________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ની
પ્રસ્તાવના |
'
અધ્યાય-૨
પ્રથમ અધ્યાયમાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્ર મોક્ષમાર્ગ છે, તેમ બતાવ્યું. ત્યારપછી સમ્યગ્દર્શન જીવ આદિ સાત તત્ત્વોની શ્રદ્ધારૂપ છે તેમ કહ્યું. તેથી જિજ્ઞાસા થાય કે જીવ કેવા સ્વરૂપવાળો છે ? માટે જીવના સ્વરૂપને બતાવવા અર્થે પરામિક આદિ ભાવરૂપ જીવ છે, તેમ બીજા અધ્યાયમાં બતાવે છે. તે
પશમિક આદિ ભાવો પાંચ ભેદવાળા છે. તેથી તે પાંચ ભેદો અને તેના અવાંતર ભેદોનું પ્રથમ નિરૂપણ કરે છે.
જીવનું લક્ષણ ઉપયોગ છે. તેથી ઉપયોગના ભેદો બતાવેલ છે. ત્યારબાદ સંસારી અને મુક્ત એમ બે પ્રકારના જીવો છે. તે જીવો પણ મનવાળા અને મન વગરના છે તેમ બતાવેલ છે. સંસારી જીવો એકેન્દ્રિય આદિના ભેદવાળા છે તે બતાવીને ઇન્દ્રિયોનું સ્વરૂપ બતાવવા અર્થે દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના ભેદો બતાવ્યા છે, જેથી ઇન્દ્રિયો અને મન કઈ રીતે બોધમાં કારણ છે ? તેનો વિશદ બોધ થાય છે.
વળી, જીવો વિગ્રહગતિમાં કેવા યોગવાળા હોય છે? કઈ રીતે વિગ્રહગતિથી જન્માંતરમાં જાય છે, તેનું સ્વરૂપ બીજા અધ્યાયમાં બતાવેલ છે. વળી, જીવો સંમૂર્છાિમરૂપે, ગર્ભરૂપે અને ઉપપાતરૂપે ઉત્પન્ન થનારા છે તેથી જીવોની યોનિ કેવા સ્વરૂપવાળી છે? તેનો વિસ્તારથી બોધ બીજા અધ્યાયમાં કરેલ છે. વળી, દારિક આદિ પાંચ શરીરોનું સ્વરૂપ પણ બીજા અધ્યાયમાં બતાવેલ છે તથા કયા જીવને કેટલા શરીર હોય ? તેનું વર્ણન બીજા અધ્યાયમાં કરેલ છે.
સંસારી જીવો ત્રણ પ્રકારના વેદનોના ઉદયવાળા છે. તેથી કઈ ગતિમાં કયા વેદના ઉદયની પ્રાપ્તિ છે? તેનું સ્વરૂપ બીજા અધ્યાયમાં બતાવ્યું છે. વળી, સંસારી જીવોનું આયુષ્ય અપવર્તનીય અને અનપવર્તનીય તથા સૌપક્રમ અને નિરુપક્રમ છે, તેનું વર્ણન પણ બીજા અધ્યાયમાં કરાયેલું છે. અધ્યાય-૩
ત્રીજા અધ્યાયમાં નારીના જીવો ક્યાં રહેલા છે ? તે નારકીઓનું સ્વરૂપ કેવા પ્રકારનું છે? તેઓને કયા પ્રકારની વેદનાઓ વર્તે છે ? ઇત્યાદિનું સ્વરૂપ વિસ્તારથી બતાવેલ છે. ત્યારબાદ નારકીના જીવોની સ્થિતિ કેટલા કાલમાનવાળી છે, તેનું વિસ્તારથી વર્ણન કરાયેલું છે. ત્યારબાદ તિસ્કૃલોકમાં અસંખ્યાત દ્વિીપ-સમુદ્રો કઈ રીતે રહેલા છે ? જંબૂઢીપ આદિ દ્વીપોમાં ભરત આદિ ક્ષેત્રો કઈ રીતે રહેલા છે ? તે બતાવ્યું છે. ત્યારબાદ આર્ય અને પ્લેચ્છ એમ બે પ્રકારના મનુષ્યોમાંથી ૯ પ્રકારના આર્યો કેવા સ્વરૂપવાળા