________________
શુભાશિષ
જૈન સાહિત્યના અણમોલ ગ્રંથમૌક્તિકો અહીં તહીં વિખરાયેલા જોવા જાણવા સાંભળવા મળે છે. આજથી લગભગ ૩૮ વર્ષ પહેલાં કેટલાક સાક્ષર વિદ્વાનોએ તે મૌક્તિકોને નોંધરૂપે એક માળામાં ગૂંથી લોકો સમક્ષ “જૈન સાહિત્યકા બૃહદ્ ઈતિહાસ નામથી ૧ થી ૭ ભાગમાં હિંદી ભાષામાં પ્રકાશિત કર્યા હતાં.
ગુજરાતી વાચકો પાસે પણ આ બધી જાણકારી પહોંચે તેવા શુભાશયથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટે હિંદી સાતે ભાગોનું ગુજરાતી પ્રો. શ્રી નગીનભાઈ શાહ તથા પ્રો. રમણિકભાઈ શાહ પાસે કરાવી “જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ” ભાગ ૧ થી ૭ પ્રકાશિત કરવા નિર્ણય કર્યો.
અમે તેમના આ પ્રયાસને અંતરથી આવકારીએ છીએ અને હૈયેથી શુભાશિષ આપતાં જણાવીએ છીએ કે તમારા આ પ્રયાસને ગુજરાતી સાક્ષરો, જિજ્ઞાસુઓ, વાચકો ઉમળકાથી વધાવશે. જૈન સાહિત્યની અનેક વિષયોની જાણકારી મેળવી અક્ષરની ઉપાસના દ્વારા અવશ્ય અનાર મેળવશે તેવી શુભેચ્છા
- આચાર્ય શ્રી વિજયચન્દ્રોદયસૂરિ - આચાર્ય શ્રી વિજયઅશોકચન્દ્રસૂરિ વિ.સં. ૨૦૬૦ મહા સુદ-૧૩, બુધવાર
ગોવાલીયાટેક, મુંબઈ.