SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અને સપ્તભંગી ૪૩૧ પ્રતિક્ષણ પરિવર્તન પામતું હોવા છતાં સર્વથા નાશ પામતું નથી, રૂપસ્વલક્ષણ ઉપાદાન પણ છે અને નિમિત્ત પણ છે, રૂપસ્વલક્ષણ નિશ્ચિત પણ છે અને અનિશ્ચિત પણ છે, રૂપસ્વલક્ષણોમાં સાદશ્યમૂલક સામાન્ય ધર્મ પણ છે અને પોતાનો વિશેષ પણ છે, “રૂપ' શબ્દનું રૂપસ્વલક્ષણ અભિધેય છે અને “રસ' આદિ શબ્દોનું અનભિધેય છે ત્યારે આવી સ્થિતિમાં તેની અનેકધર્માત્મકતા સ્વયં સિદ્ધ છે. સ્યાદ્વાદ વસ્તુની આ જ અનેકધર્માત્મકતાનું પ્રતિપાદન કરનારી એક ભાષાપદ્ધતિ છે જે વસ્તુનું સાચેસાચું પ્રતિનિધિત્વ કરે છે. આપ બૌદ્ધ સામાન્યને અન્યાપોહરૂપ ભલે કહો પરંતુ “અગોવ્યાવૃત્તિ ગોવ્યક્તિઓમાં જ કેમ મળે છે, અશ્વાદિમાં કેમ મળતી નથી ? એનું નિયામક ગોમાં મળતું સાદશ્ય જ હોઈ શકે છે. સાદૃશ્ય બે પદાર્થોમાં મળતો એક ધર્મ નથી પરંતુ પ્રત્યેકનિષ્ઠ છે. જેટલાં પરરૂપો છે તેમની વ્યાવૃત્તિઓ જો વસ્તુમાં મળતી હોય તો પછી તેટલા ધર્મભેદો વસ્તુમાં માનવામાં શું આપત્તિ છે? પ્રત્યેક વસ્તુ પોતાના અખંડરૂપમાં અવિભાગી અને અનિર્વાચ્ય હોવા છતાં પણ તે તે ધર્મોની અપેક્ષાએ વસ્તુ નિર્દેશ્ય બને છે, એટલે વસ્તુની અભિધેયતા સ્પષ્ટ જ છે. વસ્તુનો અવક્તવ્યત્વ ધર્મ પોતે જ વસ્તુની અનેકાન્તાત્મકતાને પોકારી પોકારીને કહી રહ્યો છે. વસ્તુમાં એટલા બધા ધર્મો, ગુણો અને પર્યાયો છે કે વસ્તુના પૂર્ણ સ્વરૂપને આપણે શબ્દોથી વર્ણવી શકતા નથી, એટલે વસ્તુને અવક્તવ્ય કહે છે. આચાર્ય શાન્તરક્ષિત પોતે જ ક્ષણિક પ્રતીત્યસમુત્પાદનો અનાદનન્ત અને અસંક્રાન્તિ વિશેષણો લગાડીને તેની સત્તતિનિત્યતા સ્વીકારે છે, તેમ છતાં પણ દ્રવ્ય નિત્યાનિત્યાત્મક હોવામાં તેમને વિરોધનો ભય દેખાય છે. વિશ્ચર્યમતઃ પરમ્ !! અનન્ત સ્વલક્ષણોની પરસ્પર વિવિક્ત સત્તા માન્યા પછી પરરૂપનાસ્તિત્વથી બચી શકાય નહિ. મેચકરત્ન યા નરસિંહનું દૃષ્ટાન્ત તો સ્થૂળ રૂપે આપવામાં આવે છે, કેમ કે જ્યાં સુધી મેચકરત્ન નામનો અનેકાણુઓનો કાલાન્તરસ્થાયી સંઘાત બનેલો વિદ્યમાન છે અને જ્યાં સુધી તે અનેકાણુઓમાં વિશેષ પ્રકારનું રાસાયણિક મિશ્રણ બનીને બન્યું છે ત્યાં સુધી મેચકરત્નની, સદશ્યમૂલક પુજના રૂપમાં તો સાદશ્યમૂલક પુજના રૂપમાં, એક સત્તા તો છે જ અને તેમાં તે સમયે અનેક રૂપોનું પ્રત્યક્ષ દર્શન થાય છે જ. નરસિંહ પણ આ જ રીતે કાલાન્તરસ્થાયી સંઘાતના રૂપમાં એક હોવા છતાં પણ અનેકાકારના રૂપમાં પ્રત્યક્ષગોચર બને છે. તત્ત્વસંગ્રહની સૈકાલ્ય પરીક્ષામાં (પૃ. ૫૦૪) કેટલાક બૌકદેશીયોના મતો ૧. તત્ત્વસંગ્રહ, શ્લોક ૪. --
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy