________________
પ્રસ્તાવના
જગતના સર્વ દેશોમાં ભારતનું અગ્રગણ્ય સ્થાન તેની સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનને લઇને છે એ નિર્વિવાદ છે. દુનિયાના દેશો જ્યારે વસ્ત્રપરિધાન કે વ્યવહાર પણ શિખ્યા નહોતા ત્યારે ભારત તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિના ઉચ્ચ શિખરે વિરાજત હતો.
આ ભારતની સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનમાં જૈનસંસ્કૃતિ અને તેનું તત્ત્વજ્ઞાન સર્વોચ્ચ છે. કારણ કે આ સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનના વિધાયક અને પ્રચારક પુરુષો કેવળ સર્વસંગત્યાગી પુરુષો છે. આ ત્યાગી પુરુષો જ્યાં જ્યાં વિચર્યા અને ત્યાં ત્યાં તેમની સૌરભ પહોંચી ત્યાં સર્વે ઠેકાણે તેમણે તેમના જ્ઞાન, આચાર અને વિચારમાં ત્યાગ બતાવ્યો છે. ત્યાગથી પલ્લવિત જૈનસંસ્કૃતિના ધુરંધરોનું સર્વ સાહિત્ય પછી તે ગમે તે વિષયનું હોય તે સર્વ ત્યાગપ્રધાન છે તેમાં બિલકુલ શંકાને સ્થાન નથી.
મહાત્યાગી મહાવીરદેવ પરમાત્માએ સર્વત્યાગ અને દેશ ત્યાગરૂપ ધર્મ પ્રરૂપ્યો. આ સર્વત્યાગ અને દેશત્યાગ, ધર્મની સિદ્ધિ, ફળ અને વિચારણાને જણાવનાર પ્રભુઉપદિષ્ટ ત્રિસૂત્રીના વિસ્તારસ્વરૂપ દ્વાદશાંગી છે. જે દ્વાદશાંગી સકળજૈનશાસનનું મૌલિક અને વિસ્તૃત તત્ત્વજ્ઞાન છે અને તત્ત્વજ્ઞાનના અંશને પામી સકળ જગતનું શુદ્ધ તત્ત્વજ્ઞાન થઈ વિસ્તાર પામ્યું છે.
જૈનશાસનના ધરાવાહક મહાત્યાગી પુરુષોએ ત્યાગજીવનની આચરણા માટે માર્ગાનુસારી, દેશવિરતિ અને સર્વવિરતિ ભેદ પાડી સર્વકોઈને શક્ર ત્યાગધર્મની આચરણાનો લાભ લેવા સરળતા કરી છે તેવી રીતે જૈનવામયની સંક્ષિપ્તરુચિ, વિસ્તૃતચિ, અલ્પગષક, તત્ત્વચિંતક વગેરે સર્વને માટે અનેકવિધ સાહિત્ય રચી જૈનતત્ત્વજ્ઞાનનો લાભ લેવાની વ્યવસ્થા કરી આપી છે. જૈનશાસનના સર્વ સાહિત્યોમાં તત્ત્વાર્થસૂત્ર એવો ગ્રંથ છે કે ગમે તે સચિવાળો તેનો આદર કરી ગ્રહણ કરી શકે તેમ છે. ઊંડામાં ઊંડા તત્વવેષકને તત્ત્વની ઊંડી ચર્ચા તેમાંથી પ્રાપ્ત થાય છે અને અ૫માં અલ્પ અભ્યાસીને જૈનશાસનના સર્વતોમુખી તત્ત્વજ્ઞાનનો સંક્ષિપ્ત ખ્યાલ પણ તત્ત્વાર્થસૂત્રમાંથી મળે છે. અર્થાત તત્ત્વાર્થસૂત્ર સમર્થતવવેષક, તત્ત્વજિજ્ઞાસી, અભ્યાસી, કે શ્રદ્ધાળુ સર્વકોઈને એકસરખો ઉપયોગી છે.
આ તત્ત્વાર્થસૂત્ર જૈનશાસનના સર્વઅંગસ્વરૂપ તત્ત્વમીમાંસા, ચારિત્રમીમાંસા અને પ્રમાણમીમાંસા વગેરેથી સર્વમુખી છે. આથી તત્વવેષકો, નિર્મળ ચારિત્રવાંછુઓ અને તાર્કિકશિરોમણિ વગેરે સર્વ પુરુષો આ ગ્રંથ તરફ આકર્ષાયા છે અને આ ગ્રંથને તેમના મનન, દોહન અને નિદિધ્યાસનદ્વારા ખૂબ ખૂબ પરિષ્કૃત કરેલ છે તે વાત આ ગ્રંથ ઉપર થયેલાં અનેકવિધ ટીકા, ટીપ્પણે, નોંધો વગેરે પૂરી પાડે છે.
આ ગ્રંથના સર્વતોમુખી તત્ત્વવિકાસને લઈ જૈનશાસનના સર્વ ફિરકામાં આ ગ્રંથ પ્રમાણભૂત મનાયો છે અને તે તે ફિરકાના અગ્રગણ્ય પુરુષોએ પોતાનો માની તેના ઉપર નોંધ, ચર્ચા અને વિવેચનો કર્યો છે. છતાં આ ગ્રંથ શ્રી જૈનતાઅર સંપ્રદાયનો હોવાની વાત છૂપી રહી શકતી નથી.
આ ગ્રંથના ઉપર શ્રીસિદ્ધસેનગણિવર પૂનિત નામધેય હરિભદ્રસૂરિજી, માતૃહૃદયી મલયગિરિજીમહારાજ, પરમતાર્કિક ઉ. યશોવિજયજીગણિ અને ચિરંતન મુનિઓએ ટીકાઓ લખી છે અને ૩૩૪ મૂળ સૂત્રાત્મક આ ગ્રંથને સર્વ તત્ત્વજ્ઞાનનો મહાગ્રંથ બનાવ્યો છે. આ ટીકાઓમાં શ્રીસિદ્ધસેનગણિની ૧૦૦૦૦ શ્લોકપ્રમાણ ટીકા આજે ખૂબ પ્રસિદ્ધ છે.
તત્ત્વાર્થસૂત્રના દરેક સૂત્રો અનેક અર્થસંદર્ભથી ભરપૂર છે છતાં સકલશાસ્ત્રગર્ભવાળા પાંચમા અધ્યાયના ૨૯૩૦-૩૧ એ ત્રિસૂત્રી તો ખૂબ જ અજોડ છે. કારણ કે ભારતીય દર્શનમાં જૈનદર્શનની વિશિષ્ટતા પદાર્થનિરૂપકસ્યાદ્વાદશૈલીને લઈને છે. તેનું ઊંચું તત્વજ્ઞાન, ઉચચ ત્યાગ અને આદર્શોને સત્ય રૂપે સિદ્ધ કરનાર આ સ્યાદ્વાદ છે. આ સ્યાદ્વાદ, યા જેની પદાર્થપ્રતિપાદન શૈલી આ ત્રણ સૂત્રમાં છે. પ્રસ્તુત ગ્રંથ કે જેની ઉપર આ પ્રસ્તાવના છે તે આ ત્રણ સૂત્ર, તેના ઉપર રચાયેલ સ્વોપાભાષ્ય અને સિદ્ધસેનગણની ત્રિસૂરીની ટીકા ઉપરની ત્રિસૂત્રીપ્રકાશિકા નામે ટીકાગ્રંથ છે.