________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨| સૂત્ર-૪૯, ૫૦
કેમ આહારકશરીર ક્યારેક સંભવતું નથી ? તેથી કહે છે – શાસ્ત્રમાં આહારકશરીરનું જઘન્ય અંતર એક સમયનું છે. તેથી કોઈકે આહારકશરીર બનાવ્યું અને તેના વિસર્જન પછી એક સમય પછી અન્ય કોઈ મહાત્મા આહારકશરીર કરે તો એક સમયનું અંતર પ્રાપ્ત થાય અને ઉત્કૃષ્ટથી છ મહિનાનું અંતર છે. તેથી કોઈ મહાત્મા આહારકશરીર કરીને મહાવિદેહાદિમાં જાય, ત્યારપછી છ મહિને અવશ્ય કોઈ મહાત્મા આહારકશરીર કરીને તે પ્રકારે પ્રશ્ન અર્થે અન્ય ક્ષેત્રમાં જાય છે. વળી આહારકશરીર કોઈ બનાવે તો જઘન્યથી એક હોય છે અને ઉત્કૃષ્ટથી એક સાથે નવ હજાર થાય છે. તેથી અન્ય સર્વ શરીરો કરતાં આહારકશરીરની સંખ્યા થોડી પ્રાપ્ત થાય છે. આહારકશરીર કરતાં વૈક્રિયશરીર અસંખ્યયગુણા હોય છે; કેમ કે નારક અને દેવો અસંખ્યાતા છે. વળી દેવ-નારકીની અસંખ્યાતની સંખ્યા પણ અસંખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણીના સમયની સંખ્યા પ્રમાણ સંખ્યા છે તેથી આહારકશરીર કરતાં વૈક્રિયશરીરો ઘણી મોટી સંખ્યામાં છે.
વૈક્રિયશરીર કરતાં ઔદારિકશરીર અસંખ્યયગુણા છે; કેમ કે તિર્યંચોનાં અને મનુષ્યોનાં શરીરોનું અસંખ્ય ગુણપણું છે. ઔદારિકશરીરથી તૈજસ-કાશ્મણશરીર અનંતગુણ છે; કેમ કે તૈજસ-કાશ્મણશરીર પ્રત્યેક એવા સંસારી સર્વજીવોને હોય છે તેથી અનંતા છે. ||રાકલા ભાષ્ય :
अत्राह-आसु चतसृषु संसारगतिषु को लिङ्गनियमः ? अत्रोच्यते - जीवस्यौदयिकेषु भावेषु व्याख्यायमानेषूक्तम्-'त्रिविधमेव लिङ्गं-स्त्रीलिङ्गं पुल्लिङ्गं नपुंसकलिङ्गमिति' (अ० २, सू० .. ६) तथा चारित्रमोहे नोकषायवेदनीये त्रिविध एव वेदो वक्ष्यते-'स्त्रीवेदः पुंवेदो नपुंसकवेद' (अ०८, सू० १०) इति तस्मात् त्रिविधमेव लिङ्गमिति । तत्र - ભાષ્યાર્થ:
ગાદિ તત્ર – અહીં આ અવસરમાં=પાંચ શરીરના વર્ણનના અવસરમાં, પ્રશ્ન કરે છે શિષ્ય પ્રશ્ન કરે છે – આ ચાર પ્રકારની) સંસારની ગતિઓમાં લિંગનો નિયમ શું છે? એ પ્રશ્નમાં ઉત્તર આપે છે – વ્યાખ્યાયમાન એવા ઔદથિકભાવોમાં જીવનું “સ્ત્રીલિંગ, પુંલિંગ, નપુંસકલિંગ” એ પ્રકારે વિવિધ લિંગ બતાવાયું છે. (અ. ૨, સૂ૦ ) અને ચારિત્રમોહમાં નોકષાયવેદનીય વિષયક વિવિધ જ વેદ કહેવાશે – “સ્ત્રીવેદ, યુંવેદ-પુરુષવેદ અને નપુંસકવેદ” (અ) ૮, સૂ૦ ૧૦) તે કારણથી=ત્રિવિધ જ લિંગ છે અને વિવિધ જ વેદ છે તે કારણથી, ત્રિવિધ જ લિંગ છે. તેમાં કોને કયું લિંગ છે ? તે સૂત્રમાં બતાવે છે – ભાવાર્થ
પૂર્વમાં ભાષ્યકારશ્રીએ દારિક આદિ પાંચ શરીરોનો પરસ્પર ભેદ કઈ અપેક્ષાએ છે ? તેનું સ્થાપન કર્યું. ત્યાં કોઈ શંકા કરે છે કે સંસારમાં વર્તતી ચાર ગતિઓમાં લિંગનો શો નિયમ છે? તેનો ઉત્તર આપતાં