SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અને સપ્તભંગી ૩૫ નિષ્કર્ષ એટલો જ છે કે પ્રત્યેક અખંડ તત્ત્વ યા દ્રવ્યને વ્યવહારમાં ઉતારવા માટે તેનું અનેક ધર્મોના આકારના રૂપમાં વર્ણન કરવામાં આવે છે. તે દ્રવ્યને છોડીને ધર્મોની સ્વતંત્ર સત્તા નથી. બીજા શબ્દોમાં, અનન્ત ગુણ, પર્યાય અને ધર્મોને છોડીને દ્રવ્યનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. કોઈ એવો સમય નથી આવી શકવાનો કે જ્યારે ગુણપર્યાયશૂન્ય દ્રવ્ય પૃથફ મળી શકે યા દ્રવ્યથી પૃથફ છૂટા પડેલા ગુણ અને પર્યાયો જોવા મળી શકે. આ રીતે સ્પાદૂવાદ આ અનેકાન્તરૂપ અર્થને નિર્દોષ પદ્ધતિથી વચનવ્યવહારમાં ઉતારે છે અને પ્રત્યેક વાક્યની સાપેક્ષતા અને આંશિક સ્થિતિનો બોધ કરાવે છે. (૨) સપ્તભંગી પ્રાસ્તાવિક વસ્તુની અનેકાન્તાત્મકતાને અને ભાષાના નિર્દોષ પ્રકાર સ્યાદ્વાદને સમજી લીધા પછી સપ્તભંગીનું સ્વરૂપ સમજવું સરળ થઈ જાય છે. અનેકાન્તમાં એ દર્શાવવામાં આવ્યું છે કે વસ્તુમાં સામાન્યતઃ વિભિન્ન અપેક્ષાઓએ અનન્ત ધર્મો હોય છે. વિશેષતઃ અનેકાન્તનું પ્રયોજન “પ્રત્યેક ધર્મ પોતાના પ્રતિપક્ષી ધર્મ સાથે વસ્તુમાં રહે છે એ પ્રતિપાદન કરવાનું જ છે. એમ તો એક પુદગલમાં રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ, હલકાપણું, ભારેપણું, સત્ત્વ, એકત્વ આદિ અનેક ધર્મો ગણાવી શકાય છે પરંતુ સધર્મ અસતધર્મનો અવિનાભાવી છે અને એક અનેકનો અવિનાભાવી છે એ સ્થાપિત કરવું એ જ અનેકાન્તનું મુખ્ય લક્ષણ છે. આ વિશેષ પ્રયોજનની સાધક પ્રમાણાવિરોધી વિધિ-પ્રતિષેધની કલ્પનાને સપ્તભંગી કહે છે. આ ભારતભૂમિમાં વિશ્વ વિશે સત, અસત, ઉભય અને અનુભવ આ ચાર પક્ષો વૈદિકકાળથી જ વિચારકોટિમાં રહ્યા છે. “વ સૌન્મેલમગ્ર માસી” (છાન્દોગ્ય ઉપનિષદ્ ૬.૨), “મને પણ માસી” (એજન, ૩.૧૯.૧) ઈત્યાદિ વાક્ય જગતના સંબંધમાં સત અને અસત રૂપે પરસ્પર વિરોધી બે કલ્પનાઓને સ્પષ્ટપણે ઉપસ્થિત કરે છે, તો તે જ સંત અને અસત આ ઉભયરૂપતાનું તથા તે બધાથી પર વચનાગોચર તત્ત્વનું પ્રતિપાદન કરનારા પક્ષો પણ મોજૂદ છે. બુદ્ધના અભાતવાદમાં અને સંજયના અજ્ઞાનવાદમાં આ જ ચાર પક્ષોનાં દર્શન થાય છે. તે સમયનું વાતાવરણ જ એવું હતું કે પ્રત્યેક વસ્તુનું સ્વરૂપ સત, અસત, ઉભય અને અનુભવ આ ચાર કોટિથી વિચારાતું હતું. ભગવાન મહાવીરે પોતાની વિશાળ અને ઉદાર તત્ત્વદષ્ટિથી વસ્તુના વિરાટ રૂપને જોયું અને બતાવ્યું કે વસ્તુના અનન્તધર્મમય સ્વરૂપસાગરમાં આ ચાર કોટિઓ તો શું, એવી અનન્ત કોટિઓ લહેરાઈ રહી છે.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy