SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાવગમસૂત્ર ભાગ-૨અધ્યાય-૨| સૂત્ર-પર कण्टकाग्न्युदकाह्यशिताजीर्णाशनिप्रपातोबन्धनश्वापदवज्रनिर्घातादिभिः क्षुत्पिपासाशीतोष्णादिभिश्च द्वन्द्वोपक्रमैरायुरपवर्त्यते, अपवर्तनं शीघ्रमन्तर्मुहूर्तात्कर्मफलोपभोगः, उपक्रमोऽपवर्तननिमित्तम् । ભાષાર્થ - પતિ:.... ૪૫મોડપવર્તનનિમિત્તમ્ II ઔપપાતિક, ચરમદેહવાળા, ઉત્તમપુરુષો, અસંખ્યયવર્ષના આયુષ્યવાળા જીવોએ અવાવર્તનીયઆયુષ્યવાળા હોય છે. ત્યાં=અપવર્તનીયઆયુષ્યવાળા જીવોમાં, “પપાતિક નારક અને દેવો છે.” (અ. ૨, સૂ૦ ૩૫) એ પ્રમાણે કહેવાયું. ચરમદેહવાળા મનુષ્ય જ હોય છે, અન્ય નહીં. ચરમદેવવાળા એટલે અંતિમ દેહવાળા એ પ્રકારનો અર્થ છે, જેઓ તે જ શરીરથી સિદ્ધ થશે. ઉત્તમ પુરુષો તીર્થકર, ચક્રવર્તી, અર્ધચક્રવર્તી-વાસુદેવ, આદિ છે. અસંખ્ય આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચયોતિવાળા છે. દેવફર સહિત ઉત્તરકુરુ આત્મક અકર્મભૂમિમાં અને અંતરદ્વીપ સહિત અકર્મભૂમિમાં–દેવકુ, ઉત્તરકુર, ૫૬ અંતરદ્વીપ, હેમવંત, હરિવર્ષ, રમ્યફ અને હિરણ્યવરૂપ ૩૦ અકર્મભૂમિમાં અને કર્મભૂમિમાં સુષમસુષમારૂપ આરામાં, સુષમારૂપ આરામાં, સુષમદુઃષમારૂપ આરામાં અસંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યો છે. અહીં જ=તિષ્ણુલોકમાં જ, બાહ્ય દ્વીપોમાં અને સમુદ્રોમાં અઢીદ્વીપની બહારના દ્વીપ-સમુદ્રોમાં, રહેલા તિર્યંચો અસંખ્યાત આયુષ્યવાળા છે. પપાતિક એવા દેવ અને નારકીઓ અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા પૂર્વમાં વર્ણન કર્યું તેવા મનુષ્ય-તિર્યંચો તિરુપક્રમ આયુષ્યવાળા છેeતેઓને અનપવર્તનીય એવું નિરુપક્રમઆયુષ્ય છે. ચરમદેહવાળા સોપક્રમ અને વિરુપક્રમ આયુષ્યવાળા છે અર્થાત ચરમદેહવાળાને અનપવર્તનીયઆયુષ્ય હોવા છતાં ઉપક્રમથી નાશ પામે અને ઉપક્રમ વગર (સહજ રીતે) નાશ પામે એવું આયુષ્ય હોય છે. આ પપાતિક એવા દેવ, નારકીઓ, ચરમદેહવાળા અને અસંખ્યાતવર્ષના આયુષ્યવાળા જીવોથી શેષ મનુષ્યો અને તિર્યંચો, સોપક્રમ, નિરુપક્રમ, અપવર્તનીય અને અનપવર્તનીયઆયુષ્યવાળા હોય છે. ત્યાં જેઓ અપવર્તનીયઆયુષ્યવાળા છે તેઓને વિષ, શસ્ત્ર, કંટક, અગ્નિ, પાણી, અહિઅશિત= સાપથી દંશ, અજીર્ણ, અશનિપ્રપાત=વીજળીનું પડવું, ઉદ્દબંધન=ગળે ફાંસો, વ્યાપદનો નિર્ધાત અને વજનો વિદ્યુત આદિ વડે અને ક્ષત, પિપાસા, શીત, ઉષ્ણ આદિના ઢંઢરૂપ ઉપક્રમ વડે આયુષ્ય અપવર્તન પામે છે. અપવર્તન શીઘ અંતર્મુહૂર્તથી કર્મલનો ઉપભોગ છે. ઉપક્રમ અપવર્તનનું નિમિત છે. ભાવાર્થ અવતરણિકામાં કહેલ કે અપવર્તનીય અને અનપવર્તનીય એમ બે પ્રકારનું આયુષ્ય છે. તેથી અનપવર્તનીયઆયુષ્ય ક્યા કયા જીવોને ચાર ગતિમાં છે ? તે બતાવવા અર્થે કહે છે –
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy