________________
જૈનદર્શન
૧૬૪
જલ
જે વસ્તુનું જે સ્વરૂપ છે તેનું તે પૂર્ણ સ્વરૂપમાં સ્થિર થવું એ જ ધર્મ છે. અગ્નિ જ્યાં સુધી પોતાની ઉષ્ણતાને ટકાવી રાખે છે ત્યાં સુધી તે ધર્મસ્થિત છે. જો દીપશિખા વાયુની લહેરોથી સ્મન્દિત થઈ રહી છે અને ચંચળ થવાના કારણે પોતાના નિશ્ચલ સ્વરૂપથી ચ્યુત થઈ રહી છે તો કહેવું પડશે કે તે તેટલા અંશે ધર્મસ્થિત નથી. જ્યાં સુધી સ્વાભાવિક શીતલ છે ત્યાં સુધી ધર્મસ્થિત છે. જો તે અગ્નિના સંસર્ગથી સ્વરૂપથી ચ્યુત થઈ ગરમ બની જાય છે તો તે ધર્મસ્થિત નથી. આ પરસંયોગજન્ય વિકારપરિણતિને દૂર કરી દેવી એ જ જલની ધર્મપ્રાપ્તિ છે. તેવી જ રીતે આત્માનું વીતરાગત્વ, અનન્ત ચૈતન્ય, અનન્ત સુખ આદિ સ્વરૂપ પરસંયોગથી રાગ, દ્વેષ, તૃષ્ણા, દુઃખ આદિ વિકારરૂપે પરિણત થઈને અધર્મ બની રહ્યું છે. જ્યાં સુધી આત્માના યથાર્થ સ્વરૂપનો નિશ્ચય ન કરવામાં આવે અને તે યથાર્થ સ્વરૂપનું વર્ણન ન કરવામાં આવે ત્યાં સુધી આ વિકારી આત્મા કેવી રીતે પોતાના સ્વતન્ત્ર સ્વરૂપને પામવા માટે એક ઉચ્છ્વાસ પણ લઈ શકે ? રોગીને જ્યાં સુધી પોતાના મૂળભૂત આરોગ્યસ્વરૂપનું જ્ઞાન ન હોય ત્યાં સુધી તેને એ જ નિશ્ચય નથી હોઈ શકતો કે આ મારી અસ્વસ્થ અવસ્થા રોગ છે. તે તે રોગને વિકાર તો ત્યારે જ માનશે જ્યારે તેને પોતાની આરોગ્યઅવસ્થાનું યથાર્થ દર્શન થશે, અને જ્યાં સુધી તે રોગને વિકાર નહિ માને ત્યાં સુધી તે રોગનિવૃત્તિ માટે ચિકિત્સામાં પ્રવૃત્તિ શા માટે કરે ? જ્યારે તેને જાણ થઈ જાય છે કે મારું સ્વરૂપ તો આરોગ્ય છે, અપથ્યસેવન આદિ કારણોથી મારું મૂલ સ્વરૂપ વિકૃત બની ગયું છે, ત્યારે જ તે તે સ્વરૂપભૂત આરોગ્યની પ્રાપ્તિને માટે ચિકિત્સા કરાવે છે. રોગનિવૃત્તિ સ્વયં સાધ્ય નથી, સાધ્ય તો છે સ્વરૂપભૂત આરોગ્યની પ્રાપ્તિ. તેવી જ રીતે જ્યાં સુધી મૂલભૂત આત્માના સ્વરૂપનું યથાર્થ પરિશાન ન થાય અને પરસંયોગથી થનારા વિકારોને આગન્તુક હોવાથી વિનાશી ન માનવામાં આવે ત્યાં સુધી દુઃખનિવૃત્તિ માટેનો પ્રયત્ન જ થઈ શકતો નથી.
એ સાચુ કે જેને બાણ વાગ્યું હોય તે તત્કાલ તો પ્રાથમિક સહાયતા (first aid)ના રૂપમાં સૌપ્રથમ તીરને કઢાવી લે એ આવશ્યક છે, પરંતુ એટલા માત્રથી જ તેનું કર્તવ્ય પૂરું થઈ જતું નથી. વૈધે એ અવશ્ય જોવું જોઈએ કે તે તીરને ક્યું વિષ પાવામાં આવ્યું છે અને તે તીરને કયા પદાર્થમાંથી બનાવવામાં આવ્યું છે. તે જાણવું એટલા માટે જરૂરી છે કેમ કે તેનાથી ખબર પડે કે તે તીરે કેટલો વિકાર શરીરમાં પેદા કર્યો હશે અને ઘાને રુઝાવવા માટે કયો મલમ લગાવવો આવશ્યક છે. પછી વધારામાં એ જાણવું જરૂરી છે કે તે તીર અચાનક જ વાગી ગયું કે કોઈએ દુશ્મનાવટથી માર્યું છે અને એવા કયા ઉપાયો હોઈ શકે છે કે જેથી ભવિષ્યમાં તીર વાગવાનો પ્રસંગ ન આવે. આ કારણે જ તીરની પણ પરીક્ષા કરવામાં આવે છે,