतिवसन्ति, यस्माच्चाधस्तिर्यगूर्ध्वं च त्रीनपि लोकान् स्पृशन्तः स्वातन्त्र्यात् पराभियोगाच्च प्रायेण प्रतिपतन्त्यनियतगतिप्रचाराः, मनुष्यानपि केचिद् भृत्यवदुपचरन्ति, विविधेषु च शैलकन्दरान्तरवनविवरादिषु प्रतिवसन्ति, अतो व्यन्तरा इत्युच्यन्ते ।। ભાષ્યાર્થ
અવિવો ... ફ્યુને ! આઠ પ્રકારનો બીજો દેવલિકાય છે. અને આ=સૂત્રમાં બતાવ્યા છે, આતા=વ્યંતરના, ભેદો છે. નીચે, તિર્થન્ અને ઊર્ધ્વ ત્રણે પણ લોકમાં, ભવનોમાં, નગરમાં અને આવાસમાં તેઓ=વ્યંતરો, વસે છે. અને જે કારણથી અધો, તિર્થગ અને ઊર્ધ્વ ત્રણે પણ લોકને સ્પર્શતા સ્વતંત્રપણાથી અને પર અભિયોગથી પ્રાયઃ અનિયત ગતિપ્રચારવાળા રખડે છે. કેટલાક મનુષ્યોને પણ નોકરની જેમ સેવે છે. અને વિવિધ એવા શૈલ અને કંદરતા વચ્ચમાં=પર્વત અને ગુફાની વચ્ચમાં અને વનના વિવરાદિમાં વસે છે. આથી વ્યંતર એ પ્રમાણે કહેવાય છે. ભાવાર્થ :
બીજી દેવનિકાય વ્યંતરોની છે. તેઓના આઠ ભેદો છે, જે આઠ ભેદોનાં નામો સ્વયં ગ્રંથકારશ્રીએ સૂત્રમાં આપેલાં છે. આ વ્યંતર અધોલોકમાં ભવનોમાં વસે છે તથા તિર્યશ્લોકમાં અને ઊર્ધ્વલોકમાં નગર અને આવાસોમાં વસે છે; કેમ કે તે તે નગર પ્રત્યે પોતાને સ્વત્વબુદ્ધિ થાય તો ત્યાં આવીને વાસ કરે છે અને અનેક સ્થાનોમાં પોતાના આવાસો કરીને વસે છે. આ બીજી નિકાયવાળા દેવોને વ્યંતર કેમ કહ્યા ? તેમાં ભાષ્યકારશ્રી યુક્તિ આપે છે –