SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ જૈનદર્શન કરતો નથી, તેમની તરફ તટસ્થભાવ રાખે છે. જેમ બાપની જાયદાદમાં બધા સન્તાનોનો સમાન હક હોય છે અને સપૂત તે જ કહેવાય છે જે પોતાના અન્ય ભાઈઓના હક્કો ઈમાનદારીથી સ્વીકારે છે, તેમને હડપ કરી જવાની ચેષ્ટા ક્યારેય પણ કરતો નથી પરંતુ સદ્ભાવ જ ઉત્પન્ન કરે છે અને રાખે છે, તેમ અનન્ત ધર્મોવાળી વસ્તુમાં બધા નયોનો સમાન અધિકાર છે અને સુનય તે જ કહેવાશે જે પોતાના અંશને મુખ્યપણે ગ્રહણ કરવા છતાં પણ અન્ય અંશોને ગૌણ તો કરે પણ તેમનો નિષેધ ન કરે, તેમની અપેક્ષા રાખે અર્થાત્ તેમના અસ્તિત્વનો સ્વીકાર કરે. જે બીજાનો નિષેધ કરે છે અને પોતાનો જ અધિકાર જમાવે છે તે કલહ કરનાર કપૂતના જેવો દુર્નય કહેવાય છે. પ્રમાણમાં પૂર્ણ વસ્તુ સમાય છે. નય એક અંશને મુખ્યપણે ગ્રહણ કરીને અન્ય અશોને ગૌણ કરે છે પરંતુ તેમની અપેક્ષા રાખે છે, તિરસ્કાર તો ક્યારેય કરતો નથી. પરંતુ દુર્નય અન્યનિરપેક્ષ બનીને અન્યનું નિરાકરણ કરે છે. પ્રમાણ ‘તત્’ અને ‘અતત્’ બધાને જાણે છે, નયમાં કેવળ ‘તત્’ત્ની પ્રતિપત્તિ થાય છે પરંતુ દુર્નય અન્યનું નિરાકરણ કરે છે.` પ્રમાણ ‘સત્'ને ગ્રહણ કરે છે, અને નય ‘સ્યાત્ સત્’ એ રીતે સાપેક્ષપણે જાણે છે, જ્યારે દુર્નય ‘સદેવ' એ રીતે અવધારણ કરીને અન્યનો તિરસ્કાર કરે છે. નિષ્કર્ષ એ કે સાપેક્ષતા જ નયનો પ્રાણ છે. આચાર્ય સિદ્ધસેને પોતાના સન્મતિતર્કપ્રકરણમાં (૧,૨૧-૨૫) કહ્યું છે કે 'तम्हा सव्वे वि या मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । અખોળિિસ્લમ ૩ળ વન્તિ સમ્મત્તસન્માવા || સન્મતિતર્ક ૧.૨૨. તે બધા નયો મિથ્યાર્દષ્ટિ છે જે પોતાના જ પક્ષનો આગ્રહ રાખે છે - પરનો નિષેધ કરે છે, પરંતુ જ્યારે તે જ પરસ્પર સાપેક્ષ અને અન્યોન્યાશ્રિત બની જાય છે ત્યારે સમ્યક્ત્વના સદ્ભાવવાળા બને છે અર્થાત્ સમ્યગ્દષ્ટિ બને છે. જેમ અનેક પ્રકારના ગુણવાળા વૈસૂર્ય આદિ મણિઓ મહામૂલ્યવાળા હોવા છતાં પણ જો એક ૧. ધર્માન્તરાવાનોપેક્ષાદાનિતક્ષળાત્ . પ્રમાળ-નય-ટુર્નયાનાં પ્રાન્તરામમવાન્। પ્રમાળાત્ તતત્વમાવપ્રતિપત્તે: તપ્રતિપત્તે: તન્યનિતેશ્ર્વ। અષ્ટશતી, અષ્ટસહસ્રી, પૃ. ૨૯૦. ૨. રેવ સત્ સ્થાત્ સદ્ગિતિ ત્રિષાર્થો મીયેત ટુર્નીતિનયપ્રમાળ । અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા, શ્લોક ૨૮. ૩. નિરપેક્ષા નવા મિથ્યા સાપેક્ષા વસ્તુ તેઽર્થત્ । આપ્તમીમાંસા, શ્લોક ૧૦૮.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy