SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ નયવિચાર ૩૭૫ ન કહી શકાય. હવે આપ આત્માના સ્વરૂપ પર ક્રમશઃ વિચાર કરો. વર્ણ, રસ આદિ તો સ્પષ્ટપણે પુદ્ગલના ગુણો છે, તે પુદ્ગલના જ પર્યાયો છે અને તેમનું ઉપાદાન પુદ્ગલ જ હોય છે, તેથી તે આત્માનું સ્વરૂપ ન હોઈ શકે, આ વાત નિર્વિવાદ છે. પોતાના પરિણામી સ્વભાવના કારણે આત્મા જ સમસ્ત રાગાદિ વિકારોનું ઉપાદાન બને છે, તેની વિરાગતા જ બગડીને રાગ બને છે, તેનું સમ્યકત્વ બગડીને મિથ્યાત્વરૂપ બની જાય છે, પરંતુ આ વિરાગતા અને સમ્યકત્વ પણ આત્માનું ત્રિકાલાનુયાયી શુદ્ધ રૂપ ન હોઈ શકે કેમ કે વિરાગતા અને સમ્યકત્વ નિગોદ આદિ અવસ્થામાં તથા સિદ્ધ અવસ્થામાં નથી હોતાં. સમ્યગુદર્શન આદિ ગુણસ્થાનો પણ તે તે પર્યાયોનાં નામ છે જે ત્રિકાલાનુયાયી નથી, તેમની સત્તા મિથ્યાત્વ આદિ અવસ્થાઓમાં તથા સિદ્ધ અવસ્થામાં નથી હોતી. તેમની ઉત્પત્તિમાં પરપદાર્થ નિમિત્તકારણ હોય છે. કોઈ ને કોઈ પરદ્રવ્યરૂપ કર્મનો ઉપશમ, ક્ષય યા ક્ષયોપશમ તેમાં નિમિત્ત હોય છે જ. કેવલી અવસ્થામાં જે અનન્ત જ્ઞાન આદિ ગુણો પ્રકટ થાય છે તે ઘાતી કર્મોનો ક્ષયથી ઉત્પન્ન થાય છે અને અઘાતી કર્મોનો ઉદય તેમના જીવન પર્યન્ત હોય છે. યોગજન્ય ચંચળતા તેમના આત્મપ્રદેશોમાં હોય છે જ. તેથી પરનિમિત્તક હોવાથી આ બધા પણ શુદ્ધ દ્રવ્યનું સ્વરૂપ ન કહેવાય. ચૌદમા ગુણસ્થાનને પાર કરીને જે સિદ્ધ અવસ્થા છે તે શુદ્ધ દ્રવ્યનું એવું સ્વરૂપ તો છે જે પ્રથમ ક્ષણભાવી સિદ્ધ અવસ્થાથી લઈને આગળના અનન્તકાળ સુધીના સમસ્ત ભવિષ્યમાં અનુયાયી છે, તેમાં કોઈ પરનિમિત્તક વિકાર આવી શકતો નથી, પરંતુ સંસારી દશામાં તે હોતું નથી. એક ત્રિકાલાનુયાયી સ્વરૂપ જ લક્ષણ બની શકે છે અને તે છે શુદ્ધ જ્ઞાયકરૂપ, ચૈતન્યરૂપ. તે બેમાંથી જ્ઞાયકરૂપ પણ પરપદાર્થને જાણવારૂપ ઉપાધિની અપેક્ષા રાખે છે. ત્રિકાલવ્યાપી ચિત્ જ લક્ષણ બની શકે છે તેથી કેવળ ચિતૂપ જ એવું બચે છે જે ભવિષ્યમાં તો પ્રકટપણે વ્યાપ્ત હોય છે જ પરંતુ સાથે સાથે જ અતીતના પ્રત્યેક પર્યાયમાં, પછી ભલે તે નિગોદ જેવી અત્યલ્પજ્ઞાનવાળી અવસ્થા હોય કે કેવલજ્ઞાન જેવી સમગ્રપણે વિકસિત અવસ્થા હોય, બધામાં નિર્વિવાદપણે મળે છે. ચિદૂરૂપનો અભાવ ક્યારેય પણ આત્મદ્રવ્યમાં રહ્યો નથી, છે જ નહિ અને થશે નહિ. તે જ અંશ દ્રવણશીલ હોવાથી દ્રવ્ય કહી શકાય છે અને અલક્ષ્યનું વ્યાવર્તક હોવાના કારણે લક્ષ્યવ્યાપી લક્ષણ બની શકે છે. એ શંકા કરી શકાતી નથી કે સિદ્ધ અવસ્થા પણ પોતાની પૂર્વની સંસારી નિગોદ આદિ અવસ્થાઓમાં નથી મળતી તેથી તે શુદ્ધ દ્રવ્યનું લક્ષણ બની શકતી નથી કેમ
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy