________________
બે શબ્દ
જયારે ભારતીય જ્ઞાનપીઠ કાશીથી પ્રકાશિત ન્યાયવિનિશ્ચયવિવરણ અને તત્ત્વાર્થવૃત્તિની પ્રસ્તાવનામાં મેં સુદદ્ધર મહાપંડિત રાહુલ સાંકૃત્યાયનના “સ્યાદ્વાદ' વિષયક વિચારોની આલોચના કરી, તો તેમણે મને ટકોર કરી કે - “આપ જ સ્યાદ્વાદ પર બે ગ્રન્થ કેમ નથી લખતા? – એક ગ્રન્થ ગંભીર અને વિદ્વભ્રોગ્ય અને બીજો સ્યાદ્વાદપ્રવેશિકા.” તેમની આ ટકોરે મને આ ગ્રન્થ લખવાનો સંકલ્પ કરાવ્યો અને ઉક્ત બન્ને પ્રયોજનો સિદ્ધ કરવા આ ગ્રન્થનો જન્મ થયો.
ગ્રન્થને લખવાના સંકલ્પ પછી લખવાથી શરૂ કરીને પ્રકાશન સુધીની તેની વિચિત્ર કથા છે. તેમાં પડ્યા વિના તે બધી અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓના ફળરૂપે નિર્મિત મારી આ કૃતિને મૂર્તરૂપમાં જોઈને હું સન્તોષ અનુભવું છું.
જૈન ધર્મ અને દર્શન અંગે બહુ પ્રાચીન કાળથી જ વિભિન્ન સાંપ્રદાયિક અને સંકુચિત સાંસ્કૃતિક કારણોથી એક જાતનો ઉપેક્ષાભાવ જ નહિ, તેનો વિપર્યાસ કરીને સાવ વિકૃત રૂપમાં તેને પ્રસારિત કરવાની પ્રવૃત્તિ પણ જાણી જોઈને ચાલી રહી છે. તેના માટે પુરાકાળમાં જે પણ પ્રચારના સાધનો – ગ્રન્થો, શાસ્ત્રાર્થ અને રીતરિવાજ આદિ – હતાં તે બધાનો ઉપયોગ કરવામાં આવ્યો. જ્યાં સુધી વિશુદ્ધ દાર્શનિક મતભેદની વાત છે ત્યાં સુધી દર્શનના ક્ષેત્રમાં દૃષ્ટિકોણોનો ભેદ હોવો સ્વાભાવિક છે. પરંતુ જ્યારે તે જ મતભેદો સાંપ્રદાયિક વૃત્તિઓનાં મૂળમાં દાખલ થઈ જાય છે ત્યારે તેઓ દર્શનને તો દૂષિત કરી દે છે પણ સાથે જ સ્વસ્થ સમાજના નિર્માણમાં બાધક બની દેશની એકતાને છિન્નભિન્ન કરી વિશ્વશાન્તિના વિઘાતક બની જાય છે. ભારતીય દર્શનોના વિકાસનો ઇતિહાસ આ વાતનો પૂરેપૂરો સાક્ષી છે. દર્શન એવું
૨૦