SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪ ૧૧૯ કૂતરાઓ નિર્દય ક્રોધ કરે છે અને અન્યોન્ય પ્રહાર કરે છે તે પ્રમાણે નારકીઓને અવધિના વિષય વડે દૂરથી જ અન્યોન્યને જોઈને તીવ્રઅનુશયવાળો ખરાબ અંતવાળો ભવનો હેતુ ક્રોધ થાય છે તેથી=તે ક્રોધ ખરાબ અંતવાળો ભવનો હેતુ છે તેથી, પૂર્વમાં જ દુઃખના સમુદ્ઘાતથી આર્ત એવા નારકીના જીવો ક્રોધની અગ્નિથી દીપ્ત થયેલા મનવાળા=અન્ય નારકીઓ પ્રત્યે અત્યંત ક્રોધિત થયેલા મનવાળા, અતાર્કિક એવા કૂતરાની જેમ સમુદ્ધત વૈક્રિય ભયાનક રૂપને કરીને ત્યાં જ પૃથ્વીના પરિણામથી થયેલા=ક્ષેત્ર અનુભાવથી થયેલા, અયઃશૂલ, શિલા, મુશલ, મુગર, કુંત, તોમર, અસિ, પટ્ટિશ, શક્તિ, યોધન, ખડ્ગ, લાકડી, પરશુ, ભિણ્ડિમાલાદિ આયુધોને ગ્રહણ કરીને કર, ચરણ અને દાંતો વડે કરીને અન્યોન્યને હણે છે. તેથી પરસ્પર અભિહત થયેલા વિકૃત અંગવાળા, વિસ્તાર કરાતા એવી ગાઢ વેદનાવાળા, કતલખાનામાં પ્રવિષ્ટ જાણે પાડા, શુકર, ઉરભની જેમ બૂમો પાડતા, રુધિરકર્દમમાં પણ ચેષ્ટા કરે છે. આ વગેરે પરસ્પર ઉદીરિત દુઃખો નરકમાં નારકીઓને થાય છે. ।।૩/૪ ભાવાર્થ ઃ નારકીઓ ૫રસ્પર એકબીજાને દુઃખની ઉદીરણા કરનારા છે અર્થાત્ પોતાનાથી અન્ય નારકીઓને દુઃખ ઉત્પન્ન કરવાને અનુકૂળ યત્ન કરનારા છે. આ પ્રકારે સૂત્રથી પ્રાપ્ત અર્થને બતાવ્યા પછી ભાષ્યકારશ્રી કહે છે ક્ષેત્રસ્વભાવ જનિત અશુભ પુદ્ગલના પરિણામથી તેઓને દુઃખો થાય છે એ પ્રકારનો અર્થ, અર્થથી પ્રાપ્ત થાય છે. વળી ક્ષેત્રસ્વભાવ જનિત પુદ્દગલના પરિણામથી થનારું ના૨કીઓનું દુઃખ ઘણા પ્રકા૨નું છે તેમાંથી શીત અને ઉષ્ણ પુદ્ગલના પરિણામથી થનારું દુઃખ ભાષ્યકારશ્રીએ પૂર્વમાં વર્ણન કર્યું. તેની સ્મૃતિ કરાવીને હવે ક્ષેત્રપરિણામથી જનિત ક્ષુધાના અને પિપાસાના દુઃખને નારકીઓ કઈ રીતે વેદન કરે છે ? તે બતાવે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ના૨કી જે ક્ષેત્રમાં રહેલા છે તે ક્ષેત્ર સ્વભાવથી જ એવું છે કે ત્યાંના પુદ્ગલો નારકીઓને શીતવેદના કરે એવા શીત પરિણામવાળા હોય. કેટલીક નારકીઓમાં ક્ષેત્રના સ્વભાવને કારણે ત્યાંના પુદ્ગલો કેવલ ઉષ્ણ સ્વભાવવાળા છે, તેથી તે નારકીના જીવોને ઉષ્ણવેદના કરે તે રીતે કેટલીક નારકીમાં ક્ષેત્રના સ્વભાવને કારણે ના૨કીઓને જે શરીર પ્રાપ્ત થયું છે તેના પુદ્ગલોનો એવો સ્વભાવ છે કે તે નારકીના જીવોને ઉત્કટ ક્ષુધા અને ઉત્કટ પિપાસાદિ દુઃખો સદા વર્તે. નારકીના જીવોને વર્તતી ઉત્કટ ક્ષુધા કેવા પ્રકારની હોય છે ? તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે - અગ્નિ ઉત્પન્ન થયેલો હોય તેમાં શુષ્ક પાંદડાં આદિનો સમૂહ સતત નાંખવામાં આવે, જેનાથી તે અગ્નિ અતિ તીવ્ર બનેલો હોય તે અગ્નિથી કોઈનું શરીર બળતું હોય તેની જેમ તીક્ષ્ણ વિસ્તાર પામતા સુધારૂપી અગ્નિથી નારીઓના જીવોનું શરીર સતત બળે છે, જેના કા૨ણે પ્રતિસમય આહાર દ્વારા જગતવર્તી સર્વ પુદ્ગલોને ખાય તેવો સંયોગ મળે તોપણ તેઓને તૃપ્તિ થઈ શકે નહીં. આશય એ છે કે જગતવર્તી જે કોઈ પુદ્ગલો છે તે સર્વ જો આહારપરિણામરૂપે પરિણમન પામે અને ના૨કીનો જીવ તે સર્વનું ભક્ષણ કરી જાય
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy