SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थाधिगमसूत्रम् [t o परिच्छिद्यमानत्वात् अर्था इत्युच्यन्ते । धर्माधर्माकाशाख्यास्तु अनादिपारिणामिकेनैव गतिस्थित्यवगाहस्वभावेन परिच्छिद्यन्ते, यतो न कदाचित् तामवस्थां अत्याक्षुस्त्यजन्ति અનાદિ પારિણામિક-ભાવથી - પુદ્ગલો આ રીતે જણાય છે. પુદ્ગલો પણ અનુપયોગ સ્વરૂપ (અર્થાત્ જ્ઞાન-દર્શનના અભાવ રૂપ) જે અજીવત્વ = અજીવપણું - જડપણું છે, તે રૂપ જે અનાદિ પારિણામિક-ભાવ છે, તેનાથી જણાય છે, માટે અર્થ છે. તથા (ii) સાદિ પારિણામિક-ભાવથી - પુદ્ગલો આ રીતે જણાય છે. કૃષ્ણ (કૃષ્ણ વર્ણવાળો) નીલ વગેરે રૂપ સાદિ પારિણામિક ભાવ છે,તેનાથી પુદ્ગલ દ્રવ્ય જણાય છે, માટે તે ‘અર્થ’ છે. ४८ ચંદ્રપ્રભા : આમાં પ્રથમ પુદ્ગલનો (i) અજીવત્વ = જડતા સ્વરૂપ ‘અનાદિ પારિણામિક ભાવ' હોવાથી જ ક્યારેય કોઈપણ પુદ્ગલ = જડદ્રવ્ય એ જ્ઞાનાદિ રૂપે = જીવ રૂપે બનતું નથી. પુદ્ગલના જડરૂપ સ્વભાવને જો અનાદિ ન મનાય તો ક્યારેક તે જડમાંય ચેતના-જ્ઞાનાદિરૂપતા ઉત્પન્ન થવાની આપત્તિરૂપ દોષ આવે. તથા પુદ્ગલનાં (ii) કૃષ્ણ વર્ણવાળાપણું વગેરે જે સાદિ પારિણામિક (સ્વભાવરૂપ) ભાવો છે, તે બદલાયા કરે છે, દા.ત. માટીનો ઘડો કાચો હોય ત્યારે કૃષ્ણ વર્ણવાળો હોય છે, પછી તેને ભઠ્ઠીમાં પકાવાય ત્યારે લાલ વર્ણવાળો થાય છે. અર્થાત્ લાલ વર્ણનો આરંભ સાદિપણું થાય છે. માટે તે પુદ્ગલનો સાદિ પારિણામિક ભાવ કહ્યો છે. = અહીં એ ધ્યાનમાં રાખવું કે જે અનાદિ હોય તેનો ક્યારેય અંત પણ ન હોય... જીવ વગેરેના જીવત્વ વગેરે પારિણામિક ભાવો અનાદિ હોવાથી તેનો અંત પણ ક્યારેય આવતો નથી. વળી જે સાદિ છે, તેનો ક્યારેક અંત પણ અવશ્ય આવે જ છે. દા.ત. પુદ્ગલના કૃષ્ણવર્ણ આદિ પારિણામિક ભાવો સાદિ છે, માટે તેનો અંત પણ આવે જ છે. અર્થાત્ તેમાં લાલવર્ણ આદિ રૂપ બદલાવ (Change) આવવાથી કૃષ્ણ વર્ણનો અંત થવાથી તે પારિ. ભાવ સાંત = અંત-સહિત બને છે. આ પ્રમાણે અન્યત્ર પણ વિચારવું. * ધર્માસ્તિકાયાદિમાં અનાદિ-સાદિ પારિણામિક-ભાવની વિચારણા પ્રેમપ્રભા : તથા (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય અને (૩) અકાશાસ્તિકાય એ ત્રણ પદાર્થો દ્રવ્યો તો ગતિ વગેરે સ્વભાવ રૂપે (i) અનાદિ પારિણામિક ભાવથી જ જણાય છે. પણ (ii) સાદિ પારિ. ભાવથી જણાતાં નથી. તેમાં (૧) ધર્મ = ધર્માસ્તિકાય એ ગતિ સહાયક રૂપ, (૨) અધર્મ = અધર્માસ્તિકાય એ સ્થિતિ સહાયકરૂપ અને (૩) આકાશાસ્તિકાય એ અવકાશ આપવાના સ્વભાવ રૂપ પારિણામિક આકાશ = ૧. પારિપુ | ાશાસ્તુ મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy