SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૬ અહીં પ્રશ્ન થાય કે કર્મભૂમિ શબ્દનો અર્થ શું છે ? તેથી ભાષ્યકારશ્રી કહે છે ૧૬૩ સંસારરૂપી જે દુર્ગ છે તેનો અંત કરનાર એવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક મોક્ષમાર્ગ તે મોક્ષમાર્ગના જાણનારા, મોક્ષમાર્ગને ક૨ના૨ા અને મોક્ષમાર્ગના ઉપદેશને દેનારા ભગવાન પરમઋષિ એવા તીર્થંકરો આ કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે, અહીં ઉત્પન્ન થયેલા સિદ્ધ થાય છે, અન્યત્ર સિદ્ધ થતા નથી. આથી મોક્ષપ્રાપ્તિ માટેના કર્મની ભૂમિ તે કર્મભૂમિ કહેવાય, એ વ્યુત્પત્તિ અનુસાર આ પંદર કર્મભૂમિઓ છે; પરંતુ જ્યાં વાણિજ્યાદિક કૃત્યો થાય છે તે અપેક્ષાએ આ પંદર કર્મભૂમિઓ નથી, એ પ્રકારનો અર્થ ફલિત થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સંસાર ચાર ગતિઓના પરિભ્રમણરૂપ છે તેથી અનેક પ્રકારનાં દુ:ખોથી ઘેરાયેલો છે, જેના અંતને ક૨ના૨ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર મોક્ષમાર્ગ છે. તીર્થંકરો કેવલજ્ઞાન, કેવલદર્શન દ્વારા આ મોક્ષમાર્ગનું પરમાર્થિક સ્વરૂપ સમ્યગ્ રીતે જોનારા છે, એથી મોક્ષમાર્ગના જ્ઞાતા છે. અને છદ્મસ્થ જીવો તીર્થંકરના વચનના બળથી કાંઈક અંશથી મોક્ષમાર્ગને જાણી શકે છે, પૂર્ણ નહીં. આથી જ ચૌદપૂર્વધરો પ્રાતિભજ્ઞાનના અભાવને કારણે ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરી શકતા નથી. તીર્થંકરો મોક્ષમાર્ગને કરનારા છે=કયા પ્રકારનો મોક્ષમાર્ગ છે ? એને બતાવનારા છે, અને યોગ્ય જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપનારા છે. આવા તીર્થંકરો જે ભૂમિમાં ઉત્પન્ન થાય અને જ્યાંથી સિદ્ધ થાય તે કર્મભૂમિ છે. આવો અર્થ કરવાથી એ પ્રાપ્ત થાય કે મોક્ષમાર્ગને સેવવાને અનુકૂળ એવી જે ભૂમિ તે કર્મભૂમિ છે. અંતરદ્વીપ સહિત શેષ વીસ ભૂમિઓ અકર્મભૂમિઓ છે, આ પ્રમાણે કહ્યા પછી વીસ ભૂમિઓનું વર્ણન સામાન્યથી ભાષ્યકારશ્રીએ પૂર્વમાં કરેલ; કેમ કે પૂર્વમાં સાત ક્ષેત્રો અને તેના વિભાગ કરનારા છ પર્વતો બતાવેલા તેનાથી જે સાત ભૂમિઓની પ્રાપ્તિ હતી તેમાં જંબૂદ્વીપની ત્રણ કર્મભૂમિ પ્રાપ્ત થાય, બાકીની ચાર અકર્મભૂમિની પ્રાપ્તિ થાય; એ રીતે ધાતકીખંડ અને પુષ્કરવ૨દ્વીપાર્ધમાં જંબુદ્રીપ કરતાં દ્વિગુણ આઠ આઠ અકર્મભૂમિ પ્રાપ્ત થાય તેની સ્પષ્ટતા પૂર્વના ભાષ્યમાં થયેલ, પરંતુ અંતરદ્વીપરૂપ અકર્મભૂમિનું વર્ણન પૂર્વના કથનમાં ક્યાંય પ્રાપ્ત ન હતું, તેથી ભાષ્યકારશ્રી ‘તદ્યા’થી અકર્મભૂમિનું વર્ણન કરે છે. જંબુદ્રીપની આજુબાજુ લવણસમુદ્ર ગોળાકાર રહેલો છે. જંબુદ્વીપમાં ભરતક્ષેત્ર પછી હિમવંત પર્વત છે અને ઉત્તરદિશામાં ઐરાવત ક્ષેત્ર પછી શિખરી પર્વત છે. તે બંને પર્વતોમાં પૂર્વના ભાગથી અને પશ્ચાર્ધ ભાગથી ચાર વિદિશામાં ત્રણસો યોજન લવણસમુદ્રને અવગાહન કરીને ચાર પ્રકારની મનુષ્યજાતિવાળા ચાર અંતરદ્વીપો રહેલા છે. તે રીતે ક્રમશઃ ચારસો યોજન, પાંચસો યોજન, છસો યોજન, સાતસો યોજન, આઠસો યોજન અને નવસો યોજન ગયા પછી ક્રમશઃ ચારસો યોજનના, પાંચસો યોજનના, છસો યોજનના, સાતસો યોજનના, આઠસો યોજનના અને નવસો યોજનના આયામ વિધ્વંભવાળા ચાર-ચાર અંતરદ્વીપો છે. આ રીતે ભાષ્યમાં કહ્યું તે પ્રમાણે કુલ અઠ્ઠાવીસ અંતરદ્વીપો હિમવંત પર્વતના પ્રાપ્ત થાય છે અને અઠ્ઠાવીસ અંતરદ્વીપો શિખરીના પ્રાપ્ત થાય છે.
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy