________________
૩૬૦
જૈનદર્શન
નિગમનાય
સંકલ્પમાત્રને ગ્રહણ કરનાર નૈગમનાય છે. ઉદાહરણાર્થ, કોઈ પુરુષ દરવાજો બનાવવા માટે લાકડું કાપવા જંગલમાં જઈ રહ્યો છે, તેને પૂછવામાં આવતાં તે કહે છે, ‘દરવાજો લેવા જાઉં છું. અહીં દરવાજો બનાવવાનો સંકલ્પમાં જ દરવાજાનો વ્યવહાર કરવામાં આવ્યો છે. સંકલ્પ સતનો પણ થાય છે અને અસતનો પણ થાય છે. આ નૈગમનની મર્યાદામાં અનેક ઔપચારિક વ્યવહારો પણ આવે છે. “આજ મહાવીરજયંતી છે' ઇત્યાદિ વ્યવહારો આ નયની દષ્ટિએ કરવામાં આવે છે. નિગમ ગામને કહે છે, તેથી ગામોમાં જે પ્રકારના ગ્રામીણ વ્યવહારો ચાલે છે તે બધા આ નયની દષ્ટિએ થાય છે.
અકલંકદેવે ધર્મ અને ધર્મી બન્નેને ગૌણ-મુખ્યભાવે ગ્રહણ કરવાનું કામ નૈગમનયનું દર્શાવ્યું છે. ઉદાહરણાર્થ, “જીવ' કહેવાથી જ્ઞાન આદિ ગુણ ગૌણ બની જાય છે અને જીવદ્રવ્ય મુખ્યપણે વિવક્ષિત બને છે, પરંતુ “જ્ઞાનવાનું જીવ’ કહેતાં જ્ઞાનગુણ મુખ્ય બની જાય છે અને જીવદ્રવ્ય ગૌણ બને છે. આ નય ન તો કેવળ ધર્મને જ ગ્રહણ કરે છે કે ન તો કેવળ ધર્મીને જ ગ્રહણ કરે છે. વિવક્ષા અનુસાર બન્ને તેના વિષયો હોય છે. ભેદ અને અભેદ બન્ને તેના કાર્યક્ષેત્રમાં આવે છે. બે ધર્મોમાં, કે બે ધર્મીઓમાં કે ધર્મ અને ધર્મામાં એકને પ્રધાન અને અન્યને ગૌણ કરી ગ્રહણ કરવાનું કામ નૈગમનયનું જ છે, જ્યારે સંગ્રહનય કેવળ અભેદને જ વિષય કરે છે અને વ્યવહારનય કેવળ ભેદને જ વિષય કરે છે. નૈગમનય કોઈ એકમાં જ નિયત નથી રહેતો, તેથી તેને નૈગમ અર્થાત્ “નામ:' કહેવામાં આવેલ છે.* કાર્ય-કારણ અને આધાર-આધેયની દષ્ટિએ થતા બધી જાતના ઉપચારોને પણ નૈગમનય જ વિષય કરે છે.
નૈગમાભાસ
અવયવ અને અવયવીમાં, ગુણ અને ગુણીમાં, ક્રિયા અને ક્રિયાવાનમાં, સામાન્ય અને સામાન્યવાનમાં વગેરેમાં સર્વથા ભેદ માનવો એ નૈગમાભાસ છે
૧. મનમનિવૃતાર્થતંત્પત્રિપ્રાદી તૈગમ: | સર્વાર્થસિદ્ધિ, ૧.૩૩. ૨. લઘીયલ્સયસ્વવૃત્તિ, શ્લોક ૩૯. ૩. તત્ત્વાર્થશ્લોકવાર્તિક, શ્લોક ૨૬૯. ૪. ધવલાટીકા, સત્રરૂપણા.