SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨/ સૂત્ર-પર પૂર્વમાં કહેલા નિમિતરૂપ અપવર્તનોથી કર્મના ફળનો ઉપભોગ ક્ષિપ્ત થાય છે અને કુતપ્રણાશ, અકૃત અભ્યાગમ અને અલપણું નથી. ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. પર/પરા આ પ્રમાણે તત્વાધિગમસૂત્ર નામના અહમ્રવચનસંગ્રહમાં બીજો અધ્યાય સમાપ્ત થયો. ભાવાર્થ જેમ સંખ્યાન શાસ્ત્રમાં કોઈ નિપુણ પુરુષે મોટી સંખ્યાથી મોટી સંખ્યાનો ગુણાકાર કરવો હોય કે મોટી સંખ્યાથી મોટી સંખ્યાનો ભાગાકાર કરવો હોય ત્યારે ગણિતશાસ્ત્રની મર્યાદા અનુસાર છેદથી તે મોટી સંખ્યાનું અપવર્તન કરીને ગુણાકાર કે ભાગાકાર કરે છે જેથી તે ગુણાકારથી અને ભાગાકારથી પ્રાપ્તવ્ય રાશિને શીધ્ર પ્રાપ્ત કરે છે. તેની જેમતે સંખ્યાનાચાર્ય છેદથી જેમ તે રાશિનું અપવર્તન કરે છે તેની જેમ, ઉપક્રમથી અભિહત થયેલો પુરુષ=દેહનો શીઘ નાશ કરે તેવા આયુષ્યના ઉપક્રમના નિમિત્તે વિષાદિના યોગને કારણે અભિહિત થયેલો પુરુષ, મરણસમુદ્ધાતના દુઃખથી આર્ત બને છે અર્થાત્ તે વિષાદિના કારણે જે દુઃખની પીડા થાય છે તે મારણાંતિકસમુદ્ધાતનું કારણ બને છે અને તે મારણાંતિકસમુદ્ધાતકાળમાં આયુષ્યકર્મ જે દીર્ઘ સ્થિતિવાળા હતા તેને અલ્પ સ્થિતિવાળા કરીને ઉદય આવલિકામાં પ્રક્ષેપ કરવારૂપ અનાભોગ એવો યોગ તે જીવમાં વર્તે છેઃકર્મને અલ્પ કરવા સ્વરૂપ અનાભોગ વ્યાપાર વર્તે છે. કર્મને અલ્પ કરવા સ્વરૂપ અનાભોગ વ્યાપારરૂપ કરણવિશેષને ઉત્પન્ન કરીને તે આયુષ્યના ફળનો ભોગ કરવા અર્થે આયુષ્યકર્મનું અપવર્તન મારણાંતિકસમુઘાતની ક્રિયાથી કરે છે ત્યારે તેને બાંધેલા આયુષ્યના ફળનો અભાવ થતો નથી પરંતુ તે આયુષ્યનો શીધ્ર ભોગવટો થાય છે. જેમ સંખ્યાન આચાર્યે છેદથી સંખ્યાનું અપવર્તન કરેલ તોપણ ગુણાકાર કે ભાગાકાર દ્વારા પ્રાપ્તવ્ય રાશિનો અભાવ થતો નથી તેમ બાંધેલા આયુષ્યના ભોગનો અભાવ પ્રાપ્ત થતો નથી પરંતુ જેમ છેદથી સંખ્યાન આચાર્યને શીધ્ર પ્રાપ્તવ્ય સંખ્યા પ્રાપ્ત થાય છે તેમ કર્મના અપવર્તનથી તે જીવને તે આયુષ્યનો ભોગ શીધ્ર થાય છે. અહીં વિશેષ એ છે કે જેઓને સંખ્યાન આચાર્યની જેમ ગણિત પ્રક્રિયામાં વિશેષ નૈપુણ્ય નથી તેઓ મોટી સંખ્યાના ગુણાકારો અને ભાગાકારો દીર્ઘકાલે કરીને તેનાથી પ્રાપ્ત કરવા યોગ્ય સંખ્યાને પ્રાપ્ત કરે છે તેમ જેઓને ઉપક્રમની સામગ્રી પ્રાપ્ત થયેલી નથી તેથી મારણાંતિક સમુદ્ધાતને પ્રાપ્ત કરેલ નથી તેવા જીવો બંધાયેલું આયુષ્ય કાલની મર્યાદા અનુસાર જે ક્રમથી ઉદયમાં આવવા માટે ગોઠવાયેલું છે તે ક્રમ અનુસાર દીર્ઘકાલે ભોગવીને તે આયુષ્યકર્મના ફલને અનુભવે છે. સંખ્યાનાચાર્ય જેમ સંખ્યાનું અપવર્તન કરીને શીઘ ગુણાકાર અને ભાગાકારની રાશિને પ્રાપ્ત કરે છે તેમ જેઓ ઉપક્રમની સામગ્રીને પામીને મારણાંતિક સમુદ્રઘાત દ્વારા આયુષ્યકર્મનું અપવર્તન કરે છે તેઓને તે આયુષ્યના ફલનો ભોગ શીધ્ર પ્રાપ્ત થાય છે. વળી “અથવાથી આયુષ્યની અપવર્તન થાય છે. તે અન્ય દષ્ટાંતથી બતાવે છે – જેમ ધોવાયેલું વસ્ત્ર જલથી ભીનું હોય અને તેને સૂકવ્યા વગર એકઠું કરીને મૂકવામાં આવે તો તે વસ્ત્ર ચિરકાળથી સુકાય છે તેમ જીવે જે આયુષ્ય બાંધ્યું છે તે આયુષ્યના દળિયા કાળને આશ્રયીને જે રીતે
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy