SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમું પ્રકરણ પ્રમાણમીમાંસા જ્ઞાન અને દર્શન જડ પદાર્થોથી આત્માને ભિન્ન કરનારો આત્માનો ગુણ યા સ્વરૂપ ચૈતન્ય છે, એ વાત સિદ્ધ છે. આ જ ચૈતન્ય અવસ્થાવિશેષમાં નિરાકાર રહીને દર્શન કહેવાય છે અને સાકાર બનીને જ્ઞાન કહેવાય છે. આત્માના અનન્ત ગુણોમાં આ ચૈતન્યાત્મક ઉપયોગ જ એવો અસાધારણ ગુણ છે જેનાથી આત્મા લક્ષિત થાય છે. જ્યારે આ ઉપયોગ આત્મતર પદાર્થોને જાણતી વખતે શેયાકાર યા સાકાર હોય છે, ત્યારે તેનો જ્ઞાનપર્યાય વિકસિત થાય છે અને જ્યારે તે બાહ્યપદાર્થોમાં ઉપયુક્ત ન હોતાં માત્ર ચૈતન્યરૂપ રહે છે ત્યારે નિરાકાર અવસ્થામાં દર્શન કહેવાય છે. જો કે દાર્શનિક કાળમાં દર્શનની વ્યાખ્યા બદલાઈ છે અને તે ચૈતન્યાકારની પરિધિને ઓળંગીને પદાર્થોના સામાન્યાવલોકન સુધી જઈ પહોંચી છે. પરંતુ સિદ્ધાન્તગ્રન્થોમાં દર્શનનું વર્ણન અત્તરંગાર્થવિષયક અને નિરાકારરૂપે મળે છે.' દર્શનનો કાળ વિષય અને વિષયી(ઇન્દ્રિયો)ના સન્નિપાતની પહેલાં છે. જ્યારે આત્મા અમુક પદાર્થવિષયક જ્ઞાનોપયોગથી પાછો વળી અન્યપદાર્થવિષયક જ્ઞાનમાં પ્રવૃત્ત થાય છે ત્યારે વચ્ચેની તે ચૈતન્યાકાર યા નિરાકાર અવસ્થા દર્શન કહેવાય છે જેમાં શેયનો १. तत: सामान्यविशेषात्मकबाह्यार्थग्रहणं ज्ञानं तदात्मकस्वरूपग्रहणं दर्शनमिति सिद्धम् । ...भावानां बाह्यार्थानामाकारं प्रतिकर्मव्यवस्थामकृत्वा यद् ग्रहणं तद् दर्शनम्... (પૃ. ૧૪૭) પ્રવૃત્તિ નમુ કશ્ય નિવા પ્રવાશો જ્ઞાન, તવર્થમાત્મનો વૃત્તિ: પ્રવેશવૃત્તિ: તનમુ, વિષયવિષયસમ્પતા પૂર્વાવસ્થ ત્યર્થ. (પૃ.૧૪૯) ઐત્તેિ ટોષા: રનમઢીવન્ત તરા મારવિયત્વત્ | ધવલાટીકા, સત્યરૂ., પ્રથમ પુસ્તક.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy