________________
પ્રમાણમીમાંસા
૨૫ "અપોહ્ય (જેમનો અપોહ કરવામાં આવે છે તે) નામક સંબંધીઓના ભેદથી અપોહમાં ભેદ દાખલ કરવો ઉચિત નથી, કેમ કે એવી પરિસ્થિતિમાં પ્રમેય, અભિધેય, શેય આદિ શબ્દોની પ્રવૃત્તિ નહિ થઈ શકે, કેમ કે જગતમાં અપ્રમેય, અનભિધેય, અશેય આદિનું અસ્તિત્વ જ નથી. જો શાબલેય આદિ ગૌ વ્યક્તિઓમાં પરસ્પર સાદેશ્ય ન હોવા છતાં પણ તેમનામાં એક અગોઅપોહની કલ્પના કરવામાં આવતી હોય તો ગૌ અને અશ્વમાં પણ એક અપોહની કલ્પના થવી જોઈએ, કેમ કે શાબલેય ગૌવ્યક્તિ બાહુલેય ગૌવ્યક્તિથી જ્યારે તેટલી જ ભિન્ન છે જેટલી તે અશ્વવ્યક્તિથી ભિન્ન છે ત્યારે પરસ્પર તેમનામાં કોઈ વિશેષતા રહેતી નથી. અપોહપક્ષમાં ઇતરેતરાશ્રયદોષ પણ આવે છે - અગૌનો વ્યવચ્છેદ કરીને ગૌની પ્રતિપત્તિ થાય છે અને ગૌનો વ્યવચ્છેદ કરીને અગૌનું જ્ઞાન થાય છે.
અપોહપક્ષમાં વિશેષણવિશેષ્યભાવનું બનવું પણ કઠણ છે, કેમ કે જ્યારે ગીતમ્ તમ્ એનો ફલિત થતો અર્થ “અનીલવ્યાવૃત્તિથી વિશિષ્ટ અનુત્પલવ્યાવૃત્તિ' એ છે ત્યારે એક વ્યાવૃત્તિથી બીજી વ્યાવૃત્તિના વિશિષ્ટ હોવાની કોઈ મતલબ જ નીકળતી નથી. જો વિશેષણવિશેષ્યભાવના સમર્થન માટે અનીલવ્યાવૃત્ત નીલ વસ્તુ અને અનુત્પલવ્યાવૃત્ત ઉત્પલવસ્તુ નીતમુત્યુતમ્' આ પદની વાચ્ય કહેવાતી હોય તો અપોની વાચ્યતા સ્વયં ખંડિત થઈ જાય છે અને જે વસ્તુને આપ શબ્દને અગોચર કહેતા હતા તે જ વસ્તુ શબ્દની વાચ્ય સિદ્ધ થઈ જાય છે.
જો “ગૌ’ શબ્દ દ્વારા અગૌનો અપોહ કરવામાં આવતો હોય તો “અગૌ’ શબ્દનો વાચ્ય પણ તો એક અપોહ (ગોઅપોહ) જ હોય. અર્થાત્ જેનો અપોહ (વ્યવચ્છેદ) કરવામાં આવતો હોય તે પોતે જ જ્યારે અપહરૂપ હોય ત્યારે તે વ્યવચ્છેદ્ય અપોહને વસ્તુરૂપ જ માનવો પડે, કેમ કે પ્રતિષેધ વસ્તુનો થાય છે. જો અપોતાનો પ્રતિષેધ કરવામાં આવતો હોય તો અપોહને પોતાને વસ્તુરૂપ જ માનવો પડે. તેથી અશ્વ આદિમાં ગી આદિનો જે અપોહ થાય છે તે સામાન્યભૂત વસ્તુનો જ છે એમ કહેવું જોઈએ. આ રીતે પણ શબ્દની વાચ્ય વસ્તુ જ સિદ્ધ થાય છે.
ઉપરાંત, “અપોહ' આ શબ્દનું વાચ્ય શું બનશે? જો કહો કે “અનપોહવ્યાવૃત્તિ', તો “અનપોહવ્યાવૃત્તિની વાચ્ય કોઈ અન્ય વ્યાવૃત્તિ બનશે, અને આ રીતે તો અનવસ્થા થશે. તેથી જો “અપોહ' શબ્દનો વાચ્ય “અપોહ” વિધિરૂપ માનવામાં આવે તો અન્ય શબ્દોના પણ વિધિરૂપ વાચ્ય માનવામાં શી આપત્તિ છે? પ્રતિનિયત શબ્દોથી પ્રતિનિયત અર્થોમાં પ્રાણીઓની પ્રવૃત્તિ દેખાય છે, એટલે શાબ્દજ્ઞાનોનો ૧. એજન, પૃ. ૪૩૪.