________________
२०९
ભૂ૦ ૮]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् तदतिक्रमेण व्यवस्थिता अनन्ता, साऽपि जघन्यादिभेदत्रयानुगता अनुयोगद्वारार्थिनाऽधिगमनीया। [अनुयोगद्वार० सू० ४६९-५१६] य एते सम्यग्दर्शनसमन्विताः सत्त्वा गत्यादिषु ते कियन्त इति तद्वन्त इह पृच्छ्यन्ते । उक्तं चेदं पुरस्तात्, ततः पृच्छति-कियत् सम्यग्दर्शनं-किंपरिमाणास्ते सम्यग्दर्शनिन इत्यर्थः । स्वयमेवोद्घट्टयति सङ्ख्याभिज्ञः सन्किं सङ्ख्येयं सम्यग्दर्शनराशिमभ्युपगच्छामः, उतासङ्ख्येयं, उतानन्तमिति ? एवं पृष्टे आह-उच्यते-असङ्ख्येयानि सम्यग्दर्शनानि, न सङ्ख्येया नाप्यनन्ताः, किं तर्हि ? असङ्ख्येयाः सम्यग्दर्शनिन इति । क्षयसम्यग्दृष्टीन् सिद्धान् केवलिनश्च विरहय्य शेषाः (૩) અન્ય સંખ્યા જે અસંખ્યય રૂપ સંખ્યાના વિષયને પણ વટાવીને ઓળંગીને
વ્યવસ્થિત/રહેલી છે તેને “અનંત' કહેવાય છે. તે પણ જઘન્ય આદિ ૩ ભેદથી સહિત છે. વિસ્તારથી બોધ કરવાના અભિલાષકો વડે “અનુયોગદ્વાર' સૂત્ર (પૂ. પ્રવર્તક જંબૂવિજય મ.સંપાદિત અનુ. હા, સૂ૦૪૯૭ થી ૨૧૯)થી આ સંખ્યા-પદાર્થ જાણવા યોગ્ય છે.
જે આ ગતિ વગેરે દ્વારોને વિષે સમ્યગદર્શનથી યુક્ત જીવો છે, તે કેટલાં છે? આ પ્રમાણે સમ્યગદર્શનવાળા (જીવો) અંગે અહીં પ્રશ્ન પુછાય છે. આ વાત પૂર્વે એમ સિદ્ધસેનીયા ટીકામાં કહેલી જ છે. તેથી અહીં અન્ય વ્યક્તિ પ્રશ્ન કરે છે.
પ્રશ્ન : સમ્યગદર્શન કેટલું છે ? કેટલી સંખ્યાવાળું છે ? તેનો અર્થ એ છે કે તે સમ્યગદર્શનવાળા જીવો કેટલાં પરિણામવાળા (સંખ્યાવાળા) છે ? અહીં પૂછનાર (શિષ્યાદિ) વ્યક્તિ સંખ્યાના સ્વરૂપને જાણતો હોવાથી સ્વયં તે સંખ્યા-સ્વરૂપને પ્રગટ રીતે પૂછે છે કે, શું આપણે સંખ્યય સમ્યગુદર્શનની રાશિને (સમૂહને) માનીએ છીએ ? કે અસંખ્યય સમ્યગ્દર્શનની રાશિને સ્વીકારીએ છીએ કે પછી અનંત સમ્યગદર્શનના સમુદાયનો અંગીકાર કરીએ છીએ? આવો પ્રશ્ન કરાતાં ભાષ્યમાં જવાબ આપે છે.
જવાબ : અસંખ્યય સમ્યગુદર્શનો છે. અર્થાત્ સંખેય નથી કે અનંત પણ નથી. તો શું છે ? અસંખેય છે અર્થાત્ અસંખ્યય સમ્યગ્દર્શની જીવો છે. અહીં “અસંખ્યય સમ્યગદર્શનો છે.” એવા ભાષ્યના વિધાનથી ક્ષાયિક-સમ્યગૃષ્ટિ એવા સિદ્ધાત્માઓ અને કેવળી ભગવંતોને છોડીને બાકીના સંસારમાં રહેલાં જેટલાં પણ ક્ષાયિકાદિ સમ્યગદર્શની જીવો છે, તેઓનો નિર્દેશ કરાય છે.
પ્રશ્ન: જો આમ હોય તો જેઓ (ક્ષાયિક સમ્યગ્દષ્ટિ એવા) સિદ્ધાત્માઓ અને કેવળી આત્માઓ છે, તેઓ કેટલાં છે ? તેનો જવાબ આપતાં કહે છે. ૨. પૂ. અનુચોદાવતથનાગધિમુ. |