SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩| સૂગ-૧૧ ઈચ્છાના અવગાહથી ઊત એવા અવગાહથી અભ્યસ્ત એવા વિધ્વંભના ચતુર્ગુણનું જે મૂળ=વર્ગમૂળ, જ્યાં છે. જેમ ભરતક્ષેત્રની જ્યા જાણવી હોય તો ભરતક્ષેત્રની જ્યાં ઇચ્છાનો વિષય છે. અને તેની=ભરતક્ષેત્રની, અવગાહના જે પ૨૬ યોજન અને છ કળા છે, તેનાથી ઊન અવગાહનવાળા જંબૂદ્વીપનો વિખંભ ગ્રહણ કરવો અર્થાત્ જંબૂદ્વીપના લાખ યોજનમાંથી ભરતક્ષેત્રના વિખંભને બાદ કરવો અને જે સંખ્યા આવે તેને ભરતક્ષેત્રની અવગાહનાથી અભ્યસ્ત કરવામાં આવે અર્થાત્ ગણવામાં આવે જે સંખ્યા આવે તેને ચારથી ગુણવામાં આવે અને તેનું વર્ગમૂળ કાઢવામાં આવે જે સંખ્યા આવે તે ભરતક્ષેત્રની જીવા કહેવાય એ પ્રમાણે અન્ય પણ મહાવિદેહાદિ ક્ષેત્રની જીવા આ ગણિતાનુસાર કાઢી શકાય છે. કોઈપણ ક્ષેત્રના જીવાના બળથી ઈષનું પ્રમાણ =વિષ્ક્રભનું પ્રમાણ, કઈ રીતે પ્રાપ્ત થઈ શકે તેનું ગણિત બતાવે છે – જ્યાનો=ઈચ્છાના ક્ષેત્રના વિષયભૂત જયાનો, અને જંબુદ્વીપના વિધ્વંભના વર્ગનો જે વિશેષ તેનું મૂળ=વર્ગમૂળ તે વિધ્વંભથી શોધ્ય જે પ્રાપ્ત થાય તે શેષનું અર્ધ ઈષ છે. જેમ ભરતક્ષેત્રની જ્યા ૧૪૪૭૧ અને છ કળા છે અને જંબૂઢીપનો વિખંભ એક લાખ યોજનાનો છે. તે બંનેનો વર્ગ કરવામાં આવે ત્યારપછી જંબૂદ્વીપના વિખંભના વર્ગમાંથી જ્યાનો વર્ગ બાદ કરવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય તેનું મૂળ કરવામાં આવે=વર્ગમૂળ કરવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય તેને વિખંભથી શોધ્યા કરવામાં આવે=વિષ્ઠભમાંથી બાદ કરવામાં આવે, અને જે સંખ્યા પ્રાપ્ત થાય તેનાથી અર્ધ પ્રમાણ ઇષનું માન તે ક્ષેત્રનું પ્રાપ્ત થાય. વળી કોઈક અપેક્ષિત ક્ષેત્રની ઈષની પ્રાપ્તિ થઈ હોય તેના ઉપરથી ધતુકાષ્ઠ કેટલા પ્રમાણવાળું છે? તેનું ગણિત બતાવે છે – ઇષનો વર્ગ છ ગણો કરાયો હોય અને જ્યાના વર્ગથી યુક્ત હોય તેનું વર્ગમૂળ કાઢવાથી જે સંખ્યાની પ્રાપ્તિ થાય તેટલું ધતુકાષ્ઠનું પ્રમાણ છે. ભરતક્ષેત્રાદિના જ્યાવર્ગ અને ઈષવર્ગની પ્રાપ્તિના બળથી જંબુદ્વીપના વિધ્વંભને કાઢવાનું ગણિત બતાવે છે – ભરતક્ષેત્રના જ્યાવર્ગના ચોથા ભાગથી યુક્ત એવા ઈષનો વર્ગ કરવાથી જે સંખ્યા આવે તેને ઈષની સંખ્યાથી વિભક્ત કરવામાં આવે અથત ભાગવામાં આવે તો તેની પ્રતિકૃતિવાળા વતનો વિખંભ પ્રાપ્ત થાય. ભરતક્ષેત્ર આદિની જે જ્યા વગેરે લીધેલ હોય તેની પ્રતિકૃતિવાળા જંબુકીપનો વિખંભ પ્રાપ્ત થાય. વળી બૂઢીપાદિમાં રહેલા પર્વતોની અને ક્ષેત્રની બાહુ કેટલા યોજન છે? તેનું માપ કાઢવાનું ગણિત બતાવે છે –
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy