SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અને સપ્તભંગી ૪૫૩ પિતૃવ્યવહાર તેના પોતાના પુત્રની અપેક્ષાએ થાય છે તથા પુત્રવ્યવહાર તેના પોતાના પિતાની દૃષ્ટિએ થાય છે. એક જ ધર્મીમાં વિભિન્ન અપેક્ષાઓથી બે વિરુદ્ધ વ્યવહારો કરી શકાય છે. તેવી જ રીતે વેદાન્તના આચાર્યોએ જૈનતત્ત્વનો વિપર્યાસ કરીને એ માની લીધું કે જૈનોનું દ્રવ્ય નિત્ય (ફૂટસ્થંનિત્ય, એકાન્ત નિત્ય) સદા રહે છે, કેવળ પર્યાયો જ અનિત્ય હોય છે અને પછી વિરોધનું દૂષણ લગાવ્યું છે. સત્ત્વ અને અસત્ત્વને કાં તો અપેક્ષાભેદ વિના માનેલા આરોપીને દૂષણો લગાવ્યાં છે કાં તો પછી સામાન્યપણે વિરોધનું ખડ્ગ ચલાવ્યું છે. વેદાન્તભાષ્યોમાં એક ‘નિત્ય સિદ્ધ’ જીવને માનીને પણ દૂષણો આપ્યાં છે. હકીકતમાં, જૈન ધર્મ કોઈ પણ આત્માને નિત્યસિદ્ધ માનતો જ નથી. બધા આત્માઓ બંધનોને કાપીને જ સાદિમુક્ત થયા છે અને થશે. સંશય વગેરે દૂષણોનો ઉદ્ધાર ઉપર્યુક્ત વિવેચનથી જણાઈ ગયું હશે કે સ્યાદ્વાદમાં મુખ્યપણે વિરોધ અને સંશય આ બે દૂષણો જ દેવામાં આવ્યાં છે. તત્ત્વસંગ્રહમાં સંકર તથા શ્રીકંઠભાષ્યમાં અનવસ્થા દૂષણોનો પણ નિર્દેશ છે. પરંતુ આઠ દૂષણો એક સાથે કોઈ પણ ગ્રન્થમાં જોવાં મળતાં નથી. ધર્મકીર્તિ વગેરેએ વિરોધ દૂષણ જ મુખ્યપણે દીધું છે. વસ્તુતઃ જોઈએ તો વિરોધ જ સમસ્ત દૂષણોનો આધાર છે. જૈન ગ્રન્થોમાં સૌપ્રથમ અકલંકદેવે સંશય, વિરોધ, વૈયધિકરણ્ય, સંકર, વ્યતિકર, અનવસ્થા, અપ્રતિપત્તિ અને અભાવ આ આઠ દૂષણોનો પરિહાર પ્રમાણસંગ્રહ (પૃ.૧૦૩) અને અષ્ટશતીમાં (અષ્ટસહસ્રી પૃ.૨૦૬) કર્યો છે. વિરોધ દૂષણ તો અનુપલંભ દ્વારા સિદ્ધ થાય છે. જ્યારે એક જ વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપે તથા સદસદાત્મરૂપે પ્રતીતિનો વિષય છે ત્યારે વિરોધ કહી શકાય નહિ. જેવી રીતે મેચકરત્ન એક હોવા છતાં પણ અનેક રંગોને યુગપત્ ધારણ કરે છે તેવી જ રીતે પ્રત્યેક વસ્તુ વિરોધી અનેક ધર્મોને ધારણ કરી શકે છે. જેવી રીતે પૃથ્વીત્વ આદિ અપરસામાન્ય સ્વવ્યક્તિઓમાં અનુગત હોવાના કારણે સામાન્યરૂપ હોવા છતાં પણ જલ આદિથી વ્યાવર્તક હોવાના કારણે વિશેષ પણ છે તેવી જ રીતે પ્રત્યેક વસ્તુ વિરોધી બે ધર્મોનો સ્વભાવતઃ આધાર હોય છે. જેવી રીતે એક જ વૃક્ષ એક શાખામાં ચલાત્મક તથા બીજી શાખામાં અચલાત્મક હોય છે, એક જ ઘડો મોઢા આગળ લાલ રંગનો અને તળિયા તરફ કાળા રંગનો હોય છે, એક ભાગમાં આવૃત અને બીજા ભાગમાં અનાવૃત, એક દેશથી નષ્ટ તથા બીજા દેશથી અનષ્ટ રહી શકે
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy