SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ તત્વાર્થાવગમસૂત્ર ભાગ-૨ / અધ્યાય-૨| સૂગ-૪૯ (૨) વિષયથી : ગમનના વિષયથી પાંચ શરીરનો ભેદ છે તે આ પ્રમાણે – વિદ્યાધરના ઔદારિકશરીરને આશ્રયીને નંદીશ્વર સુધી ગમનનો વિષય છે. જંઘાચરણને આશ્રયીને રુચકપર્વત પર્યત તિÖ ગમનનો વિષય છે અને ઊર્ધ્વમાં પાંડકવન સુધી ગમનનો વિષય છે. વૈક્રિયશરીરનો અસંખ્યાત દ્વીપ-સમુદ્ર સુધી ગમનનો વિષય છે; કેમ કે ઉત્કૃષ્ટથી વૈક્રિયશરીરવાળા જીવો અસંખ્યાત દ્વીપસમુદ્ર સુધી જઈ શકે છે. આહારકશરીરનો મહાવિદેહક્ષેત્ર સુધી ગમનનો વિષય છે અને તૈજસશરીરકાર્મણશરીરના ગમનનો વિષય ચૌદ રાજલોક છે; કેમ કે એકેન્દ્રિય તૈજસ-કાશ્મણશરીરને લઈને ત્રસનાડીની બહાર પણ જઈ શકે છે. તેથી સર્વત્ર તૈજસ-કાશ્મણશરીરના ગમનનો વિષય છે. (૩) સવામીચી: ઔદારિકશરીરના સ્વામી મનુષ્ય અને તિર્યંચ છે, તેથી અન્ય શરીરથી ભિન્ન છે. વૈક્રિયશરીરના સ્વામી દેવ, નારક અને કેટલાક તિર્યંચ, મનુષ્યો છે, તેથી વૈક્રિયશરીરના અન્ય શરીરથી ભેદ છે. આહારકશરીરના સ્વામી ચૌદપૂર્વધર સંયત મનુષ્ય છે, અન્ય નથી, તેથી તેનો અન્ય શરીરથી ભેદ છે. તૈજસ-કાશ્મણના સ્વામી સર્વ સંસારી જીવો છે, માટે અન્ય શરીરથી ભેદ છે. (૪) પ્રયોજનથી :આ પ્રયોજનના ભેદથી ઔદારિક આદિ શરીરોનો પરસ્પર ભેદ છે. ઔદારિકશરીરનું પ્રયોજન ધર્મની નિષ્પત્તિ છે=મોક્ષને અનુકૂળ એવી જીવની પરિણતિની નિષ્પત્તિ છે, અધર્મની નિષ્પત્તિ છે ચાર ગતિઓની પ્રાપ્તિનું કારણ બને તેવા પાપની નિષ્પત્તિ છે. સુખ-દુઃખ પ્રયોજન છે; કેમ કે દારિકશરીરથી જીવ, શાતા-અશાતારૂપ સુખ-દુઃખનું વેદન કરે છે. વળી ઔદારિકશરીર કેવળજ્ઞાનાદિ પ્રાપ્તિના પ્રયોજનવાળું છે; કેમ કે ઔદારિકશરીરના બળથી મહાત્માઓ ક્ષપકશ્રેણી પર ચડીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. વૈક્રિયશરીરનું પ્રયોજન સ્કૂલ શરીર બનાવવું, સૂક્ષ્મ શરીર બનાવવું, અનેક શરીરમાં એકત્વભાવને કરવું, આકાશમાં ચરવું, ક્ષિતિજમાં ગતિ કરવી વગેરે અનેક લક્ષણવાળી વિભૂતિ એ પ્રયોજન છે. સૂક્ષ્મ વ્યવહિત અને દૂર અવગાહ એવા અર્થનો નિર્ણય કરવો એ આહારકશરીરનું પ્રયોજન છે. આથી તેવા અર્થના સંશયના નિવારણ અર્થે ચૌદપૂર્વી આહારકશરીર દ્વારા મહાવિદેહમાં જાય છે. વળી આહારનો પાક કરવો, કોઈને શાપ આપવો કે કોઈના ઉપર અનુગ્રહ કરવો તે તૈજસશરીરનું પ્રયોજન છે. ભવાંતરમાં ગમન પરિણામ એ કાર્મણશરીરનું પ્રયોજન છે. (૫) પ્રમાણથી પાંચેય શરીરોમાં પ્રમાણકૃત ભેદ આ પ્રમાણે છે –
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy