SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ તાર્યાધિગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૪| સૂચ-૯, ૧૦ શ્રમથી તે તે દેવો તે તે વિકારને શાંત કરે છે. પોતાના વિકારને અનુરૂપ ઉત્તમ સામગ્રીથી યુક્ત દેવીઓની પ્રાપ્તિ હોવાથી અત્યંત સુખની ઉત્પત્તિ થાય છે. વળી જેમ ઉપર ઉપરના દેવોમાં સંક્લેશ અલ્પ હોવાને કારણે અલ્પ-અલ્પતર મૈથુનસેવનથી અધિક અધિક પ્રીતિ થાય છે તેમ ઉપર ઉપરના દેવલોકોની સ્થિતિ અને પ્રભાવાદિ અધિક છે, જે સ્વયં ગ્રંથકારશ્રી આગળ બતાવશે. I૪/લા સૂત્ર: परे अप्रवीचाराः ।।४/१०॥ સૂત્રાર્થ : પર બારમા દેવલોકથી પર, અપ્રવીચારવાળા હોય છેમૈથુનના સેવનના અપરિણામવાળા દેવતાઓ હોય છે. ll૪/૧૦IL. ભાષ્ય - कल्पोपपन्नेभ्यः परे देवा अप्रवीचारा भवन्ति, अल्पसङ्क्लेशत्वात् स्वस्थाः-शीतीभूताः, पञ्चविधप्रवीचारोद्भवादपि प्रीतिविशेषादपरिमितगुणप्रीतिप्रकर्षाः परमसुखतृप्ता एव भवन्ति I૪/૨૦૧૫ ભાષ્યાર્થઃ qોષપણ..... મત્તિ | કલ્પોપપા દેવોથી પર એવા દેવો અપ્રવીચારવાળા હોય છે; કેમ કે અલ્પ સંક્લેશપણું છે=કામના વિકારો ન થાય તે પ્રકારનું અલ્પ સંક્લેશપણું છે. સ્વસ્થ છે=શીતલ પરિણામવાળા છે=કામના વિકારની પીડા વગરના હોવાથી શીતલ પરિણામવાળા છે. પાંચ પ્રકારના પ્રવીચારથી ઉદ્દભવ એવા પણ પ્રીતિવિશેષથી અપરિમિત સ્વસ્થતાના ગુણકૃત પ્રીતિના પ્રકર્ષવાળા પરમ સુખથી તૃપ્ત જ હોય છે. ll૪/૧૦ ભાવાર્થ : બાર દેવલોક સુધીના કલ્પપપન્ન દેવો છે, ત્યારપછી રૈવેયકાદિના દેવો કલ્પાતીત છે. તે દેવોને દેવીઓ સાથે મૈથુનસેવનનો કોઈ પ્રકારનો પરિણામ થતો નથી તેથી તે અપ્રવીચારવાળા છે. કેમ તેઓને મૈથુનસેવનનો પરિણામ થતો નથી ? એથી કહે છે – અલ્પ સંક્લેશવાળા છે=ઇન્દ્રિયોના અન્ય વિષયોમાંથી આનંદ લેવાની વૃત્તિ થાય તેવો સંક્લેશ હોવા છતાં દેવીઓ સાથે મૈથુનનો પરિણામ કરવાનો સંક્લેશ તેઓને નથી તેથી અલ્પ સંક્લેશવાળા છે. તે પ્રકારના મૈથુનના સંક્લેશ વગરના હોવાથી માનસિક રીતે સ્વસ્થ છે જેથી શીતલ પરિણામવાળા છેત્રવિકારની પીડા વગરના છે.
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy