________________
૧૮૬
જૈનદર્શન યોગથી થનારો ઇર્યાપથ આસ્રવ જે કષાયનો ચેપ ન હોવાના કારણે આગળ બન્ધન કરાવતો નથી. આ આસ્રવ જીવન્મુક્ત મહાત્માઓને જ્યાં સુધી શરીરસંબંધ છે ત્યાં સુધી હોય છે. આ રીતે યોગ અને કષાય બીજાના જ્ઞાનમાં બાધા પહોંચાડવી, બીજાને કષ્ટ દેવું, બીજાની નિન્દા કરવી આદિ જે જે પ્રકારની ક્રિયાઓમાં સંલગ્ન બને છે તે તે પ્રકારથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય આદિ કર્મોનો આગ્નવ અને બન્ધ કરાવે છે. જે ક્રિયા પ્રધાન હોય છે તેનાથી તે કર્મનો બન્ધ વિશેષપણે થાય છે અને બાકીનાં કર્મોનો ગૌણપણે થાય છે. પરભવમાં શરીર આદિની પ્રાપ્તિ માટે આયુકર્મનો આસ્રવ વર્તમાન આયુના ત્રિભાગમાં (ત્રીજા ભાગમાં) થાય છે. બાકીના સાત કર્મોનો આસ્રવ પ્રતિસમય થતો રહે છે.
(૭) મોક્ષતત્ત્વ મોક્ષ
બન્ધનમુક્તિને મોક્ષ કહે છે. બન્ધનાં કારણોનો અભાવ થતાં તથા સંચિત કર્મોની નિર્જરા થવાથી સમસ્ત કર્મોનો સમૂલ ઉચ્છેદ થવો મોક્ષ છે. આત્માની વૈભાવિકી શક્તિનું સંસારાવસ્થામાં વિભાવ પરિણમન થાય છે. વિભાવ પરિણમનનાં નિમિત્તો દૂર થતાં મોક્ષદશામાં આત્માનું સ્વાભાવિક પરિણમન થાય છે. આત્માના જે ગુણો વિકૃત બની રહ્યા હતા તે ગુણો જ સ્વાભાવિક દશામાં આવી જાય છે. મિથ્યાદર્શન સમ્યગ્દર્શન બની જાય છે, અજ્ઞાન જ્ઞાન બની જાય છે અને અચારિત્ર ચારિત્ર બની જાય છે. આ દિશામાં આત્માનો પૂરો નકશો જ બદલાઈ જાય છે. જે આત્મા અનાદિ કાળથી મિથ્યાદર્શન આદિ અશુદ્ધિઓ અને કલુષતાઓનો પેજ બની ગયો હતો તે જ નિર્મલ, નિશ્ચલ અને અનન્ત ચૈતન્યમય બની જાય છે. તેનું હવેથી આગળ સદા શુદ્ધ પરિણમન જ થાય છે. તે નિતરંગ સમુદ્રની જેમ નિર્વિકલ્પ, નિશ્ચલ અને નિર્મલ બની જાય છે. ન તો નિર્વાણદશામાં આત્માનો અભાવ થાય છે કે ન તો તે અચેતન બની જાય છે. જ્યારે આત્મા એક સ્વતંત્ર મૌલિક દ્રવ્ય છે ત્યારે તેના અભાવની કે તેના ગુણોના ઉચ્છેદની કલ્પના પણ ન કરી શકાય. પ્રતિક્ષણ ગમે તેટલાં પરિવર્તનો થતા રહે પરંતુ વિશ્વના રંગમંચ ઉપરથી તેનો સમૂલ ઉચ્છેદ થઈ શકતો નથી. દીપનિર્વાણની જેમ આત્મનિર્વાણ નથી થતું
જયારે બુદ્ધને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મૃત્યુ પછી તથાગત હોય છે કે નહિ?, ત્યારે તેમણે આ પ્રશ્નને અવ્યાકૃત કોટિમાં નાખી દીધો હતો. આ કારણે જ