________________
વિષયપ્રવેશ
૨૯
આવે તો મતભેદની ગુંજાશ કમ છે. મતભેદ તો તે સામાન્ય અવલોકનની વ્યાખ્યા અને નિરૂપણ કરવામાં ઊભા થાય છે. એક સુંદરીનું શબ જોઈને ભિક્ષુને સંસારની અસારતાની ભાવના થાય છે, તો કામી પુરુષના મનમાં કામવાસના જાગે છે, જ્યારે કૂતરો તેને ભક્ષ્ય સમજી પ્રસન્ન થાય છે. જો કે ત્રણેની ક્લ્પનાઓ પાછળ શબદર્શન છે પરંતુ વ્યાખ્યાઓ અને કલ્પનાઓ જુદી જુદી છે.` જો કે નિર્વિકલ્પક દર્શન વસ્તુના અભાવમાં થતું નથી અને તે જ દર્શન પ્રમાણ છે જે અર્થોત્પન્ન છે, પરંતુ પ્રશ્ન એ છે કે કયું દર્શન અર્થથી ઉત્પન્ન થયું છે યા અર્થની સત્તાનું અવિનાભાવી છે ? પ્રત્યેક દર્શનકાર એ જ કહેવાને ટેવાયેલો છે કે અમારા દર્શનકાર ઋષિએ આત્મા આદિનો નિર્મલ બોધથી એવો સાક્ષાત્કાર કર્યો છે જેવો તેમના દર્શનમાં વર્ણવાયો છે. તો પછી એ નિર્ણય કેવી રીતે થાય કે અમુક દર્શન વાસ્તવિક અર્થસમુદ્ભૂત છે અને અમુક દર્શન કેવળ કપોલકલ્પિત છે. તેથી દર્શન શબ્દની આ નિર્વિકલ્પકરૂપ વ્યાખ્યા પણ દર્શનશાસ્ત્રના ‘દર્શન’ને પોતાનામાં બાંધી શકતી નથી.
દર્શનની પૃષ્ઠભૂમિ
જગતનો પ્રત્યેક પદાર્થ અનન્ત ધર્મોનો અખંડ મૌલિક પિંડ છે. પદાર્થનું વિરાટ સ્વરૂપ સમગ્રભાવે વચનોને અગોચર છે. તે સામાન્યરૂપે અખંડ મૌલિકની દૃષ્ટિએ જ્ઞાનનો વિષય બનવા છતાં પણ શબ્દની પહોંચની બહાર છે. કેવલજ્ઞાનમાં જે વસ્તુસ્વરૂપ પ્રકાશે છે તેનો અનન્તમો ભાગ જ શબ્દ દ્વારા પ્રજ્ઞાપનીય બને છે. અને જેટલું શબ્દ દ્વારા કહેવામાં આવે છે તેનો અનન્તમો ભાગ શ્રુતનિબદ્ધ થાય છે. તાત્પર્ય એ કે શ્રુતનિબદ્ધરૂપ દર્શનમાં પૂર્ણ વસ્તુના અનન્ત ધર્મોનું સમગ્રભાવે પ્રતિપાદન થવું શક્ય નથી. તે અખંડ અનન્તધર્મવાળી વસ્તુને વિભિન્ન દર્શનકાર ઋષિઓએ પોતપોતાના દૃષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કર્યો છે અને પોતાના દૃષ્ટિકોણોને શબ્દમાં બાંધવાનો ઉપક્રમ કર્યો છે. જેમ વસ્તુના ધર્મ અનન્ત છે તેમ તે અનન્ત ધર્મના દર્શક દૃષ્ટિકોણો પણ અનન્ત છે અને પ્રતિપાદનના સાધન શબ્દો પણ અનન્ત જ છે. જે દૃષ્ટિઓ વસ્તુના સ્વરૂપનો આધાર છોડીને કેવળ કલ્પનાલોકમાં દોડે છે તે વસ્તુસ્પર્શી ન હોવાના કારણે દર્શનાભાસ જ છે, સત્ય નથી. જે વસ્તુસ્પર્શ કરનારી દૃષ્ટિઓ પોતાનાથી ભિન્ન વસ્તુઅંશને ગ્રહણ કરનારા દૃષ્ટિકોણોનો સમાદર કરે છે, તે સત્યોન્મુખ હોવાથી સત્ય છે. જેમનામાં એ આગ્રહ છે કે મે દેખેલો વસ્તુઅંશ જ સાચો છે, અન્યોએ જાણેલા વસ્તુઅશો મિથ્યા છે, તે ૧. પરિવ્રાામુગુનામ્ વસ્યાં પ્રમવાતનૌ ।
कुणपं कामिनी भक्ष्यस्तिस्त्र एता हि कल्पनाः ||