SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર–૧ ઘનોદધિ હોય, તેના નીચે ઘનવાત હોય, તેના નીચે તનવાત હોય અને આકાશ સર્વ સ્થાનમાં રહેલ હોય. આ સર્વ વ્યવસ્થા લોકના સ્વભાવને અનુરૂપ રહેલી છે, કોઈનાથી કરાયેલી નથી. વળી અસંખ્ય કોટીકોટી પ્રમાણ વિસ્તૃત એવી રત્નપ્રભાદિ એક એક પૃથ્વી છે. તે રત્નપ્રભાદિ પૃથ્વીઓ સાત છે. તેથી એ નિયમની પ્રાપ્ત થઈ કે રત્નપ્રભાદિના રત્નકાંડ, પંકકાંડ આદિનું ગ્રહણ કરીને અનિયત સંખ્યાવાળી આ પૃથ્વી નથી, પરંતુ નિયત એવી રત્નપ્રભાદિ સાત જ પૃથ્વીઓ છે. વળી બીજું શું છે ? તે કહે છે નીચેમાં સાત જ પૃથ્વીઓ છે, અધિક નથી અને ઊર્ધ્વમાં એક જ પૃથ્વી છે, એને ગ્રંથકારશ્રી દશમા અધ્યાયમાં કહેશે=આઠમી પૃથ્વી ઈષત્સાભાર પૃથ્વી છે જેના ઉપર સિદ્ધના જીવો રહેલા છે જેનું વર્ણન ગ્રંથકારશ્રી દશમા અધ્યાયમાં કરશે. ભાષ્યઃ अपि च तन्त्रान्तरीया असङ्ख्येयेषु लोकधातुषु असङ्ख्येयाः पृथिवीप्रस्तारा इत्यध्यवसिताः, तत्प्रतिषेधार्थं च सप्तग्रहणमिति सर्वाश्चैता अधोऽधः पृथुतराश्छत्रातिच्छत्रसंस्थिताः, घर्मा वंशा शैला अञ्जना रिष्ठा माघव्या माघवीति च आसां नामधेयानि यथासङ्ख्यमेवं भवन्ति । रत्नप्रभा घनभावेनाशीतं योजनशतसहस्त्रम्, शेषा द्वात्रिंशदष्टाविंशतिविंशत्यष्टादशषोडशाष्टाधिकमिति, सर्वे घनोदधयो विंशतियोजनसहस्राणि, घनवाततनुवातास्त्वसङ्ख्येयानि, अधोऽधस्तु घनतरा विशेषेખેતિ ાર/શા ભાષ્યાર્થ : अपि च વિશેષનેતિ 11 અને વળી તંત્રાંતરીયો=બૌદ્ધદર્શનવાળા, અસંખ્યેય લોકધાતુઓમાં અસંખ્યેય પૃથ્વીના પ્રસ્તરો છે એ પ્રમાણે અધ્યવસિત છે=એ પ્રમાણે માને છે, તેના પ્રતિષેધ માટે સાત ગ્રહણ છે. ‘કૃતિ' શબ્દ કથનની સમાપ્તિ માટે છે. અને સર્વ આ=સર્વ પણ આ, સાત પૃથ્વીઓ નીચે નીચે પૃથુતર છત્રાતિછત્ર=ઉપર નાનું છત્ર, નીચે તેનાથી મોટું છત્ર, એ પ્રકારના સંસ્થાનથી સંસ્થિત છે. આમના=સાત પૃથ્વીના, ઘર્મા, વંશા, શૈલા, અંજના, રિષ્ટા, માઘવ્યા, માઘવી, એ નામ યથાસંખ્યયથાક્રમ, આ પ્રમાણે જાણવા. રત્નપ્રભા ઘનભાવથી એક લાખ એંશી હજાર યોજન છે, શેષ બીજી આદિ બત્રીશ હજાર, અઠ્યાવીસ હજાર, વીસ હજાર, અઢાર હજાર, સોળ હજાર, આઠ હજાર અધિક છે=બીજી પૃથ્વી એક લાખ બત્રીસ હજાર યોજન છે, ત્રીજી પૃથ્વી એક લાખ અટ્ઠાવીસ હજાર છે, ચોથી પૃથ્વી એક લાખ વીસ હજાર છે, પાંચમી પૃથ્વી એક લાખ અઢાર હજાર, છઠ્ઠી પૃથ્વી એક લાખ સોળ હજાર છે અને સાતમી પૃથ્વી એક લાખ આઠ હજાર છે. -
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy