SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ६ આવ્યું હતું. બાદ સૌધર્મેન્દ્રે ત્રિશલામાતા પાસે આવી, ભગવાન સહિત માતાને પ્રણામ કરી, માતાને પોતાની ઓળખાણ આપી, હું આ પ્રભુનો જન્મોત્સવ ઉજવવા માગું છું તેમ જણાવી, અવસ્વાપિની નિદ્રા સમર્પી, ત્રિશલામાતા પાસે કૃત્રિમ પ્રતિબિંબ મૂકી, શક્રે ભગવાનને લીધા હતા. તેમાં સકલ કલ્યાણાથી શકેંદ્ર પાંચ રૂપે ભગવાનને મેગિરિ ઉપર લઈ જાય છે, તેને બદલે શ્રીવીરવિભુના öિમને શકેંદ્રે લીધું અને અન્ય ( ઉછામણીવાળા ) ઇંદ્રોપૈકી એ ઇંદ્રો એ માજી ચામર વિંજતા, એક ઇંદ્ર છત્ર ધરતા, અને એક ઇંદ્ર હાથમાં વજ્ર ઉલાળતા (આ રીતે પાંચ ઇંદ્રો) મેરુગિરિ પાસે આવ્યા. તમામ ઇંદ્ર-ઇંદ્રાણી આદિ દેવગણ એકત્રિત થઈ ગયો . અને દિગન્ત વ્યાપી જયનાદ પૂર્વક શ્રીવીરવિભુના બિંબને લઈને સૌધર્મેન્દ્ર (શકેંદ્ર) મહારાજા મેરુપર્વત ઉપરના સિંહાસને મેઠા. હજારોની મેદની જામી ચૂકી હતી. જાણે સાક્ષાત્ દેવો દેવલોકમાંથી ઊતર્યાં હોય તેવો દેખાવ લાગતો હતો. સૌથી પ્રથમ અચ્યુતંત્રે અભિષેક કર્યો. ક્રમશઃ ૬૩ ઇંદ્રોએ અભિષેકો કર્યા બાદ શત્રે ઈશાનેંદ્રને પોતાના સ્થાનકે એસારી, ઈશાનેંદ્રના ખોળામાં ભગવવાનને બેસાર્યાં હતા. બાદ શક્રેન્દ્રે વૃષભના આકારવાળા કળશોથી ભગવાનને અભિષેક કર્યો, ખાદ ઈશાનેંદ્રના ખોળામાંથી શકે ભગવાનને લઈ લીધા અને પુનઃ સિંહાસન ઉપર ખોળામાં ભગવાનને લઇને બેઠા. બાદ ઇંદ્રાણીઓએ તેમજ અન્ય દેવ દેવીઓએ ઉલટભેર અભિષેકો કર્યાં હતા. આ દૃશ્ય અત્યંત આકર્ષક હતું. જાણે ઇંદ્રપુરી ખડી થઈ ગઈ હોય તેવું મનોહર દૃશ્ય લાગતું. સાક્ષાત્ ઇંદ્રોવિશાળ પરિવાર સમેત મેરુગિરિ ઉપર ભગવાનનો જન્માભિષેક કરી રહ્યા છે,તેવો જ ભાસ થતો હતો. આ બાજુ પંચકલ્યાણકની પૂજા પણ ચાલુ જ હતી. ભગવાનના અભિષેક માદ પૂજા આંગી આરતિ આદિ ખૂબ ઠાઠથી થયાં હતાં. લાખેણી આંગી રચાઈ હતી. જૈન જૈનેતર હજારોનાં ટોળાંએ આ દૃશ્ય–આ પ્રસંગ નિહાળી, વીતરાગધર્મની ભૂરિ ભૂરિ અનુમોદના કરી કૃતકૃત્ય અની પુણ્યભંડારો ભર્યા હતા. પૂજા તેમજ ભાવનામાં જૈન જૈનેતર જનતાની ભીડથી પોળ ઘણી જ સાંકડી લાગતી હતી હજારો જીવોએ આ પ્રસંગનો ઉલટ ભેર લાભ લીધો હતો. તારોપણ—૫૦ પૂ॰ વ્યાકરણવાચસ્પતિ, કવિરત, શાસ્ત્રવિશારદ આચાર્ય શ્રીમદ્વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજશ્રીની વૈરાગ્યકારિણી સુધાસ્રાવિણી અમોઘ વિશદ તેમ જ સચોટ હૃદય ભેદિની દેશનાના પ્રભાવે સેંકડો લોકોએ કંદમૂળભક્ષણ અને રાત્રિભોજન નહિ કરવાનાં, પૂજા સામાયિક પ્રતિક્રમણાદિ કરવાનાં, તથા જુગાર નહીં રમવાનાં પચ્ચકખાણો કર્યાં હતાં. જન્મકલ્યાણક ઉજવાયું તે દિવસે બનેલ તમામ ઇંદ્ર ઇંદ્રાણી આદિ દેવદેવીઓએ યથાશક્તિ વિવક્ષિત કાળ સુધી બ્રહ્મચર્યવ્રત પાલનની પ્રતિજ્ઞા કરી હતી. પ્રતિદિન લોકો આચાર્યશ્રી પાસે તેમજ સાધુઓ પાસે આવીને વિવિધ પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરતા હતા. ચતુર્થ વ્રતોચ્ચારણ આદિ—કાર્યકવદ દશમીએ શાહ જમનાદાસ ડાહ્યાભાઈ કોબાવાળા તરફથી નાણુ મંડાણી હતી. જેમાં બાવીશ જણાંઓએ વિવિધ વ્રતો ઉચ્ચર્યાં હતાં, તે પૈકી ૧૨ પુરુષો અને ૧૦ સ્ત્રીઓ હતી. તેમાં પણ ૯ પુરુષોએ તથા ૩ સ્ત્રીઓએ ચતુર્થ પ્રહ્મચર્યવ્રત ઉચ્ચર્યું હતું. ખારવ્રતો પણ ઘણા પુરુષો તેમજ સ્ત્રીઓએ ઉચ્ચર્યાં હતાં, તદુપરાંત વીશસ્થાનક, નવપદ, જ્ઞાનપંચમી, પોષદશમી, મૌન એકાદશી આદિ અનેક તપો લોકોએ ઉચ્ચર્યાં હતાં. દરેક વ્રતધારીને એકવીસ એકવીસ રૂપીઆ તેમજ દસ દસ શ્રીફળો પ્રભાવનામાં મળ્યાં હતાં. કુલ ૩૧ પ્રભાવનાઓ વ્રતધારીઓને આપવામાં આવી હતી. કાર્તક વદ ૧૩—શાહ રતનચંદ કરમચંદ્ર તરફથી બીજી વખત નાણુ (નંદી) મંડાણી હતી, જેમણે સજોડે ચોથું બ્રહ્મચર્યવ્રત ઉચ્ચર્યું હતું. આ વખતની નાણમાં ૨૫ જણાઓ હતાં, તેમાં ૧૪ પુરુષો અને ૧૧ સ્ત્રીઓ હતી. આ સમયે ત્રણ જણાએ ખાર વ્રત તથા ખીજાઓએ જ્ઞાનપંચમી, વીશસ્થાનક, નવપદ, મૌન એકાદશી, વર્ધમાનતપ, વરસીતપ, સમ્યકત્વ તથા સામાયિકાદિ વ્રતો ઉચ્ચર્યાં હતાં. આમાં યુવાન વર્ગ વિશેષ હતો. ખીજાઓ માટે નાણુ મંડાવનાર તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી, તથા તેમના તરફથી પૂજા, આંગી, ભાવના તેમજ રાત્રિજાગરણ તથા માગસર શુદ બીજના દિવસે નરોડાનો સંઘ કાઢવામાં આવ્યો હતો. વ્રતધારીઓમાં ખાસ ધ્યાન ખેંચનારી વસ્તુ એ હતી કે—જ્યારે દરેક ધર્માનુષ્ઠાનોમાં પ્રાયઃ પુરુષોથી સ્ત્રીઓ અધિક હોય છે—ત્યારે આ વ્રતોચ્ચારણમાં બન્ને વખતે પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી. અર્થાત્ સ્ત્રીઓ કરતાં પુરુષો વ્રતો ઉચ્ચારવામાં અધિક હતા. ઓચ્છવ દરમ્યાન પ્રતિદિન પ્રભાવનાઓ પણ થતી હતી-નરોડા જતાં તથા આવતાં સઈજપુર (બોધા )માં ધના સુતારની પોળવાળા શાહ તલકચંદ જેશિંગભાઇએ ચા પાણી કરાવી, શ્રીસંઘની સારી સેવા બજાવી, ચતુર્વિધ સંઘને વિસામો આપ્યો હતો. નરોડામાં પૂજા બહુ ઠાઠથી ભણાવાઈ હતી. સેંકડો લોકોએ હર્ષભેર લાભ લીધો હતો,
SR No.022537
Book TitleTattvartha Trisutri Prakashika
Original Sutra AuthorN/A
AuthorVijaylavanyasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1945
Total Pages150
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy