________________
પ્રમાણમીમાંસા
૨૦૭ ઇન્દ્રિયવ્યાપાર પણ પ્રમાણ નથી.
સાંખ્યસમ્મત ઇન્દ્રિયવ્યાપારને પણ પ્રમાણ ન માની શકાય કેમ કે આ ઇન્દ્રિયવ્યાપાર પણ ઇન્દ્રિયોની જેમ અચેતન અને અજ્ઞાનરૂપ જ હોય, જ્ઞાનાત્મક ન હોય, અને અજ્ઞાનરૂપ વ્યાપાર પ્રમામાં સાધકતમ ન હોવાથી પ્રમાણ હોઈ શકે નહિ. તેથી સમ્યજ્ઞાન જ એકાન્તપણે પ્રમાણ હોઈ શકે છે, અન્ય નહિ.
પ્રામાણ્યવિચાર
પ્રમાણ જે પદાર્થને જે રૂપમાં જાણતું હોય તે પદાર્થનું તે જ રૂપમાં પ્રાપ્ત થવું અર્થાત્ પ્રતિભાત વિષયનું અવ્યભિચારી હોવું પ્રામાણ્ય કહેવાય છે. તે પ્રમાણનો ધર્મ છે. તેની ઉત્પત્તિ તે જ કારણોથી થાય છે જે કારણોથી પ્રમાણ ઉત્પન્ન થાય છે. અપ્રામાણ્ય પણ તે જ રીતે અપ્રમાણના ઉત્પાદક કારણોથી જ પેદા થાય છે. પ્રામાણ્ય હોય કે અપ્રામાણ્ય તેની ઉત્પત્તિ પરથી જ થાય છે. જ્ઞપ્તિ અભ્યાસદશામાં સ્વતઃ અને અનભ્યાસદશામાં કોઈ સ્વતઃ પ્રમાણભૂત જ્ઞાનાન્તરથી અર્થાતુ પરતઃ થાય છે. ઉદાહરણાર્થ, જે સ્થાનોનો આપણને પરિચય છે તે જલાશય આદિમાં થનારું જલજ્ઞાન યા મરીચિજ્ઞાન આપોઆપ જ પોતાની પ્રમાણતા અને અપ્રમાણતા બતાવી દે છે, પરંતુ અપરિચિત સ્થાનોમાં થનારા જલજ્ઞાનની પ્રમાણતાનું જ્ઞાન પનિહારીઓએ પાણી ભરી લાવવું, દેડકાઓના ડ્રાઉં ડ્રાઉં અવાજ, કમલની સુગંધ આવવી, વગેરે જલના અવિનાભાવી સ્વતઃપ્રમાણભૂત જ્ઞાનો દ્વારા જ થાય છે. આ જ પ્રમાણે જે વક્તાના ગુણદોષોનો આપણને પરિચય છે તેનાં વચનોની પ્રમાણતા અને અપ્રમાણતા તો આપણે સ્વતઃ જાણી લઈએ છીએ, પરંતુ અન્યનાં વચનોની પ્રમાણતા માટે આપણે બીજા સંવાદ આદિ કારણોની અપેક્ષા રહે છે.
મીમાંસકો વેદને અપૌરુષેય માનીને તેને સ્વતઃ પ્રમાણ કહે છે. તેનું પ્રધાન કારણ એ છે કે વેદ ધર્મ અને તેના નિયમ-ઉપનિયમોનું પ્રતિપાદન કરે છે. ધર્મ આદિ અતીન્દ્રિય છે. કોઈ પણ પુરુષમાં જ્ઞાનનો એટલો વિકાસ થઈ શકતો નથી કે તે અતીન્દ્રિયદર્શી બની શકે. જો પુરુષોમાં જ્ઞાનના પ્રકર્ષ કે તેમના અનુભવોને અતીન્દ્રિય સાક્ષાત્કારના અધિકારી માનવામાં આવે તો પરિસ્થિતિવિશેષમાં ધર્મ આદિના સ્વરૂપનું વિવિધ પ્રકારે વિવેચન જ નહિ, નિર્માણ પણ શક્ય બની શકે છે અને આ રીતે વેદના નિબંધ એકાધિકારમાં બાધા આવી શકે છે. વક્તાના ગુણોથી ૧. જુઓ યોગદર્શન, વ્યાસભાષ્ય, પૃ.૨૭. ૨. તત્કામાર્થે સ્વત: પરત | પરીક્ષામુખ, ૧.૧૩.