________________
નયવિચાર
૩૬૫ આ નય પથ્યમાન વસ્તુને પણ અંશતઃ પક્વ કહે છે, ક્રિયમાણને પણ અંશતઃ કૃત કહે છે, ભૂજ્યમાનને પણ ભક્ત કહે છે અને બધ્યમાનને પણ બદ્ધ કહે છે. આ પ્રમાણે કહેવું આ નયની સૂક્ષ્મદષ્ટિમાં સામેલ છે.
આ નયની દષ્ટિએ “કુંભકાર’ વ્યવહાર શક્ય નથી કેમ કે જ્યાં સુધી કુંભાર શિબિક, છત્રક આદિ પર્યાયોને કરતો હોય છે ત્યાં સુધી તો તે કુંભાર કહેવાય નહિ, અને જ્યારે કુંભ પર્યાયનો વખત આવે છે ત્યારે તે સ્વયં પોતાના ઉપાદાનથી નિષ્પન્ન થઈ જાય છે. હવે કોને કરવાના કારણે તે “કુંભકાર કહેવાય ?
જે વખતે આવીને બેઠો છે તે વખતે તે એ કહી શકે નહિ કે હમણા જ આવી રહ્યો છું. આ નયની દષ્ટિએ “ગ્રામનિવાસ” “ગૃહનિવાસ' આદિ વ્યવહારો શક્ય નથી કેમ કે પ્રત્યેક વ્યક્તિ સ્વાત્મસ્થિત હોય છે, તે ન તો ગ્રામમાં રહે છે કે ન તો ઘરમાં. - “કાગડો કાળો છે” એ કહી શકાય નહિ, એ બની શકે નહિ કેમ કે કાગડો કાગડો છે અને કાળો કાળો છે. જો કાળો કાગડો હોય તો બધા ભમરા આદિ કાળા પદાર્થો કાગડા બની જાય. જો કાગડો કાળો હોય તો સફેદ કાગડો હોઈ શકશે નહિ. વળી, કાગડાનાં લોહી, માંસ, પિત્ત, હાડકાં, ચામડી વગેરે મળીને તો પચરંગી વસ્તુ બને છે, તેથી તેને કેવળ કાળો જ કેવી રીતે કહી શકાય?
આ નયની દૃષ્ટિએ પરાળનો દાહ (બળતું યા તાપણું) થઈ શકે નહિ. કેમ કે આગ ચાંપવી, ફૂંકવું (ધમવું) પ્રજ્વલિત કરવું આદિ અસંખ્ય સમયની ક્રિયાઓ એકમાત્ર વર્તમાન ક્ષણમાં થઈ શકે નહિ. જે સમયે દાહ છે તે સમયે પરાળ નથી અને જે સમયે પરાળ છે તે સમયે દાહ નથી, તો પછી પરાળદાહ કેવો? જે પરાળ છે તે બળે છે... આ પણ કહી શકાય નહિ કેમ કે ઘણું પરાળ બળ્યા વિનાનું પડ્યું છે.
આ નયની સૂક્ષ્મ વિશ્લેષક દ્રષ્ટિમાં પાન, ભોજન આદિ અનેક સમયસાધ્ય કોઈ પણ ક્રિયા થઈ શકે નહિ કેમ કે એક ક્ષણમાં તો ક્રિયા થતી નથી અને વર્તમાન ક્ષણનો અતીત અને અનાગત સાથે કોઈ સંબંધ આ નયને સ્વીકાર્ય નથી. જે દ્રવ્યરૂપી માધ્યમથી પૂર્વ અને ઉત્તર પર્યાયોમાં સંબંધ થાય છે તે માધ્યમનું અસ્તિત્વ જ તેને સ્વીકાર્ય નથી.
આ નયને લોકવ્યવહારના વિરોધની કોઈ ચિન્તા નથી. લોકવ્યવહાર તો યથાયોગ્ય વ્યવહાર, નૈગમ આદિ અન્ય નયોથી ચાલશે જ. ક્ષણપર્યાયની દૃષ્ટિએ १. ननु संव्यवहारलोपप्रसङ्ग इति चेत्, न, अस्य नयस्य विषयमात्रप्रदर्शनं क्रियते ।
સર્વનયસમૂદાણો દિ નોસંવર: | સર્વાર્થસિદ્ધિ, ૧.૩૩.