SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ જૈનદર્શન પ્રકારનો છે - સમ્યફ અનેકાન્ત અને મિથ્યા અનેકાન્ત. પરસ્પર સાપેક્ષ અનેક ધર્મોનું સંકલભાવે ગ્રહણ સમ્યફ અનેકાન્ત છે અને પરસ્પર નિરપેક્ષ અનેક ધર્મોનું ગ્રહણ મિથ્યા અનેકાન્ત છે. અન્ય સાપેક્ષ એક ધર્મનું ગ્રહણ સમ્યફ એકાન્ત છે તથા અન્ય ધર્મનો નિષેધ કરીને એક ધર્મનું અવધારણ કરવું એ મિથ્યા એકાન્ત છે. વસ્તુમાં સમ્યફ એકાન્ત અને સમ્યફ અનેકાન્ત જ મળી શકે છે. મિથ્યા અનેકાન્ત અને મિથ્યા એકાન્ત, જે ક્રમશઃ પ્રમાણાભાસ અને દુર્નયના વિષયો છે તે વસ્તુમાં મળી શકતા નથી, તેઓ તો કેવળ બુદ્ધિગત જ છે, એવી વસ્તુ બહાર અસ્તિત્વ ધરાવતી નથી. તેથી, જે એકાન્તનો નિષેધ કરવામાં આવે છે તે બુદ્ધિકલ્પિત એકાન્તનો જ નિષેધ કરવામાં આવે છે. વસ્તુમાં જે એક ધર્મ છે તે સ્વભાવતઃ પરસાપેક્ષ હોવાના કારણે સમ્યફ એકાન્તરૂપ જ હોય છે. તાત્પર્ય એ કે અનેકાન્તનો અર્થાત્ સકલાદેશનો વિષય પ્રમાણાધીન હોય છે અને તે એકાન્તની અર્થાત નયાધીન વિકલાદેશના વિષયની અપેક્ષા રાખે છે. આ જ વાત સ્વામી સમન્તભદ્ર પોતાના બૃહસ્વયંભૂસ્તોત્રમાં કહી છે - अनेकान्तोऽप्यनेकान्तः प्रमाणनयसाधनः । .. अनेकान्तः प्रमाणात्ते तदेकान्तोऽर्पितान्नयात् ॥१०२।। અર્થાત પ્રમાણ અને નયનો વિષય હોવાથી અનેકાન્ત એટલે કે અનેક ધર્મોવાળો પદાર્થ પણ અનેકાન્તરૂપ છે. જ્યારે તે પ્રમાણ દ્વારા સમગ્રભાવે ગૃહીત થાય છે ત્યારે તે અનેકાન્ત - અનેકધર્માત્મક છે, અને જ્યારે તે કોઈ વિવક્ષિત નયનો વિષય બને છે ત્યારે એકાન્ત - એકધર્માત્મક છે, તે વખતે શેષ ધર્મો પદાર્થમાં વિદ્યમાન હોવા છતાં દષ્ટિની સામે હોતા નથી. આ રીતે પદાર્થની સ્થિતિ હર હાલતમાં અનેકાન્તરૂપ જ સિદ્ધ થાય છે. પ્રો. બલદેવજી ઉપાધ્યાયના મતની આલોચના પ્રોફેસર બલદેવજી ઉપાધ્યાયે પોતાના “ભારતીય દર્શનમાં (પૃ. ૧૫૫) સ્યાદ્વાદનો અર્થ દર્શાવતાં લખ્યું છે કે ““સાત્ (શાયદ(હિંદી), સંભવતઃ) શબ્દ અત્ ધાતુના વિધિલિના રૂપનો તિન્ત પ્રતિરૂપક અવ્યય મનાય છે. ઘડાના અંગે અમારો મત ચાતિ - સંભવતઃ આ વિદ્યમાન છે. આ જ રૂપમાં હોવો જોઈએ.” અહીં ઉપાધ્યાયજી “ચાત્' શબ્દને શાયદનો પર્યાયવાચી તો માનવા ઇચ્છતા નથી, તેથી તે “શાયદ' શબ્દને કોઇકમાં લખીને પણ આગળ “સંભવતઃ અર્થનું સમર્થન કરે છે. વૈદિક આચાર્ય સ્વામી શંકરાચાર્યે સ્યાદ્વાદનું જે ખોટું અર્થઘટન કર્યું છે તેના
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy