________________
૧૫૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૧, ૧૨ જાણવા. જેથી જંબૂદ્વીપમાં રહેલાં સર્વ સ્થાનોના ક્ષેત્રોનું પ્રમાણ તે પ્રમાણે કાઢી શકાય. તે રીતે જંબુદ્રીપ સિવાયનાં ક્ષેત્રોનું પ્રમાણ આ ગણિતથી સર્વત્ર કાઢી શકાય. II૩/૧૧॥
અવતરણિકા :
આ રીતે ગ્રંથકારશ્રીએ જંબુદ્વીપમાં વર્તતા સર્વ પર્વતો વગેરેનું સંક્ષેપથી વર્ણન પૂરું કર્યું. હવે જંબુદ્રીપથી અન્ય દ્વીપોના વર્ણનને કહેવાની ઇચ્છાથી કહે છે -
-
સૂત્ર :
નિર્યાતીન્દ્રે ।।૩/૨૨।।
સૂત્રાર્થ
-
દ્વિ=દ્વિગુણ=જંબુદ્વીપમાં જે પર્વતાદિ બતાવ્યાં તે સર્વ દ્વિગુણ, ધાતકીખંડમાં છે. II૩/૧૨/
ભાષ્યઃ
ये एते मन्दरवर्षवंशधरा जम्बूद्वीपेऽभिहिता एते द्विगुणा धातकीखण्डे द्वाभ्यामिष्वाकारपर्वताभ्यां दक्षिणोत्तरायताभ्यां विभक्ताः, एभिरेव नामभिर्जम्बूद्वीपकसमसङ्ख्याः पूर्वार्धेऽपरार्धे च चक्रारसंस्थिता, निषधसमोच्छ्रायाः कालोदलवणजलस्पर्शिनो वंशधराः सेष्वाकारा अरविवरसंस्थिता वंशा કૃતિ ા/શા
ભાષ્યાર્થ :
*****
ये • કૃતિ ।। જે આ મંદર=મેરુપર્વત, વર્ષ=ક્ષેત્રો, અને વંશધરો=પર્વતો, જંબુદ્વીપમાં કહેવાયા એ બે ગણા ધાતકીખંડમાં છે.
કઈ રીતે ધાતકીખંડમાં દ્વિગુણરૂપે રહેલા છે ? તે સ્પષ્ટ કરે છે –
દક્ષિણ ઉત્તર લંબાઈવાળા બે ઇષુ આકારવાળા પર્વતોથી વિભક્ત એવા દ્વિગુણ આ પર્વતાદિ છે, એમ અન્વય છે. અને આ જ નામ વડે=જંબુદ્વીપના પર્વતાદિનાં નામો છે એ જ નામો વડે, જંબુદ્વીપની સમ-સંખ્યાવાળા પૂર્વાર્ધમાં અને અપરાર્ધમાં પર્વતાદિ રહેલા છે.
કઈ રીતે રહેલા છે ? તે સ્પષ્ટ કરે છે –
ચક્રના આરાથી સંસ્થિત છે=ચક્રની નાભિમાં પ્રતિબદ્ધ આરાની જેમ રહેલા છે. વળી તે પર્વતો નિષધપર્વતની સમાન ઊંચાઈવાળા છે. વળી તે પર્વતો કાલોદધિ અને લવણસમુદ્રને સ્પર્શનારા છે. વળી તે પર્વતો સઇજુ આકારવાળા છે. અને તે પર્વતોની વચમાં સંસ્થિત વંશો છે=ક્ષેત્રો છે, તે બતાવવા માટે ભાષ્યમાં આરામાં વિવરમાં રહેલા વંશો છે એમ કહેલ છે.
‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. ।।૩/૧૨/