SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા ૨૩૯ સમીપ રહેલા મકાનને પ્રત્યક્ષ જોઈને પછી દૂરવર્તી પર્વતને જોતાં પૂર્વનું સ્મરણ કરીને જે “ આ એનાથી દૂર છે' એ આકારનું આપેક્ષિક જ્ઞાન થાય છે, તે જ્ઞાન પ્રાતિયોગિકપ્રત્યભિજ્ઞાન છે. “શાખા આદિવાળું વૃક્ષ હોય છે “એક શિંગડાવાળો ગેડો હોય છે “છ પગવાળો ભ્રમર હોય છે” વગેરે પરિચાયક શબ્દોને સાંભળી વ્યક્તિને તે તે પદાર્થને જોતાં અને પૂર્વોક્ત પરિચાયક વાકયનું સ્મરણ થતાં “આ વૃક્ષ છે” “આ ગેડો છે' ઈત્યાદિ જે જ્ઞાનો ઉત્પન્ન થાય છે તે બધાં પણ પ્રત્યભિજ્ઞાન જ છે. તાત્પર્ય એ કે દર્શન અને સ્મરણને નિમિત્ત બનાવીને જેટલા પણ એકતાદિવિષયક માનસિક સંકલનજ્ઞાનો થાય છે તે બધાં પ્રત્યભિજ્ઞાન છે. આ બધાં પોતાના વિષયમાં અવિસંવાદી અને સમારોપના વ્યવચ્છેદક હોવાથી પ્રમાણ છે. “તે અને “આને બે જ્ઞાન માનનારા બૌદ્ધોનું ખંડન બૌદ્ધો પદાર્થને ક્ષણિક માને છે. તેમના મતમાં વાસ્તવિક એકત્વ નથી. તેથી ‘સ વાયY - આ તે જ છે એ આકારની પ્રતીતિને તેઓ ભ્રાન્ત જ માને છે, અને આ એકત્વપ્રતીતિનું કારણ સદશ અપર અપર ઉત્પાદને ગણે છે. તેઓ “સ વાયY'માં ‘: (તે)' અંશને સ્મરણ અને ‘મયમ્ (આ)' અંશને પ્રત્યક્ષ, એમ બે સ્વત જ્ઞાનો માની પ્રત્યભિજ્ઞાનના અસ્તિત્વને જ સ્વીકારવા માગતા નથી.' પરંતુ જ્યારે એ વાત નિશ્ચિત છે કે પ્રત્યક્ષ કેવળ વર્તમાનને વિષય કરે છે અને સ્મરણ કેવળ અતીતને ત્યારે આ બન્ને સીમિત અને નિયત વિષયવાળા જ્ઞાનો દ્વારા અતીત અને વર્તમાન બે પર્યાયોમાં રહેતા એકત્વને કેવી રીતે જાણી શકાય ? “આ તે જ છે' એ પ્રકારના એકત્વનો અપલાપ અર્થાત્ નિષેધ કરવામાં આવતાં તો બદ્ધનો જ મોક્ષ, હત્યારાને જ સજા, જેની પાસેથી કરજ લીધું છે તેને જ કરજ ચૂકવવું, વગેરે જગતનો સઘળો વ્યવહાર ઉચ્છેદ પામે. પ્રત્યક્ષ અને સ્મરણ પછી થનારા “આ તે જ છે એવા જ્ઞાનને જો વિકલ્પની કોટિમાં નાખવામાં આવે તો તેને જ પ્રત્યભિજ્ઞાન માનવામાં કોઈ આપત્તિ ન હોવી જોઈએ. પરંતુ આ વિકલ્પ અવિસંવાદી હોવાથી સ્વતન્ત્ર પ્રમાણ બનશે. પ્રત્યભિજ્ઞાનનો લોપ કરવાથી તો અનુમાનની પ્રવૃત્તિ જ ન થઈ શકે. જે વ્યક્તિએ પહેલા અગ્નિ અને ધૂમના કાર્યકારણભાવનું ગ્રહણ કર્યું છે તે જ વ્યક્તિ જ્યારે પૂર્વધૂમ સમાન અન્ય ધૂમને ૧. તમે સ ાવયિિત પ્રત્યયતા પ્રમાણવાર્તિકાલંકાર, પૃ.૫૧. स इत्यनेन पूर्वकालसम्बन्धी- स्वभावो विषयीक्रियते अयमित्यनेन च વર્તમાનપતસમ્પન્થી | મનોશ મેવો ન વઝિમેઃ | પ્રમાણવાર્તિકસ્વોપશવૃત્તિટીકા, પૃ.૭૮..
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy