SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા ૨૨૭ વાક્યો, જે સર્વજ્ઞતાના મુખ્ય સાધક નથી તે, મળે છે પરંતુ તર્કયુગમાં તેમનો જેવો થવો જોઈએ તેવો ઉપયોગ થયો નથી. આચાર્ય કુન્દકુન્દ નિયમસારના શુદ્ધોપયોગાધિકારમાં (ગાથા ૧૫૮૬) લખ્યું છે કે “કેવલી ભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે અને દેખે છે' આ કથન વ્યવહારનયથી કરાયું છે. પરંતુ નિશ્ચય નથી તો કેવલી ભગવાન પોતાના આત્મસ્વરૂપને જ દેખે છે અને જાણે છે. આમાંથી સ્પષ્ટપણે ફલિત એ થાય છે કે કેવલીની પરપદાર્થજ્ઞતા વ્યાવહારિક છે, નૈૠયિક નથી. વ્યવહારનયને અભૂતાર્થ અને નિશ્ચયનયને ભૂતાર્થ અર્થાત્ પરમાર્થ તરીકે સ્વીકારવાની માન્યતાથી સર્વજ્ઞતાનું પર્યવસાન છેવટે આત્મજ્ઞતામાં જ થાય છે. જો કે આ જ કુન્દકુન્દાચાર્યના અન્ય ગ્રન્થોમાં સર્વજ્ઞતાના વ્યાવહારિક અર્થનું પણ વર્ણન અને સમર્થન દેખાય છે પરંતુ તેમની નિશ્ચયદષ્ટિ આત્મજ્ઞતાની સીમાનું ઉલ્લંઘન કરતી નથી. આ જ આચાર્ય કુન્દકુન્દ પ્રવચનસારમાં સૌપ્રથમ કેવલજ્ઞાનને ત્રિકાલવર્તી સમસ્ત અર્થોને જાણનારું જ્ઞાન કહીને આગળ કહે છે કે જે અનન્તપર્યાયવાળા એક દ્રવ્યને નથી જાણતો તે સર્વને કેવી રીતે જાણે ? અને જે સર્વને નથી જાણતો તે અનન્તપર્યાયવાળા એક દ્રવ્યને સંપૂર્ણપણે કેવી રીતે જાણી શકે? આનું તાત્પર્ય એ કે જે મનુષ્ય ઘટજ્ઞાન દ્વારા ઘટને જાણે છે તે ઘટ સાથે જ ઘટજ્ઞાનના સ્વરૂપનું પણ સવેદન કરી જ લે છે કેમ કે પ્રત્યેક જ્ઞાન સ્વપ્રકાશી છે. તેવી જ રીતે જે વ્યક્તિ ઘટને જાણવાની શક્તિ ધરાવતા ઘટજ્ઞાનના યથાવત્ સ્વરૂપનો પરિચ્છેદ કરે છે તે ઘટને તો અર્થાત્ જ જાણી લે છે કેમ કે તે શક્તિનું યથાવત વિશ્લેષણપૂર્વક પરિજ્ઞાન વિશેષણભૂત ઘટને જાણ્યા વિના થઈ જ શકતું નથી. આમ આત્મામાં અનન્ત શેયોને જાણવાની શક્તિ છે. તેથી જે જગતના અનન્ત શેયોને જાણે છે તે અનન્ત શેયોને જાણવાની શક્તિ ધરાવતા પૂર્ણજ્ઞાનસ્વરૂપ આત્માને જાણી જ લે છે અને જે १. जाणदि पस्सदि सव्वं ववहारणएण केवली भगवं । केवलणाणी जाणदि पस्सदि णियमेण अप्पाणं ॥ ૨. ગં તાનિયમિર ગાદ્રિ ગુમાવ સમંતવો સવ્વ | अत्थं विचित्तविसमं तं णाणं खाइयं भणियं ॥ जो ण विजाणइ जुगवं अत्थे तेकालिके तिहुवणत्थे । णाएं तस्स ण सक्कं सपज्जयं दव्वमेकं वा ॥ दव्वमणंतपजयमेकमणताणि दव्वजादाणि । T વિનાદ્રિ નટુ ધ સો સવ્વાળિ નાદ્રિ / પ્રવચનસાર, ૧.૪૭-૪૯.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy