________________
છ દ્રવ્યોનું વિવેચન
૧૩૫ વધારી શકાય છે અને તેની સૂક્ષ્મ લહેરને સુદૂર દેશમાં પકડી શકાય છે. વક્તાના તાલુ આદિના સંયોગથી ઉત્પન્ન થયેલો એક શબ્દ મુખમાંથી બહાર નીકળતાં જ ચારે તરફના વાતાવરણને શબ્દરૂપ કરી દે છે. તે સ્વયં પણ નિયત દિશામાં જાય છે અને જતાં જતાં શબ્દથી શબ્દ અને શબ્દથી શબ્દ પેદા કરતો જાય છે. શબ્દના જવાનો અર્થ શબ્દપર્યાયવાળા સ્કન્ધનું જવું છે અને શબ્દની ઉત્પત્તિનો પણ અર્થ છે આસપાસના પુદ્ગલદ્રવ્યના સ્કન્ધોમાં શબ્દપર્યાયનું ઉત્પન્ન થવું, આનું તાત્પર્ય એ છે કે શબ્દ પોતે દ્રવ્યનો પર્યાય છે અને આ પર્યાયનો આધાર છે પુદ્ગલસ્કન્ધ. અમૂર્તિક આકાશના ગુણમાં આ બધું નાટક ન થઈ શકે. અમૂર્ત દ્રવ્યના ગુણ અમૂર્ત જ હોય, તેનું ગ્રહણ મૂર્ત દ્વારા થઈ શકે નહિ.
વિશ્વનું સમસ્ત વાતાવરણ ગતિશીલ પુદ્ગલપરમાણુઓ અને પુદ્ગલસ્કલ્પોથી નિર્મિત છે. પરસ્પર સંયોગ આદિ નિમિત્તોથી તેમનામાં ગરમી, ઠંડી, પ્રકાશ, અન્ધકાર, છાયા, શબ્દ આદિ પર્યાયો ઉત્પન્ન થતા રહે છે અને નાશ પામતા રહે છે. ગરમી, પ્રકાશ અને શબ્દ એ કેવળ શક્તિઓ નથી કેમ કે શક્તિઓ નિરાશ્રય રહી શકતી નથી. શક્તિઓ તો કોઈ ને કોઈ આધારમાં જ રહે છે અને તેમનો આધાર છે પુદ્ગલદ્રવ્ય. પરમાણુની ગતિ એક સમયમાં લોકાન્ત સુધી (ચૌદ રજુ) હોઈ શકે છે, અને તે ગતિકાલમાં તે જ આસપાસના વાતાવરણને પ્રભાવિત કરતો ગતિ કરે છે. પ્રકાશ અને શબ્દની ગતિનો જે હિસાબ આજના વિજ્ઞાને લગાવ્યો છે તે પરમાણુની આ સ્વાભાવિક ગતિનો એક અલ્પ અંશ છે. પ્રકાશ અને ગરમીના સ્કન્ધો એક દેશથી સુદૂર દેશ સુધી ગતિ કરતાં પોતાના વેગ (force) અનુસાર વાતાવરણને પ્રકાશમય અને ગરમીના પર્યાયથી યુક્ત બનાવે છે. એ પણ સંભવ છે કે જે પ્રકાશ આદિ સ્કન્ધો વીજળીની ટોર્ચ આદિથી નીકળે છે તે ઘણે દૂર સુધી સ્વયં ચાલ્યા જાય છે અને અન્ય ગતિશીલ પુદ્ગલ સ્કન્ધોને પ્રકાશ, ગરમી યા શબ્દરૂપ પર્યાયો ધારણ કરાવીને તેમને આગળ ચલાવી દે છે. આજના વૈજ્ઞાનિકોએ તો તાર વિનાના તાર અને તારા વિનાના ટેલીફોનની પણ શોધ કરી લીધી છે. જેવી રીતે આપણે અમેરિકામાં બોલાયેલા શબ્દને અહીં સાંભળીએ છીએ તેવી જ રીતે હવે બોલનારનો ફોટો પણ સાંભળતી વખતે આપણે જોઈ શકીશું. પુદ્ગલના ખેલ
આ બધાં શબ્દ, આકૃતિ, પ્રકાશ, ગરમી, છાયા, અન્ધકાર આદિનું પરિવહન તીવ્ર ગતિશીલ પુદ્ગલસ્કલ્પો દ્વારા જ થઈ રહ્યું છે. પરમાણુબૉમ્બની વિનાશક