SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અને સપ્તભંગી ४४७ પણ કરે છે અને સ્યાદ્વાદીઓ પર આ આરોપ પણ લગાવે છે કે “સદ્ધાદી વિના અપેક્ષાએ જ સર્વ ધર્મ માને છે.” આ સ્પષ્ટ પ્રમાણો મોજૂદ હોવા છતાં પણ તે કહે છે કે “બીજાના ગળે ઉતારવા માટે જૈનો અપેક્ષારૂપી મધ ચટાડી દે છે પણ વસ્તુતઃ જેનો અપેક્ષા માનતા નથી, તેઓ તો નિરપાધિ સત્ત્વ, અસત્ત્વ આદિ માનવા ઇચ્છે છે.” આ મિથ્યા આરોપ માટે શું કહેવું? વળી, આ જ આધાર ઉપર અપ્પય્ય દીક્ષિત કહે છે કે “સ્ત્રીમાં માતા, પત્ની આદિ અપેક્ષિક વ્યવહારનો સ્વીકાર ન કરવાથી લોકવિરોધનો દોષ લાગશે.” અરે ભલા ભાઈ, જે દૂષણો સ્યાદ્વાદી એકાન્તવાદીઓને દે છે તે જ દૂષણો અપ્પય્યાજી જૈનોને જબરજસ્તી દીધે જાય છે, આ અધરનું કંઈ ઠેકાણું છે ! જૈનોના સંખ્યાબંધ ગ્રન્થો આ સ્યાદ્વાદ અને સપ્તભંગીની વિવિધ અપેક્ષાઓથી ભરેલા છે અને તેનું વૈજ્ઞાનિક વિવેચન પણ ત્યાં મળે છે. તેમ છતાં જેનોના માથે આ બધાં દૂષણો મઢવામાં આવી રહ્યાં છે અને ત્યાં સુધી લખવામાં આવી રહ્યું છે કે આ લોકવિરોધી સ્યાદ્વાદ સર્વતઃ બહિષ્કૃત થવાને લાયક છે ! મિશ્ચર્યમત: પરમ્ !! સ્યાદ્વાદની લોકાવિરોધિતા આદિની સિદ્ધિ માટે આ “સ્યાદ્વાદ અને સપ્તભંગી' પ્રકરણમાં પર્યાપ્ત લખવામાં આવ્યું છે. શ્રી રામાનુજાચાર્ય અને સ્યાદ્વાદ શ્રી રામાનુજાચાર્ય પણ સ્યાદ્વાદમાં તે જ રીતે નિરુપાધિ યા નિરપેક્ષ સત્તાસત્ત્વનો આરોપ મૂકીને વિરોધ દૂષણ આપે છે. આ આચાર્ય સ્યાદ્વાદીઓને સમજાવવાનું સાહસ કરે છે કે “આપ લોકો પ્રકારભેદે ધર્મભેદ માનો', જાણે કે સ્યાદ્વાદી અપેક્ષાભેદને સમજતા ન હોય ત્યાં એક જ દૃષ્ટિએ વિભિન્ન ધર્મોનો સદ્ભાવ માનતા હોય. અપેક્ષાભેદ, ઉપાધિભેદ યા પ્રકારભેદનો આવિષ્કાર કરનાર ખુદ જૈન આચાર્યોને તેમનો જ ઉપદેશ દેવો ક્યાં સુધી શોભાસ્પદ છે? સ્યાદ્વાદનો તો આધાર જ એ છે કે વિભિન્ન દૃષ્ટિકોણોથી અનેક ધર્મોનો સ્વીકાર કરવો અને તેમનું પ્રતિપાદન કરવું. સાચું પૂછો તો સ્યાદ્વાદનો આશ્રય લીધા વિના રામાનુજાચાર્ય ખુદ વિશિષ્ટાદ્વૈતતાનો નિર્વાહ જ કરી શકતા નથી. १. द्रव्यस्य तद्विशेषणभूतपर्यायशब्दाभिधेयाद्यवस्थाविशेषस्य च ‘इदमित्थम्' इति प्रतीते:, प्रकारिप्रकारतया पृथक्पदार्थत्वात् नैकस्मिन् विरुद्धप्रकारभूतसत्त्वासत्त्वस्वरूपधर्मसमावेशो युगपत् संभवति...एकस्य पृथिवीद्रव्यस्य घटत्वाश्रयत्वं शरावत्वाश्रयत्वं च प्रदेशभेदेन न त्वेकेन प्रदेशेनोभयाश्रयत्वं यथैकस्य देवदत्तस्य उत्पत्तिविनाशयोग्यत्वं कालમેરાનહોતીવતદયાત્મત્વમતિપUિT મશયિોગમાત્રાવેદાન્તદીપપૃ. ૧૧૧-૧૨.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy