________________
४४४
જૈનદર્શન ગરમી આપે છે. જો મુમુક્ષુ માટે પ્રપંચ મિથ્યા હોય અને અન્યના માટે સત્ય તો પ્રપંચમાં એક સાથે સત્યત્વ અને મિથ્યાત્વની આપત્તિ આવે... તેથી બ્રહ્મને ભિન્નભિન્નરૂપ માનવું જોઈએ. કહ્યું પણ છે કે કાર્યરૂપે અનેક અને કારણરૂપે એક છે, જેમ કે કુંડલ આદિ પર્યાયોરૂપે ભેદ અને સુવર્ણરૂપે અભેદ હોય છે.”
આ રીતે બ્રહ્મ અને પ્રપંચના ભેદભેદનું સમર્થન કરનાર આચાર્ય ભાસ્કર જે અનેકાન્તવાદીઓને “પ્રજ્ઞાપરાધ', “અનિરૂપિત પ્રમાણપ્રમેય' આદિ વિચિત્ર વિશેષણોથી સંબોધિત કરે છે તે પોતે દિગમ્બર (વિવસન) મતનું ખંડન કરતી વખતે આ વિશેષણોથી કેવી રીતે બચી શકે ?
પૃષ્ઠ ૧૦૩માં બ્રહ્મ એક હોવા છતાં પણ જીવ અને પ્રાજ્ઞના ભેદનું સમર્થન કરતા વળી પાછા તે લખે છે કે “જે રીતે પૃથ્વીત્વ સમાન હોવા છતાં પણ પદ્મરાગ તથા શુદ્ર પાષાણ આદિનો પરસ્પરભેદ જોવામાં આવે છે તેવી જ રીતે બ્રહ્મ અને જીવ-પ્રાજ્ઞમાં પણ સમજવું જોઈએ. એમાં કોઈ વિરોધ નથી.”
પૃષ્ઠ ૧૬૪માં બ્રહ્મના ભેદભેદરૂપના સમર્થનનો સિદ્ધાન્ત વળી પાછો ફરી રજૂ કરવામાં આવ્યો છે. અમે અહીં ભાસ્કરાચાર્યનું બ્રહ્મવિષયક ભેદભેદનું જે પ્રકરણ રજૂ કર્યું છે તેનું એટલું જ તાત્પર્ય છે કે “ભેદ અને અભેદમાં પરસ્પર વિરોધ નથી, એક વસ્તુ ઉભયાત્મક હોઈ શકે છે આ વાત ભાસ્કરાચાર્યને સિદ્ધાન્તરૂપે ઈષ્ટ છે. તેમનું “બ્રહ્મને સર્વથા નિત્ય સ્વીકારીને આવું માનવું ઉચિત હોઈ શકે કે નહિ ?” આ પ્રશ્ન અહીં વિચારણીય નથી. જે કોઈ પણ તટસ્થ વ્યક્તિ ઉપર્યુક્ત ભેદભેદવિષયક શંકા-સમાધાનની સાથે ભાસ્કરાચાર્યે કરેલું જૈનમતનું ખંડન વાંચશે તે મતાસહિષ્ણુતાના સ્વરૂપને સહજપણે જ સમજી શકશે.
એ તો મોટા આશ્ચર્યની વાત છે કે સ્યાદ્વાદના ભગોને આ આચાર્ય ‘અનિશ્ચય'ના ખાતામાં તરત ખતવી દે છે અને “મોક્ષ છે પણ અને નથી પણ' કહીને અપ્રવૃત્તિનું દૂષણ દઈ દે છે અને બીજાઓને ઉન્મત્ત સુધ્ધાં કરી નાખે છે! ભેદાભદાત્મક તત્ત્વના સમર્થનની વૈજ્ઞાનિક રીત તો આ તત્ત્વના દ્રણ જૈન આચાર્યો પાસેથી જ સમજી શકાય. આ પરિણામી નિત્ય પદાર્થમાં જ સંભવ છે, સર્વથા નિત્ય યા સર્વથા અનિત્યમાં સંભવ નથી કેમ કે દ્રવ્ય ખુદ તાદામ્ય હોય છે, તેથી પર્યાયથી અભિન્ન હોવાના કારણે દ્રવ્ય
સ્વયં અનિત્યા હોવા છતાં પણ પોતાની અનાઘનન્ત અવિચ્છિન્ન ધારાની અપેક્ષાએ નિત્ય યા ધ્રુવ હોય છે. તેથી ભેદભેદાત્મક યા ઉભયાત્મક તત્ત્વની જે પ્રક્રિયા, સ્વરૂપ
અને સમજવા-સમજાવવાની પદ્ધતિ આહંત દર્શનમાં વ્યવસ્થિતરૂપે મળે છે તે અન્યત્ર દુર્લભ જ છે.