SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ જૈનદર્શન અનુસાર પ્રભાવિત થઈને કે પ્રભાવિત કરીને પરસ્પર પરિણમનમાં નિમિત્ત બનતું જાય છે. આ નિમિત્તોનું મિલન ક્યાંક પુરુષપ્રયત્નનિરપેક્ષપણે પરસ્પર સંયોગથી થાય છે તો ક્યાંક કોઈ પુરુષના પ્રયત્નથી થાય છે, જેમ કે કોઈ હાઈડ્રોજનના સ્કન્ધની પાસે હવાની લહેરથી ઊડીને ઑક્સિજનનો સ્કન્ધ પહોંચી જાય તો બન્ને જોડાઈને જલરૂપમાં પિરવર્તિત થઈ જાય છે, અને જો ન પહોંચે તો બન્નેનું પોતપોતાના રૂપમાં જ પરિણમન થતું રહે છે. એ પણ સભવે છે કે કોઈ વૈજ્ઞાનિક પોતાની પ્રયોગશાળામાં ઑક્સિજનમાં હાઈડ્રોજન મેળવે અને એ રીતે બન્નેનો જલપર્યાય બની જાય. અગ્નિ છે, જો તેમાં ભીનું ઇંધણ સ્વયં યા કોઈ પુરુષના પ્રયત્નથી પહોંચી જાય તો ધૂમ ઉત્પન્ન થઈ જાય, અન્યથા અગ્નિની ધીરે ધીરે રાખ બની જાય. કોઈ દ્રવ્ય જબરદસ્તીથી કોઈ બીજા દ્રવ્યમાં અસંભવનીય પરિવર્તન ઉત્પન્ન કરી શકતું નથી. પ્રયત્નો કરવા છતાં પણ અચેતનમાંથી ચેતન કે ચેતનમાંથી અચેતન બની શકતું નથી અને એક ચેતન ચેતનાન્તર યા અચેતન અચેતનાન્તર બની શકતું નથી. બધાં દ્રવ્યો પોતપોતાની પર્યાયધારામાં પ્રવહમાન છે, પ્રત્યેક ક્ષણે નવીન નવીન પર્યાયોને ધારણ કરતાં સ્વમગ્ન છે. .તેઓ એકબીજાના સંભવનીય પરિણમનને પ્રકટ કરવામાં નિમિત્ત બની પણ જાય છે પરંતુ અસંભવ યા અસત્ પરિણમનને ઉત્પન્ન કરી શકતાં નથી. આચાર્ય કુન્દકુન્દે બહુ સુન્દર લખ્યું છે કે - अण्णदविएण अण्णदव्वस्स णो कीरदे गुणुप्पादो । તન્હા 3 સવ્વા ૩નો સહાવેળ ।। સમયસાર, ૩૭૨. અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કોઈ પણ ગુણોત્પાદ કરી શકતું નથી. બધાં દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઉત્પન્ન થાય છે. આમ પ્રત્યેક દ્રવ્યની પરિપૂર્ણ અખંડતા અને પ્રત્યેક દ્રવ્યના વ્યક્તિસ્વાતન્ત્યની ચરમ નિષ્ઠા પર બધાં દ્રવ્યો પોતપોતાના પરિણમનચક્રના સ્વામી છે. કોઈ કોઈના પરિણમનનો નિયન્ત્રક નથી અને ન કોઈના ઇશારે આ લોકનું નિર્માણ યા આ લોકનો પ્રલય થાય છે. પ્રત્યેક સત્નો પોતાના ગુણ અને પર્યાય પર જ અધિકાર છે, અન્ય દ્રવ્યનું પરિણમન તદધીન નથી. આટલી સ્પષ્ટ અને અસંદિગ્ધ સ્થિતિ પ્રત્યેક સત્ની હોવા છતાં પણ પુદ્ગલોમાં પરસ્પર તથા જીવ અને પુદ્ગલનો પરસ્પર તેમ જ સંસારી જીવોનો પરસ્પર પ્રભાવ પાડનારો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ છે. પાણી જો અગ્નિ પર પડે છે તો તેને ઓલવી નાખે છે અને જો પાણી કોઈ પાત્રમાં અગ્નિના ઉપર રાખવામાં આવે છે તો અગ્નિ જ પાણીના સહજ શીતલ સ્પર્શને બદલી નાખીને પાણીને ઉષ્ણ સ્પર્શનો સ્વીકાર કરાવી દે છે. પરસ્પરના પર્યાયોમાં આ રીતે પ્રભાવક નિમિત્તતા હોવા છતાં પણ લોકરચના માટે કોઈ નિત્યસિદ્ધ ઈશ્વર નિમિત્તકારણ યા
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy