________________
૧૦૬
સૂત્રઃ
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨
-
અધ્યાય-૩ / સૂત્ર-૨
તાલુ નરાઃ ||૨/૨૫
સૂત્રાર્થ
--
તે સાત પૃથ્વીમાં નરકો છે=નરકનાં સ્થાનો, છે. II૩/૨/
ભાષ્યઃ
तद्यथा
तासु- रत्नप्रभाद्यासु भूमिषु ऊर्ध्वमधश्चैकैकशो योजनसहस्रमेकैकं वर्जयित्वा मध्ये नरका भवन्ति । उष्ट्रिकापिष्टपचनीलोहीकरकेन्द्रजानुकाजन्तोकायस्कुम्भायः कोष्ठादिसंस्थाना वज्रतलाः सीमन्तकोपक्रान्ताः, रौरवोऽच्युतो रौद्रो हाहारवो घातनस्तापनः शोचनः क्रन्दनो विलपनश्छेदनो भेदनः खटापटः कलपिञ्जर इत्येवमाद्याः अशुभनामानः, कालमहाकालरौरवमहारौरवाऽप्रतिष्ठानपर्यन्ताः । रत्नप्रभायां नरकाणां प्रस्तरास्त्रयोदश, द्विद्व्यूनाः शेषासु, रत्नप्रभायां नरकावासानां त्रिंशच्छतसहस्राणि, शेषासु पञ्चविंशतिः पञ्चदश दश त्रीणि एकं पञ्चोनं नरकशतसहस्त्रमित्याषष्ठ्याः, सप्तम्यां तु पञ्चैव महानरका इति ।।३ / २।।
ભાષ્યાર્થ -
.....
तासु • કૃતિ ।। તે રત્નપ્રભાદિ પૃથ્વીમાં ઊર્ધ્વ અને નીચે એકેક પૃથ્વીમાં એકેક હજાર યોજન મૂકીને મધ્યમાં નરકો છે=નરકના આવાસો છે.
તે આ પ્રમાણે – ઉષ્ટિક, પિષ્ટપચતી, લોહીકરક, ઇન્દ્રજાનુકા, જન્તોક, અયકુંભ, અયસ્કોષ્ઠાદિ સંસ્થાનવાળા, વજતલવાળા, સીમંતકથી ઉપક્રાંત તરકાવાસો છે. જેઓનાં કેટલાંક નામ બતાવે છે. રૌરવ, અચ્યુત, રૌદ્ર, હાહારવ, ઘાતન, તાપન, શોચન, ક્રંદન, વિલપત, છેદન, ભેદન, ખટાપટ, કલપિંજર, એ વગેરે અશુભ નામવાળા કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ, અપ્રતિષ્ઠાન પર્યંત નરકાવાસો છે.
રત્નપ્રભા પૃથ્વીમાં નરકના પ્રસ્તરો તેર છે. શેષમાં=બીજી આદિ પૃથ્વીમાં, બે બે ન્યૂન પ્રસ્તરો છે. રત્નપ્રભામાં ત્રીસ લાખ નરકાવાસો છે. શેષ પૃથ્વીઓમાં પચ્ચીસ લાખ, પંદર લાખ, દશ લાખ, ત્રણ લાખ, પાંચથી ન્યૂન એવા એક લાખ નરકાવાસો છે. એ પ્રમાણે છઠ્ઠી સુધી, વળી સાતમી પૃથ્વીમાં પાંચ જ મહાનરકાવાસો છે. ।।૩/૨।।
ભાવાર્થ :
પ્રથમ સૂત્રમાં રત્નપ્રભાદિ સાત પૃથ્વીઓ છે તેમ કહ્યું તે સાત પૃથ્વીઓમાં નરકની ભૂમિઓ છે. આ નરકભૂમિ રત્નપ્રભાદિ પૃથ્વીમાં કયા સ્થાને છે ? તે સ્પષ્ટ કરતાં ભાષ્યકા૨શ્રી કહે છે