SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન સમસ્ત જગતનું કારણ એક પ્રધાન છે. એક પ્રધાનમાંથી અર્થાત્ પ્રકૃતિમાંથી આ આખું જગત ઉત્પન્ન થાય છે. ૩૩૪ પ્રધાનમાંથી ઉત્પન્ન થતાં કાર્યો પરિમિત દેખાય છે. તેમની સંખ્યા છે. બધામા સત્ત્વ, રજસ્ અને તમસ્ આ ત્રણ ગુણોનો અન્વય દેખાય છે. પ્રત્યેક કાર્ય કોઈક વ્યક્તિમાં પ્રસાદ, લાઘવ, હર્ષ, પ્રીતિ (સત્ત્વગુણનાં કાર્ય), કોઈકમાં તાપ, શોષ, ઉદ્વેગ (રજોગુણનાં કાર્યો) અને કોઈકમાં દૈન્ય, બીભત્સ, ગૌરવ (તમોગુણના કાર્ય) આદિ ભાવો ઉત્પન્ન કરે છે. જો કાર્યોમાં સત્ત્વ, રજસ્ અને તમમ્ આ ત્રણ ગુણો ન હોય તો તે કાર્યો ઉક્ત ભાવોમાં કારણ બની શકે નહિ. પ્રધાનમાં એવી શક્તિ છે કે જેથી તે મહત્ આદિ વ્યક્તને ઉત્પન્ન કરે છે. જેવી રીતે ઘટ વગેરે કાર્યોને જોઈને તેમનાં માટી આદિ કારણોનું અનુમાન થાય છે તેવી રીતે મહત્ આદિ કાર્યો ઉપરથી તેમના ઉત્પાદક પ્રધાનનું અનુમાન થાય છે. પ્રલયકાળમાં સમસ્ત કાર્યોનો લય આ એક પ્રધાનમાં (પ્રકૃતિમાં) થઈ જાય છે. પાંચ મહાભૂત પાંચ તન્માત્રાઓમાં, તન્માત્રા આદિ સોળનો ગણ અહંકારમાં, અહંકાર બુદ્ધિમાં અને બુદ્ધિ પ્રકૃતિમાં લય પામે છે. તે વખતે વ્યક્ત અને અવ્યક્તનો વિવેક રહેતો નથી. ઉત્પત્તિના ક્રમથી લયનો ક્રમ ઊલટો છે. ૧ આ પ્રકૃતિ આદિ ચોવીસમાં પ્રકૃતિ કારણ જ છે અને અગિયાર ઇન્દ્રિયો તથા પાંચ ભૂતો આ સોળ કાર્યો જ છે અને મહત્, અહંકાર અને પાંચ તન્માત્રાઓ આ સાત પૂર્વની અપેક્ષાએ કાર્ય છે અને ઉત્તરની અપેક્ષાએ કારણ છે. આ રીતે એક સામાન્ય પ્રધાનતત્ત્વમાંથી આ સમસ્ત જગતનો વિપરિણામ થાય છે અને પ્રલયકાળમાં તેમાં સમસ્ત જગતનો લય થઈ જાય છે. પુરુષ જલમાં કમલપત્રવત્ નિર્લિપ્ત છે, તે સાક્ષી છે, ચેતન છે અને નિર્ગુણ છે. તે કોઈનું કારણ (પ્રકૃતિ) પણ નથી કે કોઈનું કાર્ય (વિકૃતિ) પણ નથી. પ્રકૃતિ સાથે પુરુષના સંસર્ગના કારણે બુદ્ધિરૂપી માધ્યમ દ્વારા પુરુષમાં ભોગની કલ્પના કરવામાં આવે છે. આગળ-પાછળ બન્ને બાજુ ચળકતી સપાટીવાળા દર્પણ સમાન બુદ્ધિ છે. આ માધ્યમભૂત બુદ્ધિદર્પણમાં એક તરફથી ઇન્દ્રિયો દ્વારા વિષયોનું પ્રતિબિંબ પડે છે અને બીજી તરફથી પુરુષની છાયા પડે છે. આ છાયાપત્તિના કારણે પુરુષમાં ભોગવવાનું ભાન ૧. મેવાનાં રિમાળાત્ સમન્વયાત્ શતિ: પ્રવૃત્તથ । ાળાર્યવિમાનાવિમર્ વૈશ્વરૂપ્યસ્ય | એજન, ૧૫. ૨. મૂત્તપ્રકૃતિ વિકૃતિ: મહલાઘા: પ્રકૃતિવિદ્યુતય: સન્ન | જોડાતુ વિજારો ન પ્રકૃતિને વિકૃતિ: પુરુષ: રૂ।। સાંખ્યકારિકા.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy