SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ સૂત્ર-૧૧ દક્ષિણ અને ઉત્તરના વૈતાઢ્ય સમાન આયામ, સમાન વિષ્કલ, સમાન અવગાહના અને સમાન ઊંચાઈવાળા છે. વળી જેમ મેરુપર્વતની દક્ષિણદિશામાં હિમવંત પર્વત છે તેમ ઉત્તરદિશામાં શિખરી પર્વત છે. તે બન્ને સમાન આયામ-વિખંભાદિવાળા છે. વળી જેમ દક્ષિણમાં મહાહિમવંત પર્વત છે તેમ ઉત્તરમાં રુક્મિ પર્વત છે. તે બંને પર્વતો સમાન આયામ-વિખંભાદિવાળા છે. વળી જેમ દક્ષિણમાં મહાવિદેહથી પૂર્વે નિષધપર્વત છે તેમ ઉત્તરમાં મહાવિદેહથી પૂર્વે નીલપર્વત છે. તે પણ સમાન આયામ-વિખંભાદિવાળા છે. આ રીતે ભાષ્યકારશ્રીએ અત્યાર સુધી જંબૂદ્વીપમાં વર્તુળાકારે રહેલ મેરુપર્વત અને તેની આજુબાજુ વીંટળાઈને રહેલા પર્વતો અને ક્ષેત્રોનું સામાન્યથી સ્વરૂપ બતાવ્યું. હવે અઢીદ્વીપમાં જંબૂઢીપથી અતિરિક્ત ધાતકીખંડ અને પુષ્કરવરદ્વીપાધના મેરુપર્વત આદિનું સ્વરૂપ બતાવે છે – ધાતકીખંડ અને પુષ્કરવરદ્ધિીપાર્ધમાં ચાર મેરુઓ રહેલા છે, જે જંબૂદ્વીપના મેરુપર્વતથી કાંઈક નાના છે, તેથી તેને સુદ્રમંદર કહેલ છે અર્થાતુ નાના પર્વતો કહેલા છે. તે મોટા મેરુપર્વતથી પંદર હજાર યોજન હીન ઊંચાઈમાં છે અને ભૂમિમાં છસો યોજન હીન વિખંભવાળા છે. એથી એ પ્રાપ્ત થાય કે જંબૂઢીપનો મેરુ એક લાખ યોજનાનો છે અને ધાતકીખંડ, પુષ્કરાઈના ચાર મેરુપર્વતો ૮૫ હજાર યોજનની ઊંચાઈવાળા છે. જંબૂઢીપના મેરુપર્વતની જમીનમાં પહોળાઈ દશ હજાર યોજનની છે, જ્યારે ધાતકીખંડ અને પુષ્કરાધના મેરુની પહોળાઈ નવ હજાર ચારસો યોજન છે. તે ચારેય મેરુનો પ્રથમ કાંડ જંબૂદીપના મેરુ જેટલો છે, બીજો કાંડ સાત હજાર યોજન ન્યૂન છે. અર્થાત્ છપ્પન હજાર યોજન પ્રમાણ છે અને ત્રીજો કાંડ આઠ હજાર યોજન ન્યૂન છે અર્થાત્ અઠ્ઠાવીસ હજાર યોજનનો ત્રીજો કાંડ છે. વળી જંબૂદ્વીપના મેરુ જેવા જ ધાતકીખંડ અને પુષ્કરાર્ધના ચારેય મેરુપર્વતમાં ભદ્રશાલવન અને નંદનવન છે. વળી બીજા કાંડમાં પંચાવન હજાર પાંચસો યોજન ઉપરમાં સૌમનસવન છે, જે મોટા મેરુની જેમ પાંચસો યોજન વિસ્તૃત છે. ત્યારપછી અઠ્ઠાવીસ હજાર યોજન ઉપર પાંડુકવન છે. જે ચારસો ચોરાણું યોજન વિસ્તૃત છે અર્થાત્ જંબુદ્વીપના મેરુતુલ્ય છે. વળી મેરુપર્વતના ત્રીજા કાંડના ઉપરમાં જંબુદ્વીપના મેરૂમાં જેમ હજાર યોજન વિખંભ છે, તેટલો જ વિખંભ ધાતકીખંડ અને પુષ્કરાઈના નાના મેરુઓનો છે. જંબુદ્વીપનો મેરુ જેમ ભૂતળમાં હજાર યોજન અવગાહનાવાળો છે તેમ ધાતકીખંડના પુષ્કરાઈના નાના મેરુઓ હજાર યોજન અવગાહનાવાળા છે. વળી જંબૂદીપના મેરુની ચૂલિકા જે પ્રમાણે આયામ-વિખંભવાળી છે, તત્સમાન જ ધાતકીખંડ અને પુષ્કરાઈના નાના મેરુની પણ ચૂલિકા છે.
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy