________________
३८२ तत्त्वार्थाधिगमसूत्रम्
[ એ केवलस्य तस्यैव पर्यायकथनं करोति -
भा० केवलं परिपूर्ण समग्रमसाधारणं निरपेक्षं विशुद्धं सर्वभावज्ञापकं लोकालोकविषयमनन्तपर्यायमित्यर्थः ॥ ३० ॥
टी० केवलं परिपूर्ण भण्यते, सकलं द्रव्यभावजालं परिच्छिन्दत् परिपूर्णमिति, यथैकं जीवपदार्थं तथा परमपि परिच्छिन्दत् समग्रमिति व्यपदिश्यते, असाधारणं मत्यादिज्ञानैरतुल्यत्वात्, निर्गता आलोकेन्द्रियादिरूपा अपेक्षा यत्र तन्निरपेक्षं, ग्राह्यं मुक्त्वा नेन्द्रियादीन्यपेक्षत इति यावत् । विशुद्धं अशेषज्ञानदर्शनावरणमलविलयनात् सर्वभावज्ञापकमिति सर्वेषां સર્વદ્રવ્યો અને તેના સર્વ પર્યાયો કેવળજ્ઞાનનો વિષય બને છે અને આના કરતા બીજો કોઈ ય = જાણવા યોગ્ય વિષય/પદાર્થ નથી, જે કેવળજ્ઞાન વડે પ્રકાશિત કરાયેલ ન
હોય.
આ પ્રમાણે વિષયને જણાવીને ભાષ્યમાં તે જ કેવળજ્ઞાનના પર્યાયોનું = સમાનાર્થી શબ્દોનું કથન કરે છે
ભાષ્ય : કેવળ એટલે (૧) પરિપૂર્ણ (૨) સમગ્ર (૩) અસાધારણ (૪) નિરપેક્ષ (૫) વિશુદ્ધ (૬) સર્વભાવજ્ઞાપક (૭) લોકાલોકવિષયવાળું કારણ કે અનંત-પર્યાયવાળું છે. (૧-૩૦)
એક કેવળજ્ઞાનના સાત પર્યાચો એક પ્રેમપ્રભા : “કેવળ' શબ્દના પર્યાયશબ્દો જણાવતાં ભાષ્યકાર કહે છે- (૧) પરિપૂર્ણ: કેવળ શબ્દથી “પરિપૂર્ણ અર્થ કહેવાય છે. આથી પરિપૂર્ણ એ કેવળનો પર્યાય = સમાનાર્થી શબ્દ છે. સકળ દ્રવ્ય અને ભાવોને = પર્યાયોને જાણનારું હોય તે પરિપૂર્ણ જ્ઞાન કહેવાય. (૨) સમગ્ર : જેમ એક જીવ પદાર્થને જાણતું હોય તેમ બીજા પણ (અજીવ આદિ) પદાર્થનો બોધ કરતું હોય (આમ એક-એક કરતાં) સર્વને જાણે તે “સમગ્ર' કહેવાય. (૩) અસાધારણ : મતિ વગેરે ચાર જ્ઞાનો સાથે તુલ્ય = સમાન ન હોવાથી અતુલ્ય = અસાધારણ છે. (૪) નિરપેક્ષઃ જે જ્ઞાન કરવામાં આલોક = એટલે પ્રકાશ, ઇન્દ્રિયો આદિની અપેક્ષા નીકળી ગઈ છે – રહી નથી તે નિરપેક્ષ કહેવાય. અર્થાત્ પોતાને ગ્રાહ્ય વિષય = જોય વસ્તુ સિવાય ઇન્દ્રિય, પ્રકાશ વગેરે બાહ્ય નિમિત્તોની અપેક્ષા ન હોવાથી કેવળજ્ઞાન “નિરપેક્ષ
છે.